• Home
  • National
  • Punjab: Raised funds and brought sanitizer masks, sealed the village itself

કોરોનાવાઈરસ / પંજાબમાં ફંડ એકઠું કરી સેનિટાઈઝર-માસ્ક લાવ્યા, જાતે ગામ સીલ કર્યુ

ગામ લોકો પહેરો ભરી રહ્યા છે.
ગામ લોકો પહેરો ભરી રહ્યા છે.
X
ગામ લોકો પહેરો ભરી રહ્યા છે.ગામ લોકો પહેરો ભરી રહ્યા છે.

  • પંજાબમાં કોરોનાના કેસ વધ્યા તો નાભાના ગ્રામીણોએ પહેલ શરૂ કરી

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:33 AM IST

નાભા: પંજાબમાં નાભા જિલ્લાનું અગેતા ગામ. અહીંની વસતી આશરે 750 છે. ફક્ત 10 લોકો શિક્ષિત છે. એવામાં કોરોના વાઈરસના ખતરાને સમજી ગામના લોકોએ ગામને બચાવવાનો સંકલ્પ કર્યો. કોરોનાના ખતરા વચ્ચે જ્યાં લોકો માનવતા ભૂલી નિયમનો ભંગ કરી રહ્યા છે, એવામાં અગેતા ગામના લોકો ફંડ એકઠું કરી સેનિટાઈઝર અને માસ્ક ખરીદી લાવ્યા છે. તેમણે ગામની દરેક શેરી, મંદિર, ગુરુદ્વારામાં સેનિટાઈઝરનો છંટકાવ કર્યો. બીજી બાજુ લોકોને માસ્ક પણ વહેંચ્યા હતા. 
દવા લેવા જ નીકળી શકાય છે; જરૂરી વસ્તુઓ, રોકડ જેવી સેવાઓ ગામમાં જ
બ્લોક પ્રધાન હરવિંદર સિંહે જણાવ્યું કે ગામના માર્ગો પર બેરિકેડ્સ લગાવ્યાં છે. લોકો પર નજર રખાઈ રહી છે. લોકો દવા લેવા બહાર જઈ શકે છે પણ તેમણે એક રજિસ્ટરમાં આવવા-જવાનો સમય નોંધવો પડે છે. જરૂરી વસ્તુઓ અને રોકડ ગામમાં ઉપલબ્ધ કરાવાય છે. 
3 નાકા પર ગ્રામીણ શિફ્ટમાં પહેરો ભરે છે 
ગામમાં સંબંધીઓના આવવા પર પ્રતિબંધ છે. ઈમરજન્સીમાં કોઈ આવે તો તેણે સેનિટાઈઝેશનની પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. ગામના ત્રણ પબ્લિક નાકા પર ગામના લોકો શિફ્ટ મુજબ પહેરો આપે છે. ગામની બહાર મજૂરી કરવા જતા લોકોને ખાવાનું અને દવાઓ ગામમાં જ ઉપલબ્ધ કરાવાય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી