• Gujarati News
  • National
  • Punjab Congress In charge Harish Rawat Said Discussion Will Be Held Regarding The Expansion Of The Organization, Venugopal Will Also Be Present

નવજોત સિદ્ધુને દિલ્હીથી તેડું:પંજાબ કોંગ્રેસના ઈન્ચાર્જ હરીશ રાવતે કહ્યું- સંગઠનના વિસ્તરણને લઈને થશે ચર્ચા, વેણુગોપાલ પણ રહેશે હાજર

જલંધર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબ કોંગ્રેસમાં સંગઠનના વિસ્તરણને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે નવજોતસિંહ સિદ્ધુને દિલ્હી બોલાવ્યા છે. સિદ્ધુને 14 ઓક્ટોબરે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સાથે પંજાબ કોંગ્રેસના ઈન્ચાર્જ હરીશ રાવત અને કેસી વેણુગોપાલ મીટિંગ કરશે. આ મીટિંગ પંજાબ કોંગ્રેસ કમિટીના સંગટનના વિસ્તરણને લઈને થશે. રાવતે પોતે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.

સ્પષ્ટ છે કે હવે કોંગ્રેસ હાઈકમાન્ડ ચૂંટણી પર ફોકસ કરી રહ્યું છે. જેને લઈને હવે સિદ્ધુને સ્પષ્ટ ઈન્સ્ટ્રક્શન આપવામાં આવી શકે છે. તો હજુ સુધી સંગઠનનું વિસ્તરણ ન થવાને લઈને સિદ્ધુ પાસે જવાબ પણ માગવામાં આવી શકે છે.

પંજાબમાં જાન્યુઆરી 2020થી કોંગ્રેસ સંગઠન નિષ્ક્રિય છે
પંજાબમાં કોંગ્રેસના સંગઠનની દ્રષ્ટીએ ઘણી જ ખરાબ સ્થિતિમાં છે. જાન્યુઆરી 2020માં કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબમાં તમામ એકમોને ભંગ કરી દીધી હતી. જો કે સુનિલ જાખડને અધ્યક્ષપદે સંભાળી રાખવાનું કહ્યું હતું. પરંતુ પંજાબમાં કોંગ્રેસની અંદર જોવા મળતા કલેશને કારણે જાખડને હટાવીને સિદ્ધુને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સિદ્ધુએ જુલાઈમાં જ પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું.

સંગઠન બનાવવાની જગ્યાએ સરકારમાં રસ દાખવ્યો સિદ્ધુએ, પછી આપ્યું રાજીનામું
પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને નવેસરથી કોંગ્રેસનું સંગઠન ઊભું કરવાનું હતું. તે પહેલા જ સિદ્ધુએ સંગઠન છોડીને સરકાર સાથે ટકરાવ વધાર્યો હતો. પહેલા કેપ્ટન અમરિંદર સિંહ સાથે વાંધો પછી ચરણજીત ચન્ની CM બન્યા તો DGP અને એડવોકેટ જનરલની નિમણૂંકને લઈને મોરચો ખોલ્યો. આ ટકરાવ એટલો વધી ગયો કે સિદ્ધુએ અંતે રાજીનામું પણ આપી દીધું.

સિદ્ધુની સાથે નવા નિમાયેલા જનરલ સેક્રેટરી યોગેન્દ્રપાલ ઢીંગરા અને કેશિયર ગુલઝાર ઈંદર ચહલે પણ રાજીનામું આપી દીધું. પંજાબમાં સંગઠનના નામે હવે 4 વર્કિંગ મંત્રી અને એક મહાસચિવ પરગટ સિંહ વધ્યા છે. તેમાં પણ વર્કિંગ મંત્રી સંગતસિંહ ગિલજિયાં અને પરગટ મંત્રી બની ગયા છે.

બેડ લગાડવાની વાત કરી હતી, કલેશ પછી કોંગ્રેસ ભવન ન ગયા
કેપ્ટન અમરિંદર સિંહના વિરોધ છતાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે સિદ્ધુને બેસાડવામાં આવ્યા ત્યારે તેઓ જોશમાં હતા. તેઓએ કહ્યું કે હવે સિદ્ધુ ચંડીગઢ સ્થિત કોંગ્રેસ ભવનમાં બેડ લગાવશે. જો કે એવું ન થયું. કેપ્ટન અમરિંદરની વિદાય પછી તેમના નવા CM ચરણજીત ચન્ની સાથે પણ સંબંધ બગડ્યા. ત્યારથી સિદ્ધુ કોંગ્રેસ ભવન નથી ગયા. હાલમાં જ લખીમપુર ખીરીની ઘટનાને લઈને રોષ માર્ચ કાઢી ત્યારે પણ સિદ્ધુએ તૈયારીઓ માટેની મીટિંગ પણ પંજાબ ભવનમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...