• Gujarati News
  • National
  • Question From Delhi High Court On Woman's Husband's Application Why Didn't It Take Action On The Issue Of Fake Photo Going Viral?

હાથરસ કેસ:મહિલાના પતિની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો સવાલ - ફેક ફોટો વાઈરલ થવા મુદ્દે કાર્યવાહી કેમ ના કરી?

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાથરસ પીડિતાના નામે હાલમાં એક મૃત મહિલાની તસવીર વાઈરલ થઈ હતી

ઉત્તરપ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાના નામે અન્ય મૃત મહિલાની તસવીર વાઈરલ થઈ ગઈ હતી. આ મુદ્દે તે મહિલાના પતિએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજી પછી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગીને પૂછ્યું છે કે હાથરસ કેસમાં ફેક તસવીર વાઈરલ થવા મુદ્દે તમે કાર્યવાહી કેમ ના કરી?

જસ્ટિસ નવીન ચાવલાએ એ વાત પણ નોંધી કે અરજદારે ગઈ 17 ઓક્ટોબરે પણ કેન્દ્ર સરકારનું આ તરફ ધ્યાન દોર્યું હતું, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. કેન્દ્રના વકીલ અરોરાએ કહ્યું કે, હજુ સુધી અમારી પાસે વેબ પેજ કે યુઆરએલને લગતી પૂરતી જાણકારી નથી. અરજદારે હાલમાં જ પત્નીનું મૃત્યુનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ વગેરે પોલીસ ફરિયાદ કરીને રજૂ કર્યું છે. જોકે, અરજદારે આ દાવા ફગાવતા કહ્યું હતું કે, આ ફરિયાદ વખતે મેં ફોટો વાઈરલ કરનારા 200 વેબપેજની પણ માહિતી પણ આપી હતી, પરંતુ આ મુદ્દે ધ્યાન નહોતું અપાયું.

અન્ય સમાચારો પણ છે...