• Gujarati News
  • National
  • Punjabi Actor Deep Sidhu Killed, Accident On KMP Expressway Near Indus Border; The January 26 Violence Came Under Discussion

પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું મોત:સિંધુ બોર્ડર નજીક KMP એક્સપ્રેસવે પર અકસ્માતમાં મોત, 26 જાન્યુઆરીની હિંસા દરમિયાન ચર્ચામાં આવ્યો હતો

6 મહિનો પહેલા
કુંડલી માનેસર, એટલે કે કેએમપી એક્સપ્રેસ-વે નજીક અકસ્માતમાં મોત (ફાઈલ) - Divya Bhaskar
કુંડલી માનેસર, એટલે કે કેએમપી એક્સપ્રેસ-વે નજીક અકસ્માતમાં મોત (ફાઈલ)

પંજાબના જાણીતા એક્ટર દીપ સિદ્ધૂનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. આ દુર્ઘટના કુંડલી માનેસર એટલે કે કેએમપી એક્સપ્રેસ-વેની નજીક થયો છે. દીપ સિદ્ધૂ પોતાના સાથીઓની સાથે દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યો હતો.

દીપ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. લાલ કિલ્લામાં થયેલી હિંસાને લઈને પણ તેને આરોપી બનાવવામાં આવ્યો હતો. આ કેસમાં દીપ સિદ્ધુની ધરપકડ પણ થઈ હતી. તો પંજાબ ચૂંટણીમાં સિદ્ધુ અમરગઢથી શિરોમણી અકાલી દળ અમૃતસરના ચીફ સિમરનજીત સિંહ માનનો પ્રચાર પણ કરતો હતો.

ખેડૂત આંદોલન દરમિયાન લાલકિલ્લા પર થયેલા પ્રદર્શન દરમિયાન દીપ સિદ્ધૂ (ફાઈલ ફોટો)
ખેડૂત આંદોલન દરમિયાન લાલકિલ્લા પર થયેલા પ્રદર્શન દરમિયાન દીપ સિદ્ધૂ (ફાઈલ ફોટો)

અચાનક ટ્રક જોયો અને ગાડીને ટર્ન માર્યો, પણ મોતથી ન બચી શક્યો પોલીસની પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો કે સ્કોર્પિયો ચલાવતા સમયે અચાનક જ દીપ સિદ્ધૂને ત્યાં ઊભેલી ટ્રક દેખાઈ. તેને ગાડીને ટર્ન મારવાનો પ્રયાસ કર્યો કે જેથી ટ્રક સાથે ન અથડાઈ પરંતુ તેમની ગાડી ડ્રાઈવર સાઈડથી જ ટ્રકમાં ઘુસી ગઈ. દીપ સિદ્ધૂ પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો તેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તેની મહિલા મિત્ર રીના ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠી હતી. સ્કોર્પિયો ગાડીની તે સાઈડ ટ્રક સાથે ન અથડાઈ, તેથી તેને વધુ ઈજા થઈ ન હતી.

સિદ્ધૂની સાથે સ્કોર્પિયોમાં અમેરિકી મહિલા મિત્ર પણ હતી, જેનું નામ રીના છે.
સિદ્ધૂની સાથે સ્કોર્પિયોમાં અમેરિકી મહિલા મિત્ર પણ હતી, જેનું નામ રીના છે.

અમેરિકી મહિલા મિત્રને સામાન્ય ઈજા થઈ
દીપ સિદ્ધની સ્કોર્પિયો (PB10GK 7047) કુંડલી માનેસર હાઈવ પર ઊભેવલી ટ્રક સાથે અથડાઈ. જે બાદ દીપ સિદ્ધૂનું મોત નિપજ્યું. જે સમયે દુર્ઘટના થઈ, ત્યારે દીપ સિદ્ધૂ પોતે જ ગાડી ચલાવતો હતો. તેમની સાથે તેની એક મહિલા મિત્ર પણ હતી. મહિલા મિત્રનું નામ રીના છે અને તે અમેરિકાની રહેવાસી છે. જેને સારવાર માટે સોનીપતની ખરખોંદા હોસ્પિટલમાં લઈ જવાઈ છે, જ્યાં તેની સ્થિતિ સ્ટેબલ જણાવવામાં આવી રહી છે.

ખેડૂત આંદોલન દરમિયાન દીપ સિદ્ધૂ (ફાઈલ ફોટો)
ખેડૂત આંદોલન દરમિયાન દીપ સિદ્ધૂ (ફાઈલ ફોટો)

મોડલિંગથી કરી હતી કરિયરની શરૂઆત
પંજાબના મુક્તસર જિલ્લામાં એપ્રિલ 1984માં જન્મેલા દીપ સિદ્ધૂએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. દીપે લૉનો અભ્યાસ પણ કર્યો હતો. તો કિંગફિશર મોડલ હંટનો વિજેતા પણ રહ્યો. મિસ્ટર ઈન્ડિયા કોન્ટેસ્ટમાં મિસ્ટર પર્સનાલિટીનો ખિતાબ પણ જીત્યો હતો. વર્ષ 2015માં તેની પહેલી પંજાબી ફિલ્મ 'રમતા જોગી' રિલીઝ થઈ હતી. જો કે દીપ 2018માં આવેલી ફિલ્મ 'જોરા દાસ નંબરિયા'થી જાણીતો થયો, જેમાં તેની ભૂમિકા એક ગેંગસ્ટરની હતી.

PM મોદી અને અભિનેતા સન્ની દેઓલની સાથે દીપ સિદ્ધૂ
PM મોદી અને અભિનેતા સન્ની દેઓલની સાથે દીપ સિદ્ધૂ

અંગ્રેજીમાં વાત કરવાને લઈને આવ્યો હતો ચર્ચામાં
દીપ સિદ્ધૂને કિસાન સંગઠનોના મુખ્ય નેતાઓએ દિલ્હી બોર્ડર પર બોલવાની તક આપી ન હતી. દીપ સિદ્ધૂ સોશિયલ મીડિયાથી આ ખેડૂત નેતાઓના વિચારો પર સવાલ ઉઠાવતો હતો. કિસાન આંદોલન દરમિયાન તે ચર્ચા ત્યારે આવ્યો જ્યારે એક પોલીસ અધિકારી સાથે અંગ્રેજીમાં ચર્ચા કરી રહ્યો હતો. તેનો આ વીડિયોને ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું, 'ગરીબ ભૂમિહીન કિસાન, જેના માટે લોકો રડી રહ્યાં છે.' જે બાદ દીપ સિદ્ધૂની ઘણી જ ચર્ચા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...