તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસ પક્ષ સોમવારે મુશ્કેલ ભરી સ્થિતિમાં મૂકાઈ ગયો હતો. સોમવારે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ હતો. આ નિમિત્તે દિલ્હી સ્થિત વડામથકે એક મોટું આયોજન કરાયું હતું પરંતુ આ કાર્યક્રમમાં પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી જ ગેરહાજર રહ્યાં હતાં. એટલું જ નહીં ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રમુખ પદના દાવેદાર રાહુલ ગાંધી પણ હાજર રહ્યા નહોતા. આથી એ.કે. એન્ટોનીએ પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો. ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે કોંગ્રેસ સ્થાપના દિવસ મનાવે છે અને રાહુલ નવ-દો ગ્યારા થઈ ગયા છે.
कांग्रेस इधर अपना 136 वां स्थापना दिवस मना रही है और राहुल जी ‘9 2 11’ हो गये!!
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 28, 2020
કોંગ્રેસનો જવાબ- ભાજપ માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહી છે
ભાજપના પ્રહારોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ખુલાસો કરવો પડ્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે રાહુલ તેમના નાનીને મળવા ગયા છે, એમાં ખોટું શું છે? દરેક લોકોને તેમની અંગત યાત્રા કરવાનો અધિકાર છે. ભાજપ બોગસ રાજકારણ કરી રહ્યું છે. તેઓ માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહ્યા છે.
પ્રિયંકાએ સવાલોના જવાબ ન આપ્યા
કોંગ્રેસના સ્થાપના દિવસ સમારોહમાં રાહુલની ગેરહાજરી પર સવાલ પૂછતાં પાર્ટી-પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે અમે પહેલાં જ કહી ચૂક્યા છીએ કે રાહુલ થોડા દિવસ માટે પર્સનલ વિઝિટ પર ગયા છે. તેઓ ટૂંક સમયમાં જ પાછા ફરવાના છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
ખુર્શીદે કહ્યું- રાહુલના ન હોવાનાં 101 કારણ હોઈ શકે છે
કોંગ્રેસના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પાર્ટી મુખ્યાલય પર એકે એન્ટનીએ ઝંડો લહેરાવ્યો હતો. એ કાર્યક્રમમાં સોનિયા ગાંધી પણ સામેલ થયાં ન હતાં. રાહુલ ગાંધીની ગેરહાજરી વિશે સલમાન ખુર્શીદે કહ્યું, તેમના ન હોવાનાં 101 કારણ હોઈ શકે છે. આપણે અટકળો ન લગાવવી જોઈએ. તેમણે કોઈ યોગ્ય કારણથી જ આ નિર્ણય લીધો હશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.