• Gujarati News
  • National
  • Pushed At The Spot, The CM Apologized, Saying The Hole Is Small But The Heart Is Big

PMએ કહ્યું- ઈન્દોર દુનિયામાં લાજવાબ છે:ભારત સ્કીલ કેપિટલ છે, તે વિશ્વના વિકાસનું એન્જિન બની શકે તેમ છે

એક મહિનો પહેલા

ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનનો આજે બીજો દિવસ છે. ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોર મોડા પહોંચ્યા હતા. તેઓ સવારે 10 વાગ્યે પહોંચવાના હતા, પણ એક કલાક મોડા એટલે સવારે 11 વાગ્યે ઈન્દોર એરપોર્ટ પર ઊતર્યા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મંત્રી તુલસી સિલાવત, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પીએમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભારતને સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા ધરાવતો દેશ ગણાવ્યો હતો.

સંમેલન સ્થળ પર 2200ની ક્ષમતાના હોલમાં 3000થી વધારે લોકોનો ધસારો થતાં જગ્યા ટૂંકી પડી હતી અને આમંત્રિતોને બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. જોકે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ધક્કામુક્કી અંગે માફી માગતાં કહ્યું, જગ્યા ટૂંકી છે, પણ અમારું દિલ મોટું છે.

ભારતના યુવાનોમાં સ્કીલ્સ છે અને વેલ્યૂઝ પણ છે : PM

પીએમ મોદી આજે ​​બીજા દિવસે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વિશ્વ ભારતનું સાંભળે છે. ભારત પાસે સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા છે, એ વિશ્વના વિકાસનું એન્જિન બની શકે છે. આજે ભારતમાં સક્ષમ યુવાનો મોટી સંખ્યામાં છે. આપણા યુવાનોમાં સ્કીલ્સ પણ છે, વેલ્યૂઝ પણ છે. કામ કરવા માટે જુસ્સો અને પ્રમાણિકતા પણ છે.

પીએમએ કહ્યું કે ઈન્દોર દુનિયામાં લાજવાબ છે. લોકો કહે છે કે ઇન્દોર એક શહેર છે, પરંતુ હું કહું છું કે ઇન્દોર એક દૌર છે, જે સમય કરતાં આગળ ચાલે છે. આ વર્ષે ભારત વિશ્વના G-20 જૂથની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત આ જવાબદારીને એક મોટી તક તરીકે જોઈ રહ્યું છે. આ આપણા માટે વિશ્વને ભારત વિશે જણાવવાની તક છે. આપણે G-20ને માત્ર રાજદ્વારી કાર્યક્રમ નહીં, પરંતુ જનભાગીદારીનો કાર્યક્રમ બનાવવો પડશે.

વડાપ્રધાને ઇન્દોરમાં સંબોધન કર્યું હતું
વડાપ્રધાને ઇન્દોરમાં સંબોધન કર્યું હતું

જ્યારે મોદી બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના હોલમાં સ્ટેજ પર પહોંચ્યા ત્યારે હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, પ્રિયજનોને રૂબરૂ મળવાનો એક અલગ જ આનંદ અને મહત્વ છે. તેમણે એનઆરઆઈને કહ્યું કે એમપી પાસે મા નર્મદાનું જળ, જંગલ, આદિવાસી પરંપરા અને ઘણું બધું છે, જે તમારી મુલાકાતને અવિસ્મરણીય બનાવશે. ઉજ્જૈનમાં પણ ભવ્ય મહાકાલ લોકનો વિસ્તાર થયો છે. તમે બધા ત્યાં જાઓ અને મહાકાલના આશીર્વાદ લો.

શિવરાજસિંહે કહ્યું : ભારતમાં બે નરેન્દ્ર થયા છે

બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રાન્ડ હોલમાં મોદી સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઊઠ્યો હતો. સ્વાગત પ્રવચનમાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે વડાપ્રધાનના વિઝન અને માર્ગદર્શનથી આપણે લક્ષ્યોને હાંસલ કરવામાં સફળ રહીશું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આઝાદીના અમૃતમાં મને લાગે છે કે મધ્યપ્રદેશમાં અમૃત વરસી રહ્યું છે. આજે ભારત વિશ્વને શાંતિ અને પ્રેમનો સંદેશ આપી રહ્યું છે. CMએ કહ્યું- ભારતમાં બે નરેન્દ્ર થયા છે... 100 વર્ષ પહેલાં એક એવા નરેન્દ્ર સ્વામી વિવેકાનંદજી હતા, જેમણે ભારતને વિશ્વગુરુ કહ્યું હતું. આજે આ કામ બીજા નરેન્દ્રના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

