• Home
  • National
  • Pune MIDC Chemical Factory Fire Accident Today Latest News And Updates, Fire Tenders Were Rushed To The Spot

પૂણેમાં દુર્ઘટના / કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ,5 કિમી સુધી અવાજ સંભળાયો; ફાયરકર્મીની 6 ગાડીઓ ઘટના પર હાજર

X

  • શહેરના દૌંડમાં કુરકુંભ એમઆઈડીસી વિસ્તારમાં આવેલી છે આ કેમિકલ ફેક્ટરી
  • બ્લાસ્ટ વખતે ફેક્ટરીમાં કેટલા લોકો હતા, તે હજુ સ્પષ્ટ થયું નથી

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 03:49 PM IST

પૂણે. દૌંડ વિસ્તારના કુરકુંભ એમઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં શુક્રવારે ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનો અવાજ લગભગ 5 કિલોમીટરના સુધી  સંભળાયો હતો. વિસ્ફોટ બાદ લાગેલી આગે ફેક્ટરીના એક હિસ્સાને પોતાના સંકજામાં લઈ લીધો છે.

પોલીસે આસપાસનો વિસ્તાર સીલ કર્યો 

ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે, આગ કુસુમ ડિસ્ટિલેશન એન્ડ રિફાઈનરી નામની કંપનીમાં લાગી છે. ફાયરકર્મીઓની 6 ગાડીઓ ઘટના સ્થળે આગ બુઝાવવા માટે પહોંચી છે. હાલ કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી. બ્લાસ્ટ વખતે ફેક્ટરીમાં કેટલા લોકો હતો, એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. ફેક્ટરીