રામચરિત માનસ પછી હવે બિહારમાં મનુસ્મૃતિને લઈ હોબાળો થયો છે. બિહારમાં શેખપુરામાં રહેતી યુવતી પ્રિયા દાસે મનુસ્મૃતિને સળગાવી ચૂલામાં મીટ પકાવ્યું. પછી તેનાથી સિગારેટ પણ સળગાવી. મનુસ્મૃતિ સળગાવતો પ્રિયા દાસનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને વિવાદ ઊંચકાયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયા મીટ પકાવી રહી છે. પહેલા તે મનુસ્મૃતિ બતાવે છે, જેની ઉપર બ્રહ્માનો ફોટો હોય છે. પછી કહે છે, આ બેકાર બુક છે. ત્યાર પછી લાકડાં સાથે મનુસ્મૃતિને પણ ચૂલામાં નાખતી જોવા મળે છે. આ દરમિયાન વચ્ચે-વચ્ચે સળગતી મનુસ્મૃતિથી સિગારેટ સળગાવી ધુમાડો ઉડાવતી જોવા મળે છે.
શિક્ષિકા બનવા ઈચ્છે છે પ્રિયા, RJD સાથે જોડાયેલી છે
મળતી માહિતી અનુસાર, પ્રિયા દાસ એક એક્ટિવિસ્ટ છે. શિક્ષક માટે ટ્રેનિંગ કરી રહી છે. પોલિટિકલ પણ એક્ટિવ છે. તે RJD મહિલા સેલની સચિવ પણ છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે તેમની તસવીર પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે.
પુસ્તક સળગાવી તેમાં મીટ પકાવવાનો તર્ક
વીડિયો વાઇરલ થયા પછી પ્રિયા દાસ પોતે કેમેરા સામે પણ આવી છે. તેમણે કહ્યું કે આ તો માત્ર એક્શન છે, કારણ કે તેનો પાયો પહેલાં બાબા સાહેબ આંબેડકર નાખી ચૂક્યા છે. હાલ તો મનુસ્મૃતિ સળગાવી ઢોંગ અને દંભ પર વાર કર્યો છે. તેને અસ્તિત્વહીન કરવાનો છે.
મનુસ્મૃતિ વિશે કહે છે કે આ એક બેકાર પુસ્તક છે, કારણ કે પુસ્તકનો ઉદ્દેશ્ય શિક્ષા આપવાનો હોય છે, જ્ઞાન આપવાનો હોય છે. આ પુસ્તક બાળકના જન્મ પહેલાં જ તેની જાતિ અને કામકાજ નક્કી કરે છે. આ પુસ્તક એક જાતિને ભગવાન સમાન ગણાવે છે. આ સમાજને જોડનાર નહીં પરંતુ તોડનાર પુસ્તક છે. સમાજમાં વિભાજન પેદા કરે છે. આ પુસ્તકમાં પુરુષને ભગવાન અને સ્ત્રીને ભોગની વસ્તુ કહેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.