• Gujarati News
  • National
  • Punjab Congress State President Navjot Sidhu Coronation In Congress Bhawan Chandigarh

સિદ્ધુ પંજાબ કોંગ્રેસના 'કેપ્ટન' બન્યા:અમરિંદર બોલ્યા- સિદ્ધુનો જન્મ થયો ત્યારે હું બોર્ડર પર તહેનાત હતો; નવજોતે કહ્યું- હું જાડી ચામડીનો મને કોઈ ફર્ક નથી પડતો

4 મહિનો પહેલા

પંજાબ કોંગ્રેસ ભવનમાં સિદ્ધુએ ફરી એક વખત પોતાના તેવર દેખાડ્યા. જ્યારે તેઓ ભાષણ આપવા માટે ઊભા થયા તો ભગવાનને યાદ કર્યા, ક્રિકેટ શોટ મારવાની એક્શન પણ કરી. પોતાની જમણી બાજુ બેઠેલા કેપ્ટન અને હરીશ રાવતને ઈગ્નોર કરતા તેઓ આગળ વધ્યા અને પૂર્વ મુખ્યમંત્રી રજિંદર કૌર ભટ્ઠલ અને લાલ સિંહના પગે લાગીને આશીર્વાદ લીધા. જે બાદ તેઓ ભાષણ આપવા માટે ઊભા થયા. સિદ્ધુએ કહ્યું- મારું દિલ મારો જ વિરોધ કરે તેવું નથી, તે મને વધુ મજબૂત બનાવશે. હું જાડી ચામડીનો છું. મને કોઈ કંઈ પણ કહે મને કોઈ જ ફર્ક પડવાનો નથી.

15 ઓગસ્ટે કોંગ્રેસ ભવનમાં લાગશે બિસ્તરો
સિદ્ધુએ પોતાના ભાષણમાં વિરોધીઓને ઘણાં પડકાર્યા. તેઓએ કહ્યું- આજે કોંગ્રેસના તમામ કાર્યકર્તા મંત્રી બની ગયા કેમકે કાર્યકર્તાઓના સહયોગ વગર કોઈ જ પાર્ટી રાજનીતિમાં ટકી નથી શકતી. આ વચ્ચે સિદ્ધુએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જેમના મતથી સરકાર બને છે, આજે તેઓ રસ્તા પર ભટકી રહ્યાં છે. સિદ્ધુની આ વાત કિસાનોને લઈને હતી. 15 ઓગસ્ટથી સિદ્ધુનો બિસ્તરો કોંગ્રેસ ભવનમાં લાગશે. મંત્રીઓને અપીલ છે કે તેઓ મને મળવા આવે, પંજાબ મોડલને આગળ લઈ જઈને દિલ્હી મડોલ ફેલ કરવાનું છે.

હાલ સૌથી મોટો મુદ્દો એ છે કે આપણાં ખેડૂતો દિલ્હીમાં બેઠા ચે. હું ખેડૂતોને મળવા માગુ છું. આ ઉપરાંત ETT ટીચર રસ્તા પર છે. ડોકટર હડતાળ પર છે. કંડક્ટર, ડ્રાઈવર ધરણાં પર છે. આ તમામની સમસ્યાનો ઉકેલ લાવવાના છે. તેના માટે તેમની સમસ્યા સાંભળવી પડશે. હું બધાંની વચ્ચે જઈશે, વાત કરીશ અને તેઓને સંભવિત કોઈ પણ રીતે આપણી સાથે લાવીશ.

કેપ્ટને કહ્યું- સિદ્ધુના પિતા મને રાજકારણમાં લાવ્યા હતા
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મંચ પરથી સિદ્ધુના પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનવાના સમારંભમાં સુનીલ જાખડની પ્રશંસાના પુલ બાંધ્યા. કેપ્ટને કહ્યું કે જાખડે પંજાબ કોંગ્રેસ માટે ઘણું બધું કર્યું. તેમના યોગદાનને ભૂલી ન શકાય. જે બાદ સિદ્ધુ અને પોતાના કનેક્શન પર બોલ્યા. કહ્યું - જ્યારે સિદ્ધુ જન્મ્યા હશે ત્યારથી તેમના પરિવારને ઓળખું છું. સિદ્ધુનો જન્મ 1963માં થયો હતો અને આ સમય જ હતો જ્યારે હું ચીનની બોર્ડર શિફ્ટ થયો હતો. કેપ્ટને કહ્યું કે મારી માતાજીએ સિદ્ધુના પિતાની સાથે પણ કામ કર્યું છે. સિદ્ધુના પિતા ત્યારે પટિયાલાના પ્રધાન હતા. જે બાદ મારી માતાજી 1967માં લોકસભામાં આવ્યા.

