તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત પ્રદર્શન:ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું- ખેડૂતો પોતાના પ્રદર્શનને નક્કી કરાયેલી જગ્યાએ શિફ્ટ કરે, બીજા દિવસે જ સરકાર તમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર

નવી દિલ્હી8 મહિનો પહેલા

કૃષિ બિલોને લઈને પંજાબ અને હરિયાણાના ખેડૂતોના પ્રદર્શનનો શનિવારે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારત સરકાર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. શાહે કહ્યું કે ખેડૂતો 3 ડિસેમ્બર પહેલા વાતચીત કરવા માટે ઈચ્છે તે તો તેઓને વિશ્વાસ અપાવું છું કે તેઓ પોતાના પ્રદર્શનને નક્કી કરેલા સ્થળે શિફટ કરી લે. ત્યાર પછીના બીજા દિવસે જ સરકાર તમારી સમસ્યા પર સમાધાન કરવા માટે વાતચીત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ વિધેયકોને લઈ પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શનિવારે કહ્યું હતું કે અમે ખેડૂત યૂનિયનોને 3 ડિસેમ્બરે મળવા માટે આમંત્રણ આપ્યું છે. આશા છે કે તે ત્રણેય મળવા આવશે.

ખેડૂત નેતાએ કહ્યું- શાહ શરત વગર વાત કરે તો વધુ યોગ્ય
ભારતીય કિસાન યુનિયન પંજાબના અધ્યક્ષ જગજીત સિંહે કહ્યું છે કે અમિત શાહજીએ બેઠક માટે શરત મુકી છે. આ યોગ્ય વાત નથી. તેમને ખુલ્લા મને શરત વગર વાતચીતની ઓફર કરવી જોઈતી હતી. અમે આવતી કાલે (રવિવાર)એ સવારે બેઠક યોજી અમારું વલણ સ્પષ્ટ કરશું

આ અગાઉ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતોને ગૃહમંત્રી અમિત શાહની અપીલ માનવા કહ્યું હતું. કેપ્ટને ખેડૂતોને અન્યત્ર શિફ્ટ થવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તેનાથી જલ્દી વાતચીત શરૂ થઈ શકશે અને સમસ્યાનું સમાધાન થઈ શકશે.

ખટ્ટરે કહ્યું- આંદોલનમાં ખાલિસ્તાન કનેક્શનનું ઈનપુટ
બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોની હાજરીનો દાવો કર્યો છે. ખટ્ટરે શનિવારે કહ્યું હતું કે ભીડમાં ઉપદ્રવીઓ સામેલ હોવાના ઈનપુટ મળ્યા છે. જ્યારે પુરતા પુરાવા મળશે ત્યારે તેનો ખુલાસો કરીશું.

દિલ્હીની સરહદે ખેડૂતોના ધામા
આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે પણ દિલ્હી સરહદ (સિંધુ અને ટીકરી) પર ધામા નાખ્યા છે. સિંધુ પર શુક્રવારે થયેલા સંઘર્ષ પછી ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રીની પરવાનગી સરકારે આપી દીધી છે. દિલ્હી સરકારે કહ્યું હતું કે ખેડૂતો બુરાડી કે નિરંકારી ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરી શકે છે. પરંતુ ખેડૂતોએ દિલ્હીમાં એન્ટ્રીનો ઈનકાર કરી દીધો છે.

ઉત્તર પ્રદેશથી પણ ખેડૂતો રવાના
ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતીય કિસાન યૂનિયન(BKU) ના કાર્યકર્તાઓ સાથે ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ વિચારોની લડાઈ છે. આ વખતે સમસ્યાનું સમાધાન જોઈએ.

અન્ય સમાચારો પણ છે...