• Gujarati News
  • National
  • Pune Pimpri Chinchwad Road Accident Video; Boy And Girls Killed As Bike Car Collides

એક્સિડન્ટનો વીડિયો:મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 120ની સ્પીડથી દોડતી બાઈક કારથી અથડાઈને હવામાં ઉડી, 2ના મોત

2 મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં પિંપરી ચિંચવડના આકુર્ડીમાં રવિવારે એક એક્સિડન્ટમાં બાઈક પર જતા છોકરા-છોકરીનું મોત થયું છે. અહીં એક સ્પીડમાં આવતી સ્પોર્ટસ બાઈક રસ્તામાં એક કારને અથડાઈ હતી. સોમવારે આ એક્સિડન્ટનો ખૂબ ડરાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. તેમાં કારને અથડાયા પછી બાઈક સવાર છોકરો અને છોકરી હવામાં ઉડતા દેખાય છે. એક્સિડન્ટ પછી રસ્તા પર પહેલી બાઈકમાં આગ લાગી ગઈ હતી.

આ ઘટનામાં 25 વર્ષના આર્યન પરમાર અને 21 વર્ષની શ્વેતા ગજભિયેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. શ્વેતા અને આર્યન બંને KTM સ્પોર્ટ્સ બાઈકથી આકુર્ડી વિસ્તારથી પસાર થતાં હતા ત્યારે જ આ એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ વખતે બાઈકની સ્પીડ અંદાજે 120 કિમી પ્રતિ કલાકની હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ થયેલો આ એક્સિડન્ટ હાઈ-વે પાસે આવેલી એક દુકાનમાં લગાવાવમાં આવેલા સીસીટીવીમાં કેદ થયો છે.

બાઈક હવામાં ઉછળી અને તેના પર બેઠેલા બંને ડિવાઈડર સાથે અથડાયા
આકુર્ડી પોલીસના જણાવ્યા પ્રમાણે, કારના પાછળના ભાગથી અથડાયા પછી બાઈક હવામાં ઘણાં ફૂટ ઉંચી ઉછળી હતી અને તેના પર બેઠેલા શ્વેતા અને આર્યન ડિવાઈડર સાથે અથડાયા હતા. ડિવાઈડરને અથડાતા બંનેના માથામાં ઈજા થઈ હતી અને બંનેના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. તેમની બાઈક રસ્તા પર ઘસડાતાં બાજુમાં જતી સ્કૂટીને પણ અથડાઈ હતી અને તેના પર જતી બે છોકરીઓ પણ પજી હતી. સ્થાનિક લોકોએ બંને છોકરીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી.

બાઈક સળગવા લાગ્યુ
બાઈક પડતાં જ તેમાંથી પેટ્રોલ લીક થવા લાગ્યું અને તેના કારણે થોડી જ સેકન્ડોમાં આખા બાઈકમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડી પહોંચે તે પહેલાં જ બાઈક સળગીને ખાક થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...