તો જ્યારે હું 1970માં સેના છોડીને આવ્યો ત્યારે માતાજીએ કહ્યું કે રાજકારણમાં આવો. પરંતુ હું જરાય રાજનીતિ જાણતો ન હતો. ત્યારે માતાજીએ કહ્યું- સિદ્ધુના પિતા સરદાર ભગવંત સિંહ બધું જ શીખવી દેશે. જે બાદ મારી સિદ્ધુના પિતા સાથે અનેક બેઠક થઈ, કેટલીક મારા તો કેટલીક સિદ્ધુના ઘરે. સિદ્ધુના પિતા પટિયાલા કોંગ્રેસના મંત્રી રહ્યાં. જે બાદ એક સમયે સરદાર ભગવંત સિંહ મને રાજકારણમાં લઈ આવ્યા. કેપ્ટને સિદ્ધુને લઈને વધુમાં કહ્યું કે જ્યારે હું તેમના ઘરે જતો હતો ત્યારે સિદ્ધુ 6 વર્ષના હશે, અને તેઓ આમતેમ ભાગતા ફરતા હતા.

પોતાના ભાષણમાં કેપ્ટને સિદ્ધુને કહ્યું કે પંજાબની તમામ બોર્ડર પાકિસ્તાન સાથે લાગેલી છે અને આપણે ઘણું જ સાવધ રહેવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટી એક જમાત છે જે દેશની આઝાદી માટે લડતી રહી. હવે આપણે આપણી ફરજ અને આપણી ડ્યૂટી કરવાની છે. જે બાદ તેઓ બોલ્યા- સોનિયાજીએ મને કહ્યું હતું કે હવે નવજોત પંજાબના અધ્યક્ષ હશે અને તમે બંને મળીને કામ કરશો તો મેં કહ્યું હતું તમારો જે નિર્ણય હશે, તે અમને મંજૂર હશે.

પંજાબ ભવનમાં સિદ્ધુએ નજર ફેરવી લીધી હતી
અંતે 126 દિવસ પછી કેપ્ટન અને સિદ્ધુની મુલાકાત થઈ જ ગઈ. પંજાબ ભવનમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ સિદ્ધુએ કેપ્ટનને જોઈને પહેલા તો નજર ફેરવી લીધી અને આગળ ચાલવા લાગ્યા. પંજાબ પ્રભારી હરીશ રાવતે સિદ્ધુને બૂમ પાડીને પરત બોલાવ્યા અને અમરિંદર સિંહ સાથે મુલાકાત કરાવી. કેપ્ટને સિદ્ધુને બાજુમાં આવીને બેસવા કહ્યું તો તેઓ કોંગ્રેસ ભવનના કાર્યક્રમમાં મોડું થતું હોવાની વાત કરવા લાગ્યા. ઘણીવાર કહ્યા પછી સિદ્ધુ તેમની બાજુમાં આવીને બેઠા. આ પહેલાં સિદ્ધુ 18 માર્ચે કેપ્ટન તેમના સિસવા ફાર્મ હાઉસ પર તેમને મળ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે અંદાજે 40 મિનિટ સુધી વાત થઈ હતી.

સતત ટ્વીટ કરીને પંજાબ સરકારનો વિરોધ કરતા સિદ્ધુથી કેપ્ટન અમરિંદર નારાજ હતા. તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા પછી કેપ્ટને ખુલાસો કર્યો હતો કે જ્યાં સુધી સિદ્ધુ તેમની માફી નહીં માગે ત્યાં સુધી તેઓ તેમની સાથે મુલાકાત નહીં કરે,. પરંતુ પંજાબ ભવનમાં બંનેની મુલાકાત થઈ, જ્યારે સિદ્ધુએ જાહેરમાં અત્યારસુધી કેપ્ટનની માફી માગી નથી. કાર્યક્રમમાં દરેક લોકો કેપ્ટનને પગે લાગ્યા હતા, પરંતુ સિદ્ધુ તેમને પગે નહોતા લાગ્યા.

કોંગ્રેસ ભવનમાં ડાબી બાજુથી હરીશ રાવત, કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધુ.
કોંગ્રેસ ભવનમાં ડાબી બાજુથી હરીશ રાવત, કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધુ.

