• Gujarati News
  • National
  • Questions And Answers Regarding Blood Donation In Corona's Time Blood Donation Possible After Vaccination In US, India Has 14 Days Interval;

આજે વિશ્વ રક્તદાતા દિવસ:કોરોનાના સમયમાં રક્તદાન સંબંધિત સવાલજવાબ - USમાં વેક્સિનેશન બાદ રક્તદાન શક્ય, ભારતમાં 14 દિવસનું અંતર રખાયું છે

નવી દિલ્હી4 મહિનો પહેલા
ફાઇલ તસવીર

લોહી જીવન આપે છે. ખાસ વાત એ છે કે તમારું લોહી માત્ર તમારા માટે નહીં બીજા માટે પણ જીવનદાયી હોઈ શકે છે. આથી રક્તદાન જરૂરી છે. તજજ્ઞો કહે છે કે 18 વર્ષના સ્વસ્થ યુવાન જો તે ઉંમરથી દર 3 મહિને રક્તદાન શરૂ કરે તો 60 વર્ષ સુધી આમ કરતા તેઓ 30 ગેલન (લગભગ 116 લિટર) લોહી દાન આપી શકે. આટલા લોહીથી 500 લોકોનો જીવ બચાવી શકાય છે. 14 જૂને બ્લડ ડોનર ડે છે. કોરોનાના સમયમાં રક્તદાનની જરૂર છે અને તે સંબંધિત સવાલ-જવાબ જાણો...

ભાસ્કર એક્સપ્લેનર - કોરોનાકાળમાં રક્તદાન વધુ જરૂરી, તેનાથી પ્રતિરોધક ક્ષમતા નથી ઘટતી
પ્રશ્નઃ શું મહામારીમાં રક્તદાન કરી શકાય?
જવાબઃ હા, આ સમયે પણ સામાન્ય રક્તદાન કરી શકાય. ઊલટાનું અત્યારે લોકોને લોહીની વધુ જરૂર છે. કોરોનામાં સાવધાની રાખીને સ્વસ્થ લોકો રક્તદાન કરી જ શકે છે. રક્તદાનથી સંકર્મણ સામે પ્રતિરોધક ક્ષમતા ઘટતી નથી.

પ્રશ્નઃ વેક્સિન લગાવી હોય, તો રક્તદાન કરી શકાય?
જવાબઃ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યૂઝન કાઉન્સિલની ગાઈડલાઈન પ્રમાણે, એક ડોઝ લીધના 14 દિવસ પછી રક્તદાન કરી શકાય છે.

પ્રશ્નઃ કોરોના થયો હોય, તો ક્યારે રક્તદાન કરી શકાય?
જવાબઃ કોરોના થયો હોય તો 14 દિવસ રાહ જોવી પડે, પરંતુ સંક્રમણના કારણે હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હોય, તો ત્રણ મહિના સુધી રક્તદાન ના કરી શકાય.

પ્રશ્નઃ ફ્લૂના લક્ષણ હોય તો રક્તદાન કરી શકાય?
જવાબઃ જો તાવ ના હોય તો ઓછામાં ઓછા 24 કલાક પછી સંપૂર્ણ લક્ષણમુક્ત થયા પછી રક્તદાન કરી શકાય. જો તાવ હોય, તો ઓછામાં ઓછા 14 દિવસ રાહ જોવી હિતાવહ છે....અનુસંધાન પાના નં. 7

પ્રશ્નઃ શું રક્તદાતાની કોરોના તપાસ થાય છે?
જવાબઃ ના, અત્યાર સુધીના સંશોધનમાં એ‌વી પુષ્ટિ નથી થઈ કે લોહીથી સંક્રમણ ફેલાયું હોય.

પ્રશ્નઃ બ્લડ ગ્રૂપ કોરોના સંક્રમણનું જોખમ વધારે છે?
જવાબઃ કોઈ બ્લડ ગ્રૂપને કોરોના સાથે સંબંધ નથી. તેનાથી જોખમ ઓછું કે વધુ નથી હોતું.

પ્રશ્નઃ રસી પછી રક્તદાન માટે દરેક દેશમાં રાહ જોવી પડે?
જવાબઃ ના, અમેરિકામાં રસી લીધા પછી તુરંત જ રક્તદાન કરી શકાય છે. જોકે, શરત એ છે કે, લાઈવ વાઈરસ ટેક્નિકથી બનેલી રસી લીધી હોય. અમેરિકામાં અપાતી ત્રણેય રસી ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસન લાઈવ વાઈરસ વેક્સિન નથી. એટલે આડઅસર ના હોય તો તુરંત રક્તદાન કરી શકાય.

પ્રશ્નઃ આડઅસર હોય તો તે ખતમ થયા પછી રક્તદાન કરી શકાય.
જવાબઃ ભારતમાં આટલો ફર્ક કેમ? કેન્દ્રીય આરોગ્ય વિભાગના ડિરેક્ટર જનરલ પ્રો. સુનીલ કુમારના મતે, અહીં અમેરિકાની પદ્ધતિ ના અપનાવી શકાય. રસીની આડઅસરો અને સુરક્ષાને લગતા માપદંડો જોતા અહીં 14 દિવસનું અંતર રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...