પ્રવેશની મંજૂરી:18 મહિના પછી 99 દેશોના યાત્રી માટે ક્વૉરેન્ટાઈન ફરજિયાત નહીં

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર્ટર્ડ વિમાનો બાદ કોમર્શિયલ વિમાનો પર પણ છૂટ લાગુ

ભારતે સોમવારે અમેરિકા, બ્રિટન, યુએઈ, કતાર, ફ્રાન્સ અને જર્મની સહિત 99 દેશોમાંથી સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવીને આવેલા યાત્રીઓને દેશમાં ક્વૉરેન્ટાઈન વિના પ્રવેશની મંજૂરી આપી દીધી છે. 18 મહિના બાદ ભારતે આ પ્રતિબંધ હટાવ્યો છે.

અગાઉ 15 ઓક્ટોબરે વિદેશી પ્રવાસીઓને ચાર્ટર્ડ વિમાનોથી ભારતમાં પ્રવેશની મંજૂરી અપાઈ હતી. હવે આ 99 દેશોમાંથી કોમર્શિયલ વિમાનોમાં આવનારા પ્રવાસીઓને પણ છૂટ મળી ગઈ છે. આ યાત્રીઓએ ભારત માટે રવાના થતાં પહેલાંના 72 કલાકમાં પ્રાપ્ત કરેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ઉપરાંત તેમનું વેક્સિનેશન સર્ટિફિકેટ પર એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવું પડશે.

પ્રતિબંધોમાં છૂટ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી માટે સારા સંકેત
આઈઆરસીટીસીના નિર્દેશક રજની હાસીજાએ કહ્યું કે પ્રતિબંધોમાં છૂટ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી માટે સારા સંકેત સમાન છે. જોકે તેમનું કહેવું છે કે ત્રીજી લહેરનો ખતરો સંપૂર્ણપણે દૂર થયો નથી.

અન્ય સમાચારો પણ છે...