તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Punjab Chief Minister Amarinder Meets AICC 3 Member Cometee In Delhi Congress Rahul Gandhi Navjot Singh Sidhu

દિલ્હી પહોંચ્યો પંજાબ કોંગ્રેસનો વિવાદ:કોંગ્રેસ કમિટી સામે રજૂ થશે કેપ્ટન અમરિંદર, મીટિંગ પછી સોનિયા ગાંધીને મળે એવી શક્યતા

3 મહિનો પહેલા

પંજાબ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મંગળવારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના 3 સભ્યની પેનલ સામે રજૂ થવાના છે. ત્યાર પછી કેપ્ટન કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરે એવી શક્યતા છે.

પેનલની અધ્યક્ષતા લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કરશે. એમાં હરીશ રાવત અને જેપી અગ્રવાલ પણ સામેલ રહેશે. અમરિંદર સોમવારે જ દિલ્હી પહોંચી ગયા છે. એમાં પંજાબમાં જૂથવાદ વિશે કોંગ્રેસની એક પેનલ તેમનો રિપોર્ટ 10 જૂને સોનિયા ગાંધીને આપી ચૂક્યા છે.

પંજાબ કોંગ્રેસમાં વિવાદનાં 3 કારણ
1) કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે સતત નિવેદનબાજી થઈ રહી છે.
2) બે ધારાસભ્યોના દીકરાને નોકરી આપતાં વિવાદ વધ્યો.
3) સિદ્ધુનાં નિવેદનો પછી વિરોઝ ગ્રપુના નેતા એક્ટિવ થઈ ગયા.

10 મંત્રી અને 12 ધારાસભ્યની કમિટીને મળશે
અમરિંદર સિવાય કોંગ્રેસ કમિટીથી સુનીલ જાખડ, 10 મંત્રી અને 12 ધારાસભ્યની મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેપ્ટન અમરિંદર ખડગે પેનલ અને રાહુલ ગાંધીને નવજોત સિદ્ધુના નિવેદનબાજીનો રિપોર્ટ આપીને કાર્યવાહીની માગણી કરશે. આ દરમિયાન પાર્ટીના રાજ્ય પ્રભારી હરીશ રાવતે નવજોત સિદ્ધુના નિવેદનબાજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે પાર્ટી આ વિશે નોટિસ આપશે. આ પહેલાં સોમવારે પંજાબના ધારાસભ્ય રાજકુરમા વેરકા, સાંસદ ઔજલા અને કુલજિત નાગરાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

સિદ્ધુ સતત કેપ્ટન વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે
નવજોત સિદ્ધુ દ્વારા એકવાર ફરી મુખ્યમંત્રીનો વિરોધ કર્યા પછી મંગળવારે થનારી બેઠકનું મહત્ત્વ વધી ગયું છે. સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા શો-પીસ નથી. આ પહેલાં સિદ્ધુએ કહ્યું હતું કે વારંવાર કહેવા છતાં પણ સરકારે કડક પગલાં ના લેતાં તેમને સિસ્ટમમાંથી હટાવવા પડ્યા. કેપ્ટન વિરુદ્ધ સિદ્ધુ સતત નિવેદનબાજી કરતા રહ્યા છે. બંને નેતા પહેલા પેનલ સામે તેમની વાત રજૂ કરશે. ત્યાર પછી સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને મળશે. બંનેને સામસામે બેસાડીને વિવાદ સમાપ્ત કરવાના પ્રયત્ન કરવામાં આવશે.

રાહુલ ગાંધી સાથે પંજાબના આ નેતાઓ પણ મુલાકાત કરશે
રાહુલ સાથે મંગળવારે મુલાકાત કરનારમાં કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, સુખબિંદર સરકારિયા, સુખજિંદર સિંહ રંધાવા, ચરણજિત ચન્ની, ભારત ભૂષણ આશુ, રઝિયા સુલતાના, સાધુ સિંહ ધર્મસોત સામેલ છે. આ સિવાય પરગટ સિંહ, કીકી ઢિલ્લો, સંગત ગિલજિયાં, નવતેજ ચીમા, કુલબીર સિંહ જીરાની પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત થવાની છે.

જાખડ સાથે મુલાકાત કરશે રાહુલ ગાંધી
PPCCના અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું હતું કે રાહુલ ગાંધી સાથે મીટિંગનો મેસેજ આવ્યો છે. મીટિંગનો ઉદ્દેશ હાલની રાજકીય સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી સિનિયર નેતાઓ વચ્ચે મતભેદો વધી રહ્યા છે. આ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે, તેથી રાહુલ ગાંધીએ મીટિંગ માટે બોલાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...