• Gujarati News
  • National
  • Rahul Arrives In Nepal For His Journalist Friend's Sumnima Udas Wedding,know Why She Is So Special Friend Is

રાહુલ ગાંધી અંગત વિદેશયાત્રાએ:મહિલા પત્રકાર મિત્રના લગ્નમાં નેપાળ પહોંચ્યા છે રાહુલ, સુમનિમાએ વિવાદાસ્પદ નેપાળ નક્શાના કર્યાં હતાં વખાણ

25 દિવસ પહેલા

કોંગ્રેસનેતા રાહુલ ગાંધી નેપાળના એક અંગત પ્રવાસે ગયા છે. માનવામાં આવે છે કે તેઓ તેમની એક નેપાળી ફ્રેન્ડ સુમનિમા ઉદાસના લગ્નમાં સામેલ થવા કાઠમંડુ પહોંચ્યા છે. આ દરમિયાન નેપાળ પ્રવાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં રાહુલ ગાંધી એક નાઈટ ક્લબમાં જોવા મળે છે. આ નાઈટ ક્લબ Lord of the Drinks છે. જોકે રાહુલ જે મહિલા મિત્રના લગ્નમાં કાઠમંડુ પહોંચ્યા છે તે સુમનિમા ઉદાસે એક સમયે નેપાળના વિવાદાસ્પદ નક્શાનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે આ ઘણા દશકા પહેલાં થઈ જવાની જરૂર હતી.

કાઠમંડુ પોસ્ટના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી સોમવારે સવારે કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા પછી તેમના ત્રણ મિત્રોની સાથે મેરિયોટ હોટલમાં રોકાયા છે. તેઓ અહીં તેમની નેપાળી ફ્રેન્ડ સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.

આ વિશે સુમિનામાના પિતા અને મ્યાનમારમાં નેપાળના રાજદૂત રહેલા ભીમ ઉદાસે કહ્યું હતું કે અમે રાહુલ ગાંધીને મારી દીકરીના લગ્નમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. સુમોનિમાના મંગળવારે લગ્ન થવાના છે અને 5 મેના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

સુમનિમાના લગ્ન નીમા માર્ટિન શેરપા સાથે થવાના છે. રિપોર્ટ પ્રમાણે ઘણી ભારતીય સેલિબ્રિટીઓ સુમનિમાના લગ્નમાં સામેલ થવા પહોંચ્યા છે.

કોણ છે સુમનિમા ઉદાસ?
સુમનિમા ઉદાસે અમેરિકાની Lee યુનિવર્સિટીમાંથી જર્નલિઝમ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી છે. તે સીએનએન ઈન્ટરનેશનલમાં રિપોર્ટર-એન્કર તરીકે પણ કામ કરી ચૂકી છે. તેણે રાજકીય, આર્થિક-સામાજિક, પર્યાવરણ અને ઘણા મુદ્દાઓ પણ રિપોર્ટિંગ કર્યું છે. દિલ્હી ગેંગરેપ કેસમાં પણ સુમોનિમાએ રિપોર્ટિંગ કર્યું હતું. સુમનિમાએ જર્નલિઝમ ક્ષેત્રે કામ કરીને ઘણા અવોર્ડ પણ જીત્યા છે. તેણે 2014માં જર્નલિસ્ટ ઓફ ધી યરનો અવોર્ડ પણ મેળવ્યો છે. આ સિવાય સુમનિમાને સીને ગોલ્ડન ઈગલ અવોર્ડથી પણ નવાજવામાં આવી છે. હાલ સુમનિમા લુંબિની મ્યુઝિયમ ઇનિશ્યેટિવની ફાઉન્ડર અને એક્ઝક્યુટિવ ડિરેક્ટર છે.

2 વર્ષ પહેલાં સુમનિમાએ નેપાળના વિવાદાસ્પદ નક્શાનાં કર્યાં હતાં વખાણ
સુમનિમાએ 2 વર્ષ પહેલાં મે 2020માં નેપાળના જાહેર કરાયેલા વિવાદાસ્પદ નક્શાનાં વખાણ કર્યાં હતાં. 22 મે 2020ના રોજ પોતાની એક પોસ્ટમાં સીએનએનના એક ન્યૂઝની લિંક શેર કરીને સુમનિમાએ લખ્યું હતું કે નેપાળે નવો નક્શો જાહેર કર્યો છે. આ દશકાઓ પહેલાં કરી દેવાની જરૂર હતી. સ્ટોરી માટે સુગમને થેન્ક્સ.

નેપાળે 2020માં વિવાદાસ્પદ નક્શો જાહેર કર્યો હતો, જેમાં ભારતીય જમીનનો અમુક હિસ્સો નેપાળમાં દર્શાવવામાં આવ્યો હતો. નેપાળ તરફથી રિસર્ચ આધારિત જાહેર કરવામાં આવેલા નક્શામાં ભારતની સીમા સાથે જોડાયેલા લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તાર પર નેપાળે દાવો કર્યો હતો. જ્યારે ભારતીય નક્શામાં આ વિસ્તારો ઉત્તરાખંડમાં આવે છે. ભારત માટે આ વિસ્તારો ઘણાં મહત્ત્વના છે અને તેથી ભારતે નેપાળના આ નક્શાનો વિરોધ પણ કર્યો હતો. ત્યાર પછી સપ્ટેમ્બર 2020માં ભારતના સખત વિરોધ પછી નેપાળ સરકારે વિવાદાસ્પદ નક્શાનું વિતરણ બંધ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...