ભાસ્કર ઓપિનિયનરાજકીય યાત્રાઓ:રાહુલ ગાંધી, તેમની ભારત જોડો યાત્રા અને વિપક્ષના નેતાઓનું અભિમાન

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીની યાત્રાઓને આજના રાજકારણ સાથે જોડી શકાય નહીં.
  • અડવાણીની યાત્રા, મુરલી મનોહર જોશીની યાત્રા ચોક્કસપણે રાજકીય રીતે સફળ કહી શકાય છે.

માણસને દુઃખથી ભરેલું રહેવું ગમે છે. ખાલી રહેવાથી ભયભીત થાય છે. સુખ અને દુ:ખ બે કિનારા છે. સુખનો કિનારો દૂર છે. દુ:ખનો કિનારો નજીક છે. જે નજીક હોય છે તેને પહેલા પકડી લેવાય છે, કારણ કે કોઈને કોઈ આધાર જોઈએ છીએ. વાસ્તવિક નહી તો કાલ્પનિક જ ભલે.

કંઈક મેળવવાની ભૂખ છે. ભલે પછી દુ:ખ છે. અભિમાન એ દુઃખનું ભોજન છે. દુ:ખને વધારીને જણાવવામાં આપણને મજા આવે છે, કારણ કે અભિમાન એ સમયે આપણને સુખ આપે છે. અપાર સુખ. ખરેખરમાં તો જીતવું છે. સત્યના સહારે જીત જોઈએ, તો અભિમાનને ખતમ કરવો પડે છે.

નાના-નાના રાજકીય પક્ષો આ સમયે સંપ વધારી રહ્યા છે. નીતિશ કુમાર બધાને મળી રહ્યા છે, પરંતુ મળવાનું, નિવેદન આપવાથી કામ થવાનું નથી. ભારતીય રાજકારણમાં વિપક્ષનો સૌથી મોટો દુશ્મન નાના પક્ષોના નેતાઓમાં મોટુ અભિમાન છે. જો તમારે એકસાથે આવવું છે, જોડાવું છે અને જીતવું છે, તો નાના અવરોધો દૂર કરવા પડશે. તે અભિમાનના અવરોધો છે.

જેમ કે અટલજીએ હટાવ્યા હતા. બધાને સાથે લઈના ચાલ્યા હતા. કટ્ટરપંથી પક્ષના નેતા હોવા છતાં તેમણે બધાને સંભાળ્યા. બધાનું સાંભળ્યું. સંમત પણ થયા. તે જ કરવાનું હોય છે. તમારા દુ:ખને અંદર રાખીને બીજાના સુખમાં ખુશ રહેવાનું હોય છે. ત્યારે વિજય થાય છે. ત્યારે જ જીત થાય છે.

રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા પર છે. તેઓ કન્યાકુમારીથી રવાના થયા છે. તેઓ કહે છે - તમે એક પગલું ભરો, હું એક પગલું ભરીશ. ત્યારે ભારત જોડાશે. પછી ભારત એક થઈ જશે. બે દિવસમાં લાગી રહ્યુ છે કે આ યાત્રાથી બીજુ કંઈ થાય ન થાય, પરંતુ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જરુરથી વધારશે.

આ જ તો સફળતાના સંકેતો છે. સફળતા સત્તાની નહીં, પરંતુ જ્યાં છે ત્યાંથી આગળ વધવાની છે. જો ઉત્સાહ હોય તો ચોક્કસપણે આગળ વધી શકાય છે. જો તેની દિશા સાચી હોય.

જો કે, રાહુલ ગાંધીની મુલાકાતનો વિરોધ કોઈ નથી કરી રહ્યું, પરંતુ જે પક્ષો સાથે આવવાની વાત કરી રહ્યા છે, તે જોડાઈ પણ નથી રહ્યા. એવું હોવું જોઈએ કે અન્ય પક્ષો પણ આ યાત્રામાં જોડાવું જોઈએ. એક પછી એક, એક-એક દિવસ દરેક વ્યક્તિએ યાત્રાનો ભાગ બનવું જોઈએ. તમામ વિરોધ પક્ષોએ પણ.

તો જ અભિમાન દુર થશે. તો જ દુ:ખના વાદળો ઓસરી જશે. બીજો કોઈ રસ્તો નથી. બીજી કોઈ રીત નથી. ઘણા રાજકીય આંદોલન કે મિશન સફળ રહ્યા છે. ગાંધીજીની યાત્રાઓને આજના રાજકારણ સાથે જોડી શકાય નહીં, પરંતુ અડવાણીની યાત્રા, ચંદ્રશેખરની યાત્રા, મુરલી મનોહર જોશીની યાત્રા ચોક્કસપણે રાજકીય રીતે સફળ કહી શકાય છે.

રાહુલ ગાંધીની આ યાત્રા કેટલી સફળ રહેશે, તે તો હજી કહી શકાય તેમ નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે તેનાથી કોંગ્રેસ પાર્ટી અને તેમના કાર્યકરોમાં ઉત્સાહ- જુસ્સો ચોક્કસ આવશે. જેઓ અત્યારે દુઃખી છે. નિરાશ પણ. તે યોગ્ય પણ છે. સતત હારમાંથી, અવિરત નિષ્ફળતાથી મન તુટીજાય છે. આ ભારત જોડો યાત્રા એ કાર્યકરોના તૂટેલા મનને સાધવાનો જ એક પ્રયાસ છે.

જો આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ફેલાયેલા કાર્યકરોમાં ઉત્સાહ લાવી શકે છે, તો તે ચોક્કસપણે કોંગ્રેસ પર રાહુલ ગાંધીનો ઉપકાર રહેશે. અત્યાર સુધી તેમના માથે જે હારનું ઠીકરું ફોડવામાં આવ્યું છે તે બધી જ દુર થઈ જશે. ત્યારે કોંગ્રેસની હાર માટે રાહુલને જવાબદાર ઠેરવીને કોઈ ગુલામ નબી પાર્ટી છોડી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...