કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને ડરીને દયાની અરજી પણ કરી હતી. તેમણે ભારત જોડો યાત્રામાં સરકારી રેકોર્ડ બતાવીને દાવો કર્યો કે, વીર સાવરકરે અંગ્રેજોને લખેલો એક પત્ર પણ છે, જેમાં લખ્યું છે કે હું તમારો આજ્ઞાકારી સેવક બનીને રહેવા માંગુ છું. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. તેનાથી સાબિત થાય છે કે, તેમણે અંગ્રેજોની મદદ કરી હતી. આ અંગે ગાંધીજીએ કહ્યું હતું કે, મારા વિચાર પ્રમાણે, સાવરકરે ડરીને આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુ સાથે છેતરપિંડી કરી છે.
ભાજપની પ્રતિક્રિયા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકારને લાગે છે કે, આ યાત્રાથી દેશને નુકસાન થઈ રહ્યું છે, તો તેઓ તે રોકીને જોઈ લે. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભારતમાં છેલ્લા આઠ વર્ષથી ડરનો માહોલ છે. તેની વિરુદ્ધ લડવા માટે અમે યાત્રા શરૂ કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદનનો વિરોધ કરતા કહ્યું છે કે, તમારામાં હિંમત હોય તો ભારત જોડો યાત્રા રોકીને બતાવો.
સાવરકરના પૌત્રની રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ
વીર સાવરકરના પુત્ર રણજીત સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વીર સાવરકરનું અપમાન કર્યાનો કેસ કર્યો છે. તેમણે શિવાજી પાર્ક પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે, આ મુદ્દે મહારાષ્ટ્રના અધ્યક્ષ નાના પટોલે સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.