આ કેરી ખાસ છે:રેડિયેશન દ્વારા પ્રોસેસ્ડ કેરી US એક્સપોર્ટ થશે

રાવતભાટા (રાજસ્થાન)14 દિવસ પહેલાલેખક: દિલીપ વધવા
  • કૉપી લિંક

ભારતીય કેરીની દુનિયાભરમાં માગ છે. ખાસ કરીને અમેરિકામાં તો તેની ઉત્સુકતાથી રાહ જોવાયા છે. ગત બે વર્ષથી કોરોનાને કારણે ભારતમાંથી કેરીની આયાત બેન કરી દેવાઈ હતી. તાજેતરમાં અમેરિકાએ ફરીથી ઈમ્પોર્ટને મંજૂરી આપી હતી. રાજસ્થાનના રાવતભાટામાં બની રહેલા વિકિરણ સોર્સની મદદથી ફૂડ રેડિયેશન પ્રક્રિયાથી પસાર થયા બાદ આ કેરીને અમેરિકા મોકલાઈ રહી છે.

કોટાથી નજીક રાવતભાટામાં બોર્ડ ઓફ રેડિયેશન એન્ડ આઈસોટોપ ટેક્નોલોજી(બ્રિટ)ની કોબાલ્ટ ફેસિલિટીમાં કોબાલ્ટ 60 વિકિરણ કોર્સ બનાવે છે. આ કોર્સ ફૂડ રેડિયેશન માટે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટને ઉપલબ્ધ કરાવાય છે. ત્યાં ખાવાની વસ્તુઓ બેક્ટેરિયા, વાઈરસ અને ઇન્સેક્ટસ રહિત હોય છે. રાવતભાટાથી વિકિરણ કોર્સ ફૂડ પ્રોસેસિંગ દેશના ચાર મુખ્ય કેન્દ્રને ઉપલબ્ધ કરાવી દીધા છે. તેમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલગામ, વાપી, ગુજરાતના અમદાવાદ, કર્ણાટકની બેંગલુરુમાં સ્થિત કેન્દ્ર સામેલ છે. 2019માં અમેરિકાને 1095 ટન કેરીની નિકાસ કરાઈ હતી. તેને હવાઈ માર્ગે મોકલાય છે. આ વખતે 1100 ટન એટલે કે 39 કરોડની કેરી મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...