• Gujarati News
  • National
  • Punishment For Not Updating Case Diary In Nevada; Police Association Said FIR Should Be Filed

પોલીસે જ પોલીસને લોકઅપમાં પૂર્યા!:બિહારની ઘટના, કેસ ડાયરી અપડેટ ન કરવા બદલ સજા; પોલીસ યુનિયને કહ્યું- FIR થવી જોઈએ

25 દિવસ પહેલા

બિહારના નવાડામાં SP નગર પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. કેસ ડાયરી અપડેટ કરવામાં બેદરકારી સામે આવી તો તેમણે 5 પોલીસકર્મીઓને લોકઅપમાં બંધ કરી દીધા. લોકઅપમાં બંધ પોલીસકર્મીઓનો CCTV વીડિયો સામે આવ્યો છે.

પાંચેય કર્મી લગભગ 40 મિનિટ સુધી લોકઅપમાં બંધ હતા. ઘટના સામે આવતા પોલીસ એસોસિયેશન સરકાર પાસે SP ડૉ.ગૌરવ મંગલા પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.

SP પર આરોપ છે કે, 8 સપ્ટેમ્બરની રાત્રે તેમણે નગર પોલીસ સ્ટેશનના ASI શત્રુઘ્ન પાસવાન, ASI સંતોષ પાસવાન, SI રામરેખા સિંહ, ASI રામેશ્વર ઉરાંવ સહિત કુલ પાંચ અધિકારીઓને લોકઅપમાં બંધ કરી દીધા. SP ડૉ.ગૌરવ મંગલાએ આરોપોને ફગાવી દીધા. પોલીસ ઈન્સ્પેક્ટર વિજયકુમાર સિંહે પણ આવી કોઈ ઘટના થઈ હોવાનો ઈન્કાર કર્યો છે.

વીડિયોમાં કસ્ટડીમાં પાંચ પોલીસકર્મીઓ જોવા મળે છે.
વીડિયોમાં કસ્ટડીમાં પાંચ પોલીસકર્મીઓ જોવા મળે છે.

પોલીસ એસોસિયેશનનું કહેવું છે કે એસપી 8 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 9 વાગે નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કેસની સમીક્ષા દરમિયાન કેટલાક અધિકારીઓની બેદરકારી સામે આવી, પછી તેઓને લોકઅપમાં બંધ કરી દીધા. ઘટના બિહાર પોલીસ એસોસિયેશનના પ્રમુખ મૃત્યુંજયકુમાર સિંહ સુધી પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો.

આ પોલીસ સ્ટેશનના લોકઅપમાં પોલીસકર્મીઓને બંધ કરવામાં આવ્યા હતા
આ પોલીસ સ્ટેશનના લોકઅપમાં પોલીસકર્મીઓને બંધ કરવામાં આવ્યા હતા

જ્યારે એસપી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફોન ઉપાડ્યો ન હતો. આ પછી 10 સપ્ટેમ્બરે તેમણે સમગ્ર મામલાની તપાસ કરવાની માગ કરી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

પોલીસ એસોસિયેશનના પ્રમુખ મૃત્યુંજયકુમાર સિંહ.
પોલીસ એસોસિયેશનના પ્રમુખ મૃત્યુંજયકુમાર સિંહ.

પોલીસ એસોસિયેશનના પ્રમુખ મૃત્યુંજયકુમાર સિંહે કહ્યું કે, આનાથી પોલીસ અધિકારીઓનું મનોબળ તૂટી જાય છે. આ મામલે ન્યાયિક તપાસ કર્યા બાદ FIR થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...