તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Gandhi Is A Gentleman, The Reason For The Break Up Of The Congress In The States Is Not Him But The State Leadership, Which Runs Its Own.

કોંગ્રેસને અલવિદા કરી ચૂકેલ વરિષ્ઠ નેતાનું દુ:ખ:રાહુલ ગાંધી તો જેંટલમેન છે, રાજ્યોમાં કોંગ્રેસના તૂટવાનું કારણ તેઓ નહીં પરંતુ સ્થાનિક નેતૃત્વ છે, જે પોતાનું જ ચલાવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગાળમાં 15-20 સીટો તો જીતી જાત, પણ અમારા નેતાનાં ખોટા નિર્ણયોએ હરાવ્યા

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ છોડવાવાળા એક સિનિયર નેતાનુ કહેવુ છે કે રાહુલ ગાંધી તો જેંટલમૈન છે, રાજ્યોમાં કોંગ્રેસના તૂટવાનુ કારણ રાહુલ નથી પરંતુ સ્થાનિક નેતૃત્વ છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ 15 થી 20 સીટો તો જીતી લેતી પરંતુ ડાબેરીઓ સાથે ગઠબંધનનાં લીધે અમે ઝીરો પર આવી ગયા. વિરોધ કર્યા પછી પણ સ્થાનિક નેતૃત્વએ કોઇનું સાભળ્યુ નથી. હવે ગાંધી પાર્ટીને ક્યાં-ક્યાં સંભાળશે.

અધીર રંજન ચૌધરી બંગાળમાં કોંગ્રેસ ડુબવાનુ કારણ
વરિષ્ઠ નેતાએ કહ્યું કે આટલી વરિષ્ઠતા હોવા છતાં પણ હું બે વર્ષ નિષ્ક્રિય રહ્યો હતો. મને કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કે મને મહત્વ આપવામાં આવ્યું નથી. જ્યારે હું તો નોકરી છોડીને પાર્ટીમાં સેવા કરવા આવ્યો હતો. મારા માટે પદ મોટી વાત નથી, પરંતુ હું સારી જવાબદારી અને દરેક કાર્યમાં મને જવાબદારી મળે તેવી ઇચ્છા હતી, જે તેમણે આપી નથી. બસ આ જ કારણે મેં કોંગ્રેસ છોડી દીધી.

કોંગ્રેસમાં સોનિયા-રાહુલનો વિકલ્પ નથી
કોંગ્રેસમાં સોનિયા-રાહુલનો કોઇ બીજો વિકલ્પ નથી. રાહુલ ગાંધી જેંટલમેન છે, પરંતુ ગાંધી એકલા કયા-કયા પાર્ટીને સંભાળશે. યુપીમાં જીતીન પ્રસાદને પણ કોંગ્રેસનાં પ્રદેશ કાર્યકારિણીનાં લીધે પાર્ટીને છોડવી પડી. લગભગ દરેક રાજ્યમાં આ જ સ્થિતિ છે. તમારા સાથે સારો નેતા છે, તમારા પાસે હથિયાર પણ છે, ટ્રેનિંગ પણ આપવામાં આવી છે, પરંતુ વ્યક્તિ પરફોર્મ જ નથી કરી રહ્યો તો તમે હારી જ જશો.
તેમણે કહ્યુ કે બંગાળમાં જો અમે એકલા લડ્યા હોત તો 20 થી 25 સીટ આરામથી જીતી લીધી હોત. માલદા-મુર્શિદાબાદમાં તો 10 થી 15 સીટ જીતી જ ગયા હોત. પરંતુ ગઠબંધનનાં લીધે ત્યા પણ હારનો સામનો કરવો પડ્યો. હવે આગળના દસ વર્ષ સુધી બંગાળમાં કોંગ્રેસનુ કોઇ ભવિષ્ય નજરે આવતું નથી.

લડાઇ મોદીની નહીં, BJP વિરૂદ્ધ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે વિપક્ષની લડત નરેન્દ્ર મોદી સામે નથી, પરંતુ ભાજપ સામે છે. 2024 માં, કોંગ્રેસમાંથી બહાર આવેલા પ્રાદેશિક પક્ષો ગઠબંધનમાં લડશે તો તેઓ ભાજપને હરાવી શકે છે. મહાગઠબંધનનો ચહેરો કોણ હશે તે પછીથી નક્કી કરી શકાય. હું મમતા બેનર્જી જ આ ચહેરો બને તેવુ ઇચ્છુ છું કારણકે તેમણે બંગાળમાં ભાજપને હરાવી છે. આજે નહીં તો કાલે કોંગ્રેસ ચોક્કસપણે સારૂ પ્રદર્શન કરશે.

તેમણે કહ્યું કે નવા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. સારું કામ કરી રહ્યા છીએ. બંગાળની હિંસા પર હું એજ કહીશ કે, જો કોઈ અહીં બે વર્ષ રોકાશે તો તે સમજી જશે કે હિંસા કેવી રીતે થાય છે અને કોણ કરે છે. અહીં હિંસાને સાંપ્રદાયિક નહીં, પરંતુ રાજકીય રંગ આપવામાં આવે છે. સ્થાનિક લોકો સત્યને જાણે છે. આ વખતે હિંસા ખૂબ નિયંત્રણમાં છે.

ટોચનું નેતૃત્વ જવાબદાર, પંજાબ-રાજસ્થાનમાં પણ તૂટવાનો ડર
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, ઉત્તર પ્રદેશમાં જીતિન પ્રસાદ અને બંગાળમાં અભિજિત બેનર્જીએ કોંગ્રેસ છોડી દીધી છે. રાજસ્થાનમાં પણ સચિન પાયલોટ વચ્ચે લાંબા સમયથી અસંતોષ છે. પંજાબમાં સી.એમ. કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ પણ હવે જામી રહી નથી.

વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઇ કહે છે કે, કોંગ્રેસ હાલ ક્યાય જીતી નથી રહી તે કારણોથી પાર્ટીમાં આવો માહોલ બને તે સ્વાભાવિક છે. રાજનીતીક નિષ્ઠા શરતોના આધીન હોય છે. અભિજીત બેનર્જી આ જ કારણથી કોંગ્રેસથી છુટા થયા કારણકે તેમને લાગે છે કે તેઓ TMCથી ધારાસભ્ય બની જશે. જોકે આ બધાનું જવાબદાર ટોચનું નેતૃત્વ જ છે.

અન્ય સમાચારો પણ છે...