• Gujarati News
  • National
  • Quarantine Done As Soon As It Reaches Mumbai Airport, New Guidelines Have Been Issued For Passengers Coming From Abroad

મિસ યુનિવર્સ 7 દિવસ માટે ક્વોરન્ટીન:મુંબઈ એરપોર્ટ પહોંચતાં જ આઇસોલેશનમાં હરનાઝ સંધુ, કોરોના તપાસ માટે સેમ્પલ મોકલ્યાં

એક મહિનો પહેલા

મિસ યુનિવર્સ હરનાઝ સંધુ વતન પરત આવી ગઈ છે, પરંતુ કોરોના મહામારી અને ઓમિક્રોન વેરિયન્ટના જોખમને કારણે હરનાઝ 7 દિવસ માટે ક્વોરન્ટીન થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે કોરોના ટેસ્ટ માટે તેનાં સેમ્પલ લઈ લીધાં છે. 8મા દિવસે રિપોર્ટ આવશે, ત્યાં સુધી તે 7 દિવસ પોતાને પણ સેલ્ફ મોનિટર કરશે. હરનાઝ સંધુ ગુરુવારે મુંબઈ પહોંચી છે. તેને એરપોર્ટથી જ 7 સ્ટાર હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવી છે.

હરનાઝના ભાઈ હરનૂરે જણાવ્યું હતું કે કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને બહેનને 7 દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવી છે. હમણાં હરનાઝનો ચંદીગઢ આવવાનો કોઈ કાર્યક્રમ નથી. 7 દિવસ ક્વોરન્ટીન રહ્યા પછી આગામી કાર્યક્રમ નક્કી કરાશે. નોંધનીય છે કે ઈઝરાયેલમાં થયેલી મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં મોહાલીની ખરડમાં રહેતી હરનાઝ સંધુ વિજેતા થઈ છે.

હરનાઝ સંધુના સ્વાગત માટે એરપોર્ટ પર ભીડ ભેગી થઈ.
હરનાઝ સંધુના સ્વાગત માટે એરપોર્ટ પર ભીડ ભેગી થઈ.

વિદેશ મંત્રાલયે જાહેર કરી છે નવી ગાઈડલાઈન્સ
મિસ યુનિવર્સ હરનાઝને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, ક્વોરન્ટીન કરવામાં આવી છે. સરકારે રાજ્યોની સાથે એરલાઈન્સ એડવાઈઝરી પણ જાહેર કરી હતી, જે અંતર્ગત જો વિદેશ યાત્રી સેલ્ફ ડિક્લેરેશનમાં ખોટી માહિતી આપશે તો એને ગુનો માનવામાં આવશે.
નવી એડવાઈઝરી પ્રમાણે, વિદેશથી આવનારા યાત્રીઓએ એર સુવિધા ઓનલાઈન પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. રિપોર્ટ વિશે શપથપત્ર આપવાનો રહેશે. જો આ શપથપત્ર ખોટો હશે તો ક્રિમિનલ પ્રોસિક્યુશન અંતર્ગત માનવામાં આવશે. રિપોર્ટ 72 કલાક કરતાં વધારે જૂનો ના હોવો જોઈએ. એ ઉપરાંત 14 દિવસની ટ્રાવેલ ડિટેલ્સ પણ આપવાની રહેશે.

એરલાઈન્સ માટે કડક નિયમ
એરલાઈન્સ માત્ર એવા યાત્રીઓને જ પ્રવેશ આપશે, જેમણે એર સુવિધા પોર્ટલ પર પોતાનો ડેટા અપલોડ કર્યો હશે. યાત્રીએ આરોગ્ય એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે. દરેક યાત્રીને દેશમાં પરત ફર્યા પછી 7 દિવસ સુધી હોમ આઈસોલેટમાં રહેવું પડશે અને 8મા દિવસે ફરી રિપોર્ટ કરાવીને સાત દિવસ પોતાને સેલ્ફ મોનિટર કરવું પડશે.
મિસ યુનિવર્સના કેસમાં એરલાઈન્સે આ જ નિયમોનું પાલન કર્યું છે અને હરનાઝ સંધુએ પણ સહયોગ આપ્યો છે. હવે મિસ યુનિવર્સ આજથી 7 દિવસ માટે ક્વોરન્ટીન છે. ત્યાર પછી જ આગામી કાર્યક્રમ નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...