પંજાબી સિંગર અને એક્ટર હરભજન માને શુક્રવારે ખેડૂત આંદોલન માટે સપોર્ટ કરવાનો એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. હરભજનને રાજ્ય સરકારે શિરોમણી પંજાબી એવોર્ડ માટે પસંદ કર્યો હતો. પંજાબી ભાષા વિભાગ તરફથી ગુરૂવારે આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 18 કેટેગરીઝમાં સાહિત્ય રત્ન અને શિરોમણી એવોર્ડ એનાયત થશે.
સોશિયલ મીડિયા પર લખી સપોર્ટની વાત
હરભજને સોશિયલ મીડિયા પર પોસ્ટ થકી પોતાની વાત રાખી છે. તેઓએ લખ્યું કે- આજે હું જે સ્થાને પહોંચ્યો છું, તે ખેડૂતો, માતૃભાષા પંજાબી અને તમામ પંજાબીઓને કારણે છું. ખેડૂતોના મુશ્કેલ સમય દરમિયાન, હું અને મારો પરિવાર વિનમ્રતા અને સન્માનની સાથે ભાષા વિભાગને શિરોમણી પંજાબી એવોર્ડ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. જો કે હું વિભાગનો આભારી છું. લોકોનો પ્રેમ મારા કેરિયરનું સૌથી મોટું ઈનામ છે, અને હાલ આપણે બધાં જ ધ્યાન અને પ્રયાસ શાંતિપૂર્ણ ખેડૂતોના વિરોધ માટે સમર્પિત હોવા જોઈએ.
ખેડૂત માટે જાહેર કર્યું હતું ગીત
લગભગ એક મહિના પહેલાં હરભજન માને એક ગીત "અન્નદાતા ખેત સાડી માં, ખેત સાડી પગ" ગીત બહાર પાડ્યું હતું. આ ઉપરાંત કંવર ગ્રેવાલ, સિદ્ધુ મૂસેવાલા, બબલૂ માન અને હર્ફ ચીમા સહિત અનેક પંજાબી ગાયકો અને અભિનેતાઓએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.