તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Questions Raised Over Uttarakhand's New CM's 6 year old Tweet That Ladakh And Pakistan occupied Areas Were Not On The Country's Map

ખોટા નક્શાને લઈને ફસાયા ધામી:ઉત્તરાખંડના નવા CMના 6 વર્ષ જૂનાં ટ્વીટ પર ઉઠ્યા સવાલો, દેશના નક્શામાં લદ્દાખ અને પાકિસ્તાનના કબજાવાળા વિસ્તાર ન હતા

25 દિવસ પહેલા
પુષ્કર સિંહ ધામી આજે સાંજે 5 વાગ્યે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના શપથ સમારંભ ગણતરીની કલાકો જ બાકી છે, પરંતુ તેની પહેલાં તેઓ વિવાદમાં આવી ગયા છે. મામલો તેમના 6 વર્ષ જૂનાં એક ટ્વીટ સાથે જોડાયેલો છે. ધામીએ 2015માં એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેઓએ અખંડ ભારતનો નક્શો શેર કર્યો હતો. પરંતુ આ નક્શામાં લદ્દાખ અને પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારનો ઉલ્લેખ ન હતો. ધામીના શપથ ગ્રહણ સમારંભ પહેલાં આ નક્શો ટ્વિટર યુઝર્સે શોધી કાઢ્યો છે.

ધામીએ 14 ઓગસ્ટ 2015નાં રોજ ભારતનો આ નક્શો શેર કર્યો હતો.
ધામીએ 14 ઓગસ્ટ 2015નાં રોજ ભારતનો આ નક્શો શેર કર્યો હતો.

ઉત્તરાખંડને મળશે સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી
પિથૌરાગઢમાં જન્મેલા 45 વર્ષના પુષ્કર સિંહ ધામી રાજ્યના સૌથી નાની ઉંમરના CM હશે. બે વખતના ધારાસભ્ય ધામી ક્યારેય ઉત્તરાખંડ સરકારમાં મંત્રી પણ નથી બન્યા, પરંતુ હવે સીધા જ મુખ્યમંત્રી પદની ખુરસી સંભાળશે. પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975નાં રોજ પિથૌરાગઢના ટુણ્ડી ગામમાં થયો હતો, તેમના પિતા સૈનિક હતા. ત્રણ બહેનો પછી ઘરનો એકમાત્ર દીકરો હોવાને કારણે પરિવારની જવાબદારી હંમેશા તેમના પર રહી હતી.

ખોટો નક્શો દેખાડવાને લઈને ટ્વિટર વિરૂદ્ધ કેસ થયો
ભારતના નક્શામાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને નહીં દેખાડવાને લઈને અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હાલમાં જ આ પ્રકારના મામલામાં ટ્વિટર વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. ટ્વિટરે પોતાની વેબસાઈટ પર દેખાડવામાં આવેલા નક્શામાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યા હતા.

જો કે વિવાદ વધ્યા બાદ ટ્વિટરે પોતાની ભૂલ સુધારી લીધી હતી. પરંતુ આ મામલામાં ટ્વિટર ઈન્ડિયાના MD મનીષ માહેશ્વરી વિરૂદ્ધ યુપીના બુલંદશહરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બજરંગ દળના એક નેતાની ફરિયાદ પછી પોલીસે આ કાર્યવાહી કરી હતી.

આ પહેલાં ફેબ્રુઆરીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની વેબસાઈટ પર દેશનો ખોટો નક્શો દેખાડવા પર સરકારે WHO પાસે જવાબ માગ્યો હતો. જાન્યુઆરીમાં BBCએ આવી જ ઘટનાને લઈને માફી માગી હતી અને પોતાની ભૂલ પણ સુધારી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...