સૂરીનામના રાષ્ટ્રપતિએ કહ્યું, અમારા દેશમાં અમે હિન્દી ભાષાની ટ્રેનિંગ પર કામ કરી રહ્યા છીએ

સૂરીનામનાં પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ પોતાના ભાષણની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વંદન કરીને કરી હતી. તેમણે કહ્યું, અમે અમારા દેશમાં હિન્દી ભાષા, સંસ્કૃતિ અને આયુર્વેદ પર તાલીમ કેન્દ્ર સ્થાપવા પર કામ કરી રહ્યા છીએ. અમે હિન્દી ભાષાની શાળાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ એક યાદગાર ક્ષણ છે.

ગુયાનાના રાષ્ટ્રપતિએ મોદીને કહ્યું, આપણે દૂર છીએ, પણ દિલ અને આત્મા જોડાયેલા છે

ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ કોરોના સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા ંપગલાંની પ્રશંસા કરી હતી. ખાસ કરીને રસીકરણ. તેમણે મોદીના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આના વિના કોઈ આગળ વધી શકે નહીં. મહાત્મા ગાંધીને યાદ કરીને તેમણે કહ્યું હતું કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અન્ય દેશો માટે પ્રેરણાદાયી છે. ભારત પ્રવાસીઓ માટે જે કાર્યક્રમો ચલાવી રહ્યું છે એમાંથી અમે ઘણું શીખી રહ્યા છીએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે આપણી વચ્ચે અંતર છે, પરંતુ દિલ અને આત્મા જોડાયેલા છે. અહીં ભારતીયો તરફથી મને જે પ્રેમ મળ્યો છે એના માટે હું આભારી છું.

પીએમ બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. અહીં ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી અને સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને આવકાર્યા હતા. PM સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન પર આધારિત ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કરશે.

બપોરે 1 વાગ્યે લંચ લેશે. લંચમાં 102 અતિથિ સામેલ થશે. એમાં ગુયાનાના રાષ્ટ્રપતિ સહિત 4, સૂરીનામના રાષ્ટ્રપતિ સહિત 5, ઓસ્ટ્રેલિયાના જેનેટા મસ્કેરેહેન્સ, પનામાના 3, મલેશિયાથી 2, મોરેશિયસથી 7, યુકેના મેયર ઓફ સાઉથ વોક સુનિલ ચોપરા, 24 પેનલિસ્ટ અને 27 પ્રવાસી ભારતીય સન્માનિતોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર, મનસુખ માંડવિયા, વી. મુરલીધરન, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, વિદેશસચિવ વિનય ક્વાત્રા સહિત 10 અને રાજ્યપાલ, મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ, ડીજીપી, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, ભાજપ પ્રદેશ પ્રમુખ વીડી શર્મા, સાંસદ શંકર લાલવાણી, એસીએસ મોહમ્મદ સુલેમાન અને ફ્રેન્ડ્સ ઓફ એમપીના બે પ્રતિનિધિ સામેલ થશે.

પ્રવાસી ભારતીય સંમેલનમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
પ્રવાસી ભારતીય સંમેલનમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
વડાપ્રધાનનું ઈન્દોર એરપોર્ટ પર સ્વાગત.
વડાપ્રધાનનું ઈન્દોર એરપોર્ટ પર સ્વાગત.
એક NRIની તબિયત લથડતાં સારવાર અપાઈ.
એક NRIની તબિયત લથડતાં સારવાર અપાઈ.
હોલમાં પ્રવેશ ન મળતાં NRI નારાજ થયા હતા.
હોલમાં પ્રવેશ ન મળતાં NRI નારાજ થયા હતા.
સંમેલન સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,
સંમેલન સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,

પ્રવાસી ભારતીય સંમેલનનો બીજો દિવસ, અપડેટ્સ...

  • સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ઊતર્યા હતા. ખરાબ હવામાનને કારણે તેઓ મોડા આવ્યા, તેઓ સવારે 10 વાગે આવવાના હતા. એરપોર્ટ પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મંત્રી તુલસી સિલાવત, મંત્રી ઉષા ઠાકુર, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પીએમનું સ્વાગત કર્યું હતું.
  • સવારે 10.15 વાગ્યે, મોરિશિયસના એક NRIની બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના હોલમાં તબિયત લથડી. કહેવાય છે કે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક મેડિકલ ફેસિલિટી પૂરી પાડવામાં આવી હતી.
  • સવારે 9.45 વાગ્યે હોલ ભરાઈ જતાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. હોલની ક્ષમતા 2200 લોકો બેસી શકે તેવી છે. 3000થી વધુ લોકો પહોંચ્યા હતા. કેટલાક NRI તો બળજબરીપૂર્વક ગેટ ખોલીને અંદર ઘૂસ્યા હતા. તેમને ફરીથી દરવાજા પર રોકવામાં આવ્યા. ધક્કામુક્કીમાં બે લોકો ઘાયલ થયા હતા. સ્પેનથી આવેલા જગદીશ ફોબયાનીએ કહ્યું કે સમય પહેલાં પહોંચી ગયા પછી પણ અમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. તેઓ કહે છે કે હોલ હાઉસફૂલ થઈ ગયો છે. નાઈજીરિયાથી આવેલા દેવેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે અમે 8.30 વાગ્યે પહોંચ્યા છતાં અંદર જવા ન દીધા. જો આમ જ ચાલશે તો અમે પાછા જતા રહીશું.

જેમને PMએ લંચ માટે આમંત્રણ આપ્યું તેમને અંદર જતા રોક્યા

બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના હોલમાં નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક પહેલાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘણા NRIને રજિસ્ટ્રેશન હોલમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા અને સ્ક્રીન પર જ કાર્યક્રમ જોવાનું કહેવામાં આવ્યું હતું. લંડનના ડેપ્યુટી મેયર (બિઝનેસ) રાજેશ અગ્રવાલ 9.45 વાગ્યે સ્થળ પર પહોંચ્યા હતા. અગ્રવાલને ઈવેન્ટના મુખ્ય સમારોહમાં જતાં રોકવામાં આવ્યા હતા. અગ્રવાલે લગભગ 15 મિનિટ સુધી અંદર જવા માટે માથાકૂટ કરી પણ તેમનો મેળ ન પડ્યો. બહારના કેટલાક મીડિયાકર્મીઓએ તેને ઓળખી લીધા અને સુરક્ષાકર્મીઓને કહ્યું. લાંબા સમય બાદ અંદરના અધિકારીઓને ફોન કરીને બહાર બોલાવવામાં આવ્યા હતા. અગ્રવાલ વિદેશ મંત્રાલય તરફથી મળેલું આમંત્રણ કાર્ડ પણ બતાવતા રહ્યા. બાદમાં તેને બીજા ગેટથી અંદર પ્રવેશ મળ્યો. ખાસ વાત એ છે કે અગ્રવાલનું નામ પણ ખાસ મહેમાનોની યાદીમાં છે, જેમને વડાપ્રધાને લંચ માટે આમંત્રણ આપ્યું છે.

મોરિશિયસના એનઆરઆઈની તબિયત બગડી

પ્રવાસી ભારતીય સંમેલનમાં મોરિશિયસથી આવેલા એનઆરઆઈની તબિયત રવિવારે રાત્રે પણ બગડી હતી. કહેવાય છે કે તેઓ વિજયનગર વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. તેમને તરત જ ભંડારી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ હવે વેન્ટિલેટર પર છે. ડો.વિનોદ ભંડારીના જણાવ્યા મુજબ તેઓ હાઈપરટેન્શન અને ડાયાબિટીસના દર્દી છે. રાત્રે તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું હતું, જ્યારે શુગરલેવલ પણ 500 સુધી પહોંચી ગયું હતું. તેમણે રાત્રે નિયમિત દવાઓ લીધી ન હતી, જેને કારણે તેની તબિયત લથડી હતી. હોસ્પિટલના ડાયરેક્ટર ડો.મોહિત ભંડારીના નેતૃત્વમાં ચાર વરિષ્ઠ ડોક્ટરની ટીમ તેની સારવારમાં લાગેલી છે.

એક દિવસ પહેલાં પીએમએ ઇન્દોર આવવા વિશે ટ્વિટ કર્યું હતું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટ્વીટ કરીને લખ્યું- 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય સંમેલન નિમિત્તે વાયબ્રન્ટ સિટી ઈન્દોરમાં છે. આપણા વિદેશી ભારતીયો સાથે જોડાણ ગાઢ બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. તેણે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...