• Gujarati News
  • National
  • Questioned For 8 Hours In The Office Of Young India Itself, The Office Was Checked For The Second Time

નેશનલ હેરાલ્ડ કેસમાં ખડગેની EDએ કરી પૂછપરછ:યંગ ઈન્ડિયાની ઓફિસમાં જ 8 કલાક સુધી સવાલ, ઓફિસની બીજી વખત તપાસ કરાઈ

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

EDએ ગુરુવારે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી. તપાસ એજન્સીએ તેમને યંગ ઈન્ડિયાની ઓફિસમાં પૂછપરછ કરી. પૂછપરછ બપોરે લગભગ 12:30 વાગ્યે શરૂ થઈ. આ દરમિયાન ઓફિસની તપાસ પણ કરવામાં આવી. બુધવારે પણ અહીં તલાશી લેવાઈ હતી.

ખડગે 8 કલાક પછી રાત્રે લગભગ 8:30 વાગ્યે ઓફિસની બહાર નીકળ્યા. EDના સમન પર રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ ગુરુવારે જ સવાલ ઉઠાવ્યા હતા. તેમને પૂછ્યું હતું કે સંસદની કાર્યવાહી દરમિયાન બોલાવવા યોગ્ય છે? આ અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જવાબ આપ્યો કે કોઈ ખોટું કામ કરશે તો એજન્સીઓ તો એક્શન લેશે જ ને. જે બાદ બંનેમાં ચર્ચા શરૂ થઈ ગઈ.

પૂછપરછ પછી દિલ્હીના નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગની બહાર નીકળતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે.
પૂછપરછ પછી દિલ્હીના નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગની બહાર નીકળતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે.

ગૃહમાં ખડગે VS પીયૂષ
મલ્લિકાર્જુન ખડગેઃ EDએ મને નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. તેઓ મને સંસદની કાર્યવાહી સમયે કઈ રીતે બોલાવી શકે છે? મને EDની સામે 12:30 વાગ્યે હાજર થવાનું કહ્યું છે. હું કાયદાનું પાલન કરવા માગુ છું, પરંતુ શું ગૃહની કાર્યવાહી દરમિયાન મને બોલાવવો યોગ્ય છે?

કાલે પોલીસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરોને ઘેરી લીધું હતું. શું આવા વાતાવરણમાં ડેમોક્રેસી બચશે? શું અમે બંધારણ મુજબ કામ કરી શકીશું? અમે આનાથી ડરીશું નહીં, અમે તેનો સામનો કરીશું.

પીયૂષ ગોયલઃ સરકાર ક્યારેય કોઈ એજન્સીના કામકાજમાં દરમિયાનગીરી નથી કરતી. બની શકે છે કે કોંગ્રેસના સમયમાં આવું થતું હશે, પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ ખોટું કામ કરશે તો એજન્સીઓ પોતાનું કામ કરશે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે યંગ ઈન્ડિયા કંપનીના સત્તાવાર પ્રતિનિધિ છે. EDએ કહ્યું કે સર્ચ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હાજરી ત્યાં જરૂરી છે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે યંગ ઈન્ડિયા કંપનીના સત્તાવાર પ્રતિનિધિ છે. EDએ કહ્યું કે સર્ચ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હાજરી ત્યાં જરૂરી છે.

બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત
સંસદના 14માં દિવસની કાર્યવાહી દરમિયાન બંને ગૃહમાં કોંગ્રેસે સરકાર વિરૂદ્ધ હોબાળો કર્યો. જેના કારણે બંને ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાયા છે. ગૃહમાં કોંગ્રેસ નેતાઓએ સરકાર પર તપાસ એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. મામલો નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી સાથે જોડાયેલો છે. ગઈકાલે જ EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં યંગ ઈન્ડિયાના દિલ્હી સ્થિત કાર્યાલયને સીલ મારી દીધું હતું.

પરિવહન મંત્રીએકારની સુરક્ષા પર વાત કરી
લોકસભા સ્થગિત થાય તે પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સડક તેમજ પરિવહન મંત્રાલય કારની પાછલી સીટ પર પણ એરબેગ્સ હોવા જોઈએ તેના પ્રયાસમાં છે, કે જેથી પાછળ બેઠેલા પેસેન્જર્સનો જીવ બચાવી શકાય. આ અંગે એક પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. હાલ કારની આગલી સીટ માટે જ એરબેગ્સ હોય છે.

સંસદની કાર્યવાહીના 14માં દિવસે ગૃહમાં બોલતા કેન્દ્રીય મંત્રી ગડકરી
સંસદની કાર્યવાહીના 14માં દિવસે ગૃહમાં બોલતા કેન્દ્રીય મંત્રી ગડકરી

નક્કી કરાયેલા સમયથી અડધી પણ નથી ચાલી ગૃહની કાર્યવાહી
અત્યાર સુધી 13 દિવસ સુધી ચાલેલા ગૃહની કાર્યવાહીમાં લોકસભા અને રાજ્યસભામાં 78-78 કલાક કાર્યવાહી થઈ હોત પરંતુ લોકસભામાં કુલ 33 અને રાજ્યસભામાં 26.6 કલાકની કાર્યવાહી થઈ. બાકીનો સમય હોબાળાને કારણે સ્થગિત રહી. લોકસભામાં પ્રશ્નકાળ 3.6 કલાક ચાલ્યો જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ 5 કલાક ચાલ્યો.

13માં દિવસે સેન્ટ્રલ યુનિવર્સિટી અને એન્ટી ડોપિંગ બિલ પાસ થયા
મોનસૂન સત્રના 13માં દિવસ સેન્ટ્રલ યુનિવર્સિટી (અમેડમેન્ટ) બિલ લોકસભામાં પાસ કરાયું. જેમાં જુદા જુદા રાજ્યોમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાની જોગવાઈ છે. તો ગૃહમાં સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2021 પાછું લઈ લીધું. જ્યારે રાજ્યસભામાં નેશનલ એન્ટી ડોપિંગ બિલને ધ્વનિમતથી પસાર કરાયો.

અન્ય સમાચારો પણ છે...