બાજુબાજુમાં બેઠા, એકબીજાને ત્રાસી નજરે જોયા, પરંતુ વાત ના કરી
પંજાબ ભવનથી કોંગ્રેસ ભવન પહોંચેલા કેપ્ટન સ્ટેજ પર નવજોત સિંહ સિદ્ધુની બાજુની જ સીટ પર બેઠેલા હતા. અહીં મંચ પર પૂર્વ પ્રદેશ મંત્રી સુનીલ જાખડ, પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત, પૂર્વ મુખ્યમંત્રી રાજિંદર કૌર ભટ્ટલ, કેપ્ટનની પત્ની પરનીત કૌર પણ હાજર રહ્યાં હતાં. સિદ્ધુ અને કેપ્ટન એક સાથે બાજુબાજુમાં બેઠા હતા, પરંતુ વાતચીત નહોતી કરી. સિદ્ધુની તાજપોશી કાર્યક્રમ પછી કેપ્ટન ફિરોઝપુર જિલ્લાના કસ્બા જીરા જશે. અહીં તેઓ મોગામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને મળશે.

ગુરુવારે ચંદીગઢ જવાનું હતું, છેલ્લી ઘડીએ કાર્યક્રમ બદલ્યો
તાજપોશી માટે સિદ્ધુ ચંદીગઢ પહોંચ્યા હતા. તેમનો પરિવાર પણ તેમની સાથે આવ્યો છે. સિદ્ધુ અને તેમનો પરિવાર પટિયાલાવાળા ઘરેથી ચંદીગઢ આવ્યા હતા. ગુરુવારે તેમની હોલી સિટી આવેલા તેમના ઘરેથી સિદ્ધુએ શહેરના મોટા બે નેતાઓ સાથે મુલાકાત કરી અને ત્યાર પછી પટિયાલા માટે રવાના થયા હતા. ત્યારે સિદ્ધુને ચંદીગઢ જવાનુ હતું, પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમ બદલવામાં આવ્યો હતો.

સિદ્ધુની તાજપોશીના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ.
સિદ્ધુની તાજપોશીના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ.

આ નેતાઓને બોલાવવામાં આવ્યા
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સમારોહમાં સામેલ થવા માટે સિદ્ધુનું આમંત્રણ સ્વીકારી લીધું છે. સમારોહમાં સામેલ થવા માટે કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવત ચંદીગઢ પહોંચ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુ્ડ્ડા, કુમારી સૈજલા, હિમાચલથી કુલદીપ સિંહ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

સખત સુરક્ષા વ્યવસ્થા
પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના પદ પર નવજોત સિદ્ધુની તાજપોશી કાર્યક્રમમાં સામેલ થવા માટે કોંગ્રેસના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, નેતા અને તાર્યકર્તા ચંદીગઢ પહોંચી રહ્યા છે. આ સંજોગોમાં મહેમાનોને કોઈ તકલીફ ના થાય એ માટે ચંદીગઢ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ ભવનની આસપાસ સખત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. SSP કુલદીપ સિંહ ચહલ એ સ્થળ પર હાજર રહેશે. વાતાવરણને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થા.
કડક સુરક્ષા વ્યવસ્થા.

સિદ્ધુ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી પર્સનલી નહીં મળું
CMOનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના સિનિયર નેતાઓની બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે સિદ્ધુ માફી નહીં માગે ત્યાં સુધી પર્સનલી સિદ્ધુ સાથે મુલાકાત નહીં કરે. તાજપોશી પાર્ટીનો કાર્યક્રમ છે અને હું કોંગ્રેસી છું એટલે આ કાર્યક્રમમાં ભાગ લઈશ. આ જોઈને અંદાજ લગાવવમાં આવતો હતો કે કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે છેડાયેલો જંગ જલદી પૂરી થવાની શક્યતા ઓછી છે, કેપ્ટન માફી મગાવવાની જીદ પર અડેલા છે. નોંધનીય છે કે ગુરુવારે નવા કાર્યકારી અધ્યક્ષ કુલજિત નાગરા અને સંગત સિંહ ગિલજિયાએ કેપ્ટનને મળીને તેમને કાર્યક્રમનું ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. આ પત્ર પર ચારેય કાર્યકારી અધ્યક્ષ સિવાય નવજોત સિંહ સિદ્ધુના પણ હસ્તાક્ષર હતા.

કેપ્ટન અમરિંદરને આમંત્રણ આપતા કુલજિત નાગરા.
કેપ્ટન અમરિંદરને આમંત્રણ આપતા કુલજિત નાગરા.
અન્ય સમાચારો પણ છે...