• Gujarati News
  • National
  • Rahul Gandhi Can Be The Prime Minister, Strong Opposition Is Not Possible Without Congress

PKના બદલાયા સૂર:રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે, કોંગ્રેસ વિના મજબૂત વિપક્ષ શક્ય નથી

એક મહિનો પહેલા
  • કિશોરે કહ્યું- ઉત્તરપ્રદેશમાં આગામી ચુંટણીમાં વર્ષ 2017 કરતાં ભાજપને વધુ સીટોં મળી શકે છે

દેશની લગભગ તમામ મોટી રાજકીય પાર્ટીઓની સાથે કામ કરી ચૂકેલા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં મમતા બેનર્જી સાથે કામ કરી રહેલા પ્રશાંત કિશોર એક જાણીતી સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ પોતાની વાત જણાવી હતી અને મમતાએ આપેલા નિવેદનથી વિરુદ્ધ જણાવ્યુ હતું કે કોંગ્રેસ વિના મજબૂત વિપક્ષ શક્ય નથી. પીકેએ એક સવાલના જવાબ આપતા એવું પણ જણાવ્યુ હતું કે ભાજપ 2017ની સરખામણીએ 2022માં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વધુ બેઠકો જીતી શકે છે.

શું રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે?
રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકશે કે નહીં, આ સવાલના જવાબમાં કિશોર જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગાંધી પરિવાર વિના પણ ચાલી શકે છે. પ્રશાંત કિશોરને એવું પણ પુછવામાં આવ્યું હતું કે ગાંધી પરિવાર કોંગ્રેસને બિન-ગાંધી નેતાના નેતૃત્વમાં ચાલવા દેશે, ત્યારે કિશોર જવાબમાં હાં કહ્યું હતું. તેમણે વધુમાં એવું પણ જણાવ્યુ હતું કે કોંગ્રેસનાં બાકીના નેતાઓ જો આવું ઈચ્છે તો થઈ શકે છે. સાથે જ કોંગ્રેસનાં અધ્યક્ષ મુદ્દે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવા બાબતે તેમણે જણાવ્યુ હતું કે કોંગ્રેસ પોતે જ રાહુલ ગાંધીને પોતાના નેતા માની લીધા છે.

કિશોર જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.
કિશોર જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.

ઉત્તરપ્રદેશમાં આગામી ચુંટણીમાં ભાજપને કેટલો લાભ થશે?
ઉત્તરપ્રદેશની ચૂંટણી મુદ્દે કિશોર વધુમાં જણાવ્યુ કે વર્ષ 2017ની સરખામણીએ આગામી ચુંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને વધુ સીટોં મળી શકે છે. પ્રશાંત કિશોર કહ્યું કે 2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં જે કંઇ ખોટું થતું તેની જવાબદારી મારી જ છે. મને લાગે છે કે મેં જે પ્લાન તૈયાર કર્યો હતો, તે મુજબ કામ ન કરી શક્યો. કિશોર વધુમાં કહ્યું કે જો હું એમ કહું કે તેમાં સમાજવાદી પાર્ટી કે કોંગ્રેસની ભૂલ હતી તો તે યોગ્ય નહીં હોય.

કયા નેતાની સાથે ફરીથી કામ કરવા માંગશો?
પ્રશાંત કિશોરને એક સવાલ પુછવામાં આવ્યો હતો કે એવા કયા નેતા છે, જેમની સાથે તેઓ ફરીથી કામ કરવા ઇચ્છશે, ત્યારે આ સવાલના જવાબમાં તેમણે નીતિશ કુમારનું નામ જણાવ્યુ હતું. આ દરમિયાન તેમને વધુમાં પૂછવામાં આવ્યું હતું કે તેમની નીતિશ સાથે વાતચીત થાય છે, ત્યારે પ્રશાંતે જવાબ આપતા કહ્યું કે વાતચીત તો મારી થતી જ રહે છે. જણાવીએ કે પ્રશાંત કિશોર સપ્ટેમ્બર 2018માં જેડીયુમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ નીતિશ સાથે તેમનો સાથ લાંબો સમય ચાલ્યો નહીં અને થોડા જ સમય બાદ તેમણે પાર્ટી સાથેનો છેડો ફાડી દીધો હતો.

એક સવાલના જવાબમાં કિશોર નીતિશ કુમાર સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
એક સવાલના જવાબમાં કિશોર નીતિશ કુમાર સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પીકે ભવિષ્યમાં કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
જો કે અંતમાં જ્યારે કિશોરને સવાલ કરતાં પુછવામાં આવ્યું કે તેઓ ભવિષ્યમાં કઈ રાજકીય પાર્ટીમાં જોડાઇ શકે છે, ત્યારે આ સવાલના જવાબમાં કિશોરે મજાકમાં એમ પણ કહ્યું કે તેઓ વર્તમાન રાજકીય પાર્ટીમાં જ જોડાઈ શકે તે જરૂરી નથી. તેઓ પોતાની પાર્ટી પણ લોન્ચ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...