તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Question What Was Our Crime In The End ?; Shocking Incidents Of Terror Raining Down On Kashmiri Pandits

કાશ્મીરી પંડિતોના પુન:વસનની કવાયત વચ્ચે આઘાતજનક ઘટના:સવાલ- અંતે અમારો ગુનો શું હતો?; કાશ્મીરી પંડિતો પર વરસાવેલા આતંકની કાળજું કંપાવનારી ઘટનાઓ

જમ્મુ કાશ્મીર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1989-90માં કાશ્મીરમાં આતંકવાદ વધતાં કાશ્મીરી પંડિતોની હત્યાની ઘટનાઓ શરૂ થઈ હતી

નેવુંના દશકાની નિર્દયતા હોય કે 2 જૂન 2021ના રોજ થયેલી રાકેશ પંડિતની હત્યા, બધી જ ઘટનાઓ વારંવાર એક જ સવાલ કરે છે... અંતે અમારો ગુનો છું હતો? અંતે અમને કયા ગુનાની સાજા મળી. આ નિર્દયતા અને પીડા રાકેશ પંડિતના પરિવારને સતાવી રહી છે. પંડિતની હત્યાએ નેવુંના અને નાદિમર્ગના વર્ષો જૂના ઘાને ફરીથી તાજા કર્યા છે. મૃતકનાં પરિવારજનોની ખરાબ સ્થિતિ છે. રાકેશના મૃત્યુના વિલાપમાં લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે અંતે આતંકીઓએ રાકેશની હત્યા શા માટે કરી, તેણે કોઈનું શું બગાડ્યું હતું.

ઘાટીમાં પંડિતો પર ગુજારવામાં આવેલી નિર્દયતાની શરૂઆત 90ના દશકમાં થઈ હતી. 14 સપ્ટેમ્બર, 1989માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને જાનૈયા વકીલ, કાશ્મીરી પંડિત, તિલક લાલ તપ્લુની હત્યા જેકેએલએફે કરી હતી. ત્યાર બાદ જસ્ટિસ નીલ કાન્ત ગંજુની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ રીતે બધા જ મુખ્ય કાશ્મીરી નેતાઓને એક-એક કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. એક કાશ્મીરી પંડિત નર્સ, જે શ્રીનગરની એક હોસ્પિટલમાં તહેનાત હતી, તેના પર સામૂહિક બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

કાશ્મીરમાં 1989-90 આતંકવાદ ચરમસીમાએ આવતાં જ કાશ્મીરી પંડિતોની હત્યા શરૂ થઈ હતી. મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિત જીવ બચાવીને ખીણમાં નાસી છૂટ્યા હતા. તેમ છતાં પણ નાદિમર્ગમાં કાશ્મીરી પંડિતોના દસ જ પરિવાર રહ્યા. સમય વીતતો ગયો અને 23 માર્ચ, 2003ના રોજ ગામમાં દિવસે આતંકી દેખાયા હતા, જે બાબતે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જણાવવામાં આવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી જ ન હતી.

એ જ રાત્રે હથિયારો સાથે આતંકવાદીઓ ગામમાં ઘૂસ્યા હતા. ત્યાર બાદ આતંકીઓએ નિર્દયતાની તમામ હદો પાર કરી દીધી હતી. ગામના કાશ્મીરી પંડિતોને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા, જેમાં મહિલા, બાળકો અને પુરુષો પણ હતાં. જોતજોતાંમાં જ ગોળીઓ વરસાવવાની શરૂ થઈ ગઈ. ચારેબાજુ કાળજું કંપાવતી ચીસો પડી રહી હતી. થોડીવાર બાદ સૂમસામ છવાઈ ગયું. ચારેબાજુ માત્ર લાશો જ લાશો નજરે પડતી હતી. જાણે આખું ગામ સ્મશાન બની ગયું હતું.

કોઈની સામે પોતાના જ ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, તો કોઇની વહુ- દીકરીની આબરૂ લૂંટવામાં આવી. આતંક સામે અવાજ ઉઠાવવા પર આતંકીઓએ એક નર્સને આરીથી જીવતી જ ચીરી નાખી હતી. જાનથી મારવાની ધમકી આપ્યા બાદ ઘરમાં એક પીપમાં છુપાયેલા એક પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ત્યાર બાદ આતંકીઓએ તેમની પત્નીને લોહીમાં પલળેલા ચોખા પકાવીને ખવડાવ્યા. કાશ્મીર છોડીને ભાગી જવા માટે પંડિતોના ઘરની બહાર અને રસ્તાઓ પર પોસ્ટર લગાવવામાં આવ્યાં. 19 જાન્યુઆરી, 1990ના દિવસે શ્રીનગરમાં લાખો લોકોનું એક પ્રદર્શન કાઢવામાં આવ્યું. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા- આપણે શું આઝાદી જોઈએ છે, કાશ્મીરી પંડિતો ભાગી જાય છે.