તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Calls Modi Government 'app Dependent', Says Those Who Don't Have Internet Also Suffer

મહામારી વચ્ચે ટ્વિટર વોર:રાહુલે મોદી સરકારને 'એપ નિર્ભર' જણાવીને કહ્યું- જેમના પાસે ઈન્ટરનેટ નથી એમને પણ કોરોના થાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી અત્યારે સોશિયલ મીડિયાનાં માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. - Divya Bhaskar
રાહુલ ગાંધી અત્યારે સોશિયલ મીડિયાનાં માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
  • ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા 60 કરોડની આસપાસ છે. જ્યારે કુલ વસ્તી આશરે 138 કરોડ છે.

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ફરીથી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મોદી સરકારને 'એપ નિર્ભર' જણાવી હતી. આની સાથે રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ અને કોવિન એપ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે પોસ્ટમાં લખ્યું હતું કે દુર્ભાગ્યથી કોરોના એમને પણ થાય છે, જેમના પાસે ઈન્ટરનેટની સુવિધા પણ નથી.

રાહુલે મોદી સરકાર પર તંજ કસ્યો
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે એપ નિર્ભર મોદીસરકાર માટે એક સંદેશ લાવ્યો છું, દુઃખની વાત તો એ છે કે ભારત દેશમી 50 ટકા વસ્તી પાસે ઈન્ટરનેટની સુવિધા નથી. તેવામાં કોરોનાનો ચેપ ઈન્ટરનેટનો વપરાશ ન કરતા હોય એવા લોકોને પણ લાગતો હોય છે. રાહુલે આરોગ્ય સેતુ અને કોવિન એપ પર પણ સવાલ ઉઠાવ્યો હતો. એણે લખ્યું હતું કે નહીં બચાવે, આરોગ્ય સેતુ અને NoWin એપ તેના કરતા વેક્સિનનાં 2 ડોઝ.

બંને એપ પર સવાલો ઉઠ્યાં
ગત વર્ષે મોદી સરકારે કોરોના સંક્રમિત દર્દીઓની જાણકારી આપવા માટે આરોગ્ય સેતુ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એપ્લિકેશને એવો દાવો કર્યો હતો કે કોરોના પોઝિટિવ દર્દી જો નજીક આવશે ત્યારે આ જાણકારી આપશે. આને બોડીગાર્ડ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે કોરોનાની બીજી લહેર ઝડપથી પ્રસરી રહી છે, ત્યારે આરોગ્ય સેતુ એપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

આરોગ્ય સેતુની સાથે સરકારે કોવિન એપ પણ લોન્ચ કરી હતી. જેના પર વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઘણા રાજ્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર વેક્સિન નથી લગાવવામાં આવી રહી.

દેશમાં લગભગ 50 ટકાથી વધુ લોકો પાસે ઈન્ટરનેટ નથી
મીડિયાનાં અહેવાલોનાં આધારે એક અનુમાનમાં જાણવમાં મળ્યું હતું કે ભારત દેશમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા 60 કરોડની આસપાસ છે. જ્યારે દેશીની કુલ વસ્તી આશરે 138 કરોડ જેટલી છે. વળીં, 18 વર્ષથી વધુ ઉંમરનાં 90 કરોડથી વધુ લોકો છે. આવામાં દેશની વસ્તીનો ઘણો મોટો ભાગ ઈન્ટરનેટનો વપરાશ કરી રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...