• Gujarati News
  • National
  • Punjab Haryana High Court Validates Marriage Of 15 Year Old Muslim Girl; SC Granted Stay

મુસ્લિમ છોકરીના લગ્ન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 15 વર્ષની મુસ્લિમ છોકરીના લગ્નને માન્ય ગણાવ્યા; SCએ સ્ટે આપ્યો

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

15 વર્ષથી વધું ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદગી મુજબ લગ્ન કરી શકે છે કે નહીં, તે મામલે સુપ્રામ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદા સામે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સની અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સિંગલ બેન્ચે જૂન 2022માં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. ચુકાદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ યુવતી પોતાની મરજીથી લગ્ન કરવા માટે મુક્ત છે. કોર્ટે તેની પાછળ ઈસ્લામિક કાયદાનો ઉલ્લેખ કર્યો હતો.

SCએ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂક્યો
SCએ આગળના આદેશો સુધી હાઇકોર્ટના ચુકાદા પર પણ સ્ટે મૂકી દીધો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે અમે તમામ મામલાને ટેગ કરીશું અને આ મામલાને ત્રણ અઠવાડિયા પછી લિસ્ટ કરીશું. નવેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને આવા જ એક કેસમાં નોટિસ પાઠવી હતી.

દલીલ- બાળ લગ્ન કાયદાનું ઉલ્લંઘન
ચાઈલ્ડ કમિશને કહ્યું છે કે હાઈકોર્ટનો ચુકાદો બાળ લગ્નને મંજૂરી આપે છે અને તે બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006નું ઉલ્લંઘન છે. અરજીમાં જણાવ્યું હતું કાયદાની જોગવાઈઓ બિનસાંપ્રદાયિક છે અને તમામ ધર્મોને લાગુ પડે છે. POCSO કાયદા હેઠળ શારીરિક સંબંધ બાંધવા માટે ઉંમર 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો નિર્ણય પોક્સો એક્ટની વિરુદ્ધ છે.

કમિશન વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે છોકરીઓના લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરમાં કરવામાં આવે છે. શું તે પર્સનલ બોર્ડની આડમાં ગેરકાયદેસર કામ કરવામાં આવી શકે છે? POCSO એક્ટને ધ્યાનમાં રાખીને સગીરાનાં લગ્ન કેવી રીતે ન્યાયી ઠેરવી શકાય છે?

હાઈકોર્ટે કહ્યું હતુ- દરેક નાગરિકને જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવાનો અધિકાર
એક પ્રેમી યુગલે 8 જૂન 2022ના રોજ મુસ્લિમ રિવાજોથી નિકાહ કર્યા હતા. આ પછી પ્રેમી યુગલ સુરક્ષાની માંગણી સાથે હાઈકોર્ટ પહોંચ્યું હતું અને પરિવાર તરફથી પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતુ. આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે મુસ્લિમોના લગ્ન મુસ્લિમ પર્સનલ લો હેઠળ થાય છે. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ યૌન પરિપક્વતા પ્રાપ્ત કરે છે તો તે લગ્ન માટે લાયક હોવાનું માનવામાં આવે છે. જો મુસ્લિમ છોકરો કે છોકરી યુવાન થઈ જાય છે, તો તે પાતાની મરજીથી કોઈની પણ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. આવી સ્થિતિમાં માતાપિતા કોઈ દખલગીરી કરી શકતા નથી. વધુમાં, એવો ખુલાસો છે કે જો પુરાવા ઉપલબ્ધ ન હોય તો, 15 વર્ષની ઉંમરને લગ્નયોગ્ય ગણાય છે. હાઈકોર્ટે કહ્યું કે દેશના દરેક નાગરિકને જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવાનો અધિકાર છે.

અન્ય સમાચારો પણ છે...