તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rahul Comments: The World Has Seen The Deaths Of Workers, The Modi Government Does Not Know, The Government Said There Are No Statistics Of Deaths Of Workers In The Lockdown

લોકડાઉનમાં મજૂરોનાં મૃત્યુ:રાહુલ ગાંધીએ કરી ટિપ્પણી- મજૂરોનું મરવાનું જોયું દુનિયાએ, મોદીસરકારને ખબર નહીં, સરકારે કહ્યું- લોકડાઉનમાં મજૂરોનાં મૃત્યુના આંકડા નથી

નવી દિલ્હી9 દિવસ પહેલા
રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'મોદીસરકાર નથી જણાવતી કે લોકડાઉનમાં કેટલા મજૂરોનાં મૃત્યુ થયાં અને કેટલાએ નોકરીઓ ગુમાવી.
  • લોકડાઉન દરમિયાન પગપાળા ઘરે પરત ફરતા ઘણા પરપ્રાંતીય મજૂરોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર મળ્યા હતા.
  • એક એનજીઓનો દાવો - 24 માર્ચથી 2 જૂન દરમિયાન અકસ્માતમાં 198 મજૂરોનાં મોત થયાં.

લોકડાઉનમાં મજૂરોનાં મૃત્યુ થવાના મુદ્દા પર કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદીસરકાર પર ટ્વીટ કરી નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'મોદીસરકાર નથી જણાવતી કે લોકડાઉનમાં કેટલા મજૂરોનાં મૃત્યુ થયાં અને કેટલાએ નોકરીઓ ગુમાવી. તમે ન ગણ્યા એટલે શું મૃત્યુ નથી થયાં? હા, પણ દુઃખ છે સરકાર પર કોઈ અસર ન થઈ. તેમનું મરવાનું જોયું દુનિયાએ, એક મોદીસરકાર છે... તેને ખબર જ નથી.

સરકાર સંસદમાં ભૂલી....

કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેમને ખબર નથી કે લોકડાઉન દરમિયાન ઘરે જતી વખતે કેટલા મજૂરોનાં મૃત્યુ થયાં. કોરોનાકાળમાં સંસદના પ્રથમ સત્રમાં જ સરકારે માન્યું કે તેમની પાસે પ્રવાસી મજૂરોનાં મૃત્યુ બાબતે કોઈ આંકડા નથી. એટલું જ નહિ, લોકડાઉન દરમિયાન કેટલા મજૂરોએ રોજગાર ગુમાવ્યો, આ બાબતે પણ સરકારે કોઈ સર્વે કરાવ્યો નથી.

સત્રના પહેલા દિવસે સાંસદોએ 230 પ્રશ્નો પૂછ્યા, જેમાંથી 31 શ્રમ અને રોજગાર મંત્રાલય સંબંધિત હતા, જેમાંથી 15 પ્રશ્ન કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવવી, પરપ્રાંતીય મજૂરોનાં ઘરે પરત ફરતા દરમિયાન થયેલાં મૃત્યુ અને બેરોજગારી સંબંધિત હતા. પ્રશ્ન નંબર 60માં પૂછવામાં આવ્યું હતું કે લોકડાઉનને કારણે પોતાના વતન પરત ફરતા મજૂરોની રાજ્યદીઠ સંખ્યા કેટલી છે? તો સરકારે કહ્યું, આવા કોઈ આંકડાઓનો રેકોર્ડ રાખવામાં આવતો નથી.

.....પણ જનતા નથી ભૂલી

સેવ લાઇફ ફાઉન્ડેશનની એનજીઓ અનુસાર, 24 માર્ચથી 2 જૂન દરમિયાન થયેલા અકસ્માતમાં 198 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત 3 મોટી દુર્ઘટનામાં 48 મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. 16 મેના રોજ યુપીના ઓરૈયામાં ટ્રક અકસ્માતમાં 24 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. 14 મેના રોજ મધ્યપ્રદેશના ગુનામાં ટ્રક-બસની ટક્કરમાં 8 કામદારોએ જીવ ગુમાવ્યો હતો. 14 મેના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેનની ઝપેટમાં આવી જવાના કારણે 16 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો