તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Raphael Participated In The Parade For The First Time, With 56 Aircraft Showing Strength; Air Force Chief Says Amid High Tensions On Northern Border

એરફોર્સ ડેની પરેડ:રાફેલ પ્રથમ વખત પરેડમાં સામેલ થયું, 56 એરક્રાફટ્સે તાકાત દર્શાવી; વાયુસેનાના પ્રમુખે કહ્યું- ઉત્તરીય સીમા પર તણાવની વચ્ચે આપણા જવાનોએ જોરદાર જુસ્સો બતાવ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા

ઇન્ડિયન એરફોર્સ ડેની 88મી પરેડ ગુરુવારે ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ સ્થિત હિંડન એરબેઝ પર થઈ હતી. એમાં પ્રથમ વખત રાફેલ જેટ પણ સામેલ થયું હતું. રાફેલે હોકી મેદાન કરતા પણ નાના રેડિયસમાં ટર્ન કરીને 8નો આકાર બનાવ્યો.આ સેરેમનીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે, ચીફ ઓફ નેવલ સ્ટાફ કરમબીર સિંહ અને એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ભદૌરિયાએ કહ્યું હતું કે ઉત્તરીય સીમા પર હાલના વિવાદમાં આપણા એર વોરિયર્સે જોરદાર કામગીરી બતાવી છે. આપણે ઓછા સમયમાં લડાકુ અસેટ્સ તહેનાત કરી આર્મીની તમામ જરૂરિયાતોને સપોર્ટ આપ્યો.

બીજાં લડાકુ વિમાનોએ પણ કરતબ બતાવ્યાં

ભદૌરિયાએ કહ્યું હતું કે ભારતીય વાયુસેના ટ્રાન્સફોર્મેશનલ ફેરફારના સમયમાં છે. આપણે એક એવા સમયમાં જઈ રહ્યા છે, જેમાં નવેસરથી વાયુસેનાની તાકાતનો ઉપયોગ થશે અને ઈન્ટિગ્રેટેડ મલ્ટી-ડોમેન ઓપરેશન્સ ચલાવવામાં આવશે.

આ વર્ષ અસાધારણ છે. વિશ્વમાં કોરોના સંક્રમણની વચ્ચે આપણા દેશનો રિસપોન્સ મજબૂત રહ્યો. આપણા એર વોરિયર્સના સંકલ્પને જોતાં એ નક્કી થયું છે કે વાયુસેના હાલના સમયમાં પૂરી ક્ષમતાની સાથે કામ કરે છે. હું દેશને વિશ્વાસ અપાવવા માગું છું કે વાયુસેના દર વર્ષે દેશની સુરક્ષા માટે તૈયાર રહેશે.

પરેડમાં 56 એરક્રાફટ્સ સામેલ થયાં
ઈન્ડિયન એરફોર્સની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ થઈ હતી. આ કારણે દર વર્ષે 8 ઓક્ટોબરે એરફોર્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસે દેશના અલગ-અલગ ભાગમાં એરફોર્સ તરફથી ઘણાં કાર્યક્રમ અને પરેડનું આયોજન કરવામાં આવે છે. આ વખતે મુખ્ય પરેડમાં કુલ 56 એરક્રાફટ્સે ભાગ લીધો છે. ફ્લાઈ પાસ્ટમાં રાફેલ સિવાય, લાઈટ કોમ્બેટ એરક્રાફટ તેજસ, જગુઆર, મિગ-29, મિગ-21, સુખોઈ-30 પણ સામેલ થયાં હતાં.

ઈન્ડિયન એરફોર્સના જણાવ્યા મુજબ, રાફેલ 4.5 જનરેશનનું ફાઈટર જેટ છે. તેની વિશેષતાઓમાં ટ્વિન-એન્જિન ઓમ્નીરોલ, એર સુપ્રીમેસી, ઈન્ટરડિક્શન, એરિયલ રિકોનાઈસેન્સ, ગ્રાઉન્ડ સપોર્ટ, ઈન ડીપ સ્ટ્રાઈક, ઈન્ટીશિપ ન્યુક્લિયર ડિટરેન્સ સામેલ છે. એના દ્વારા ઘણા પ્રકારનાં હથિયારોથી દુશ્મનો પર હુમલો કરી શકાય છે.

અપડેટ્સ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાની માહિતી આપતો એક વિડિયો શેર કરીને જવાનોને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું છે, એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના દરેક વીર યોદ્ધાઓને ખૂબ શુભેચ્છા. તમે માત્ર દેશના આકાશને જ સુરક્ષિત રાખવાનું કામ નથી કરતા, પરંતુ મુશ્કેલીના સમયમાં માનવતાની સેવામાં પણ અગ્રણી ભૂમિકા નિભાવો છો. મા ભારતીની રક્ષા માટે તમારાં સાહસ, શૌર્ય અને સમર્પણ દરેક વ્યક્તિને પ્રેરિત કરે એવાં છે.
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું છે, અમને આપણા એર વોરિયર્સ અને તેમના પરિવારજનો પર ગર્વ છે. આપણા આકાશની સુરક્ષા રાખવા અને મુશ્કેલીના સમયમાં મદદ કરવા માટે દેશ વાયુસેનાનો ઋણી છે.

29 જુલાઈએ ભારત આવ્યાં હતાં 5 રાફેલ
2 એન્જિનવાળા રાફેલ ફાઈટર જેટમાં 2 પાયલટ બેસી શકે છે. આ જેટ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ વર્ષે 29 જુલાઈએ ફ્રાન્સથી 5 રાફેટ જેટ ભારત આવ્યાં હતાં. તેમને 10 સપ્ટેમ્બરે એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યાં છે. હજી ભારતને 36 રાફેલ વિમાન મળવાનાં છે. એમાંથી 18 અંબાલા અને 18 બંગાળના હાસીમારા એરબેઝ પર રાખવામાં આવશે. હાસીમારા એરબેઝ પર ચીન અને ભુતાન સીમા નજીક છે.

અન્ય સમાચારો પણ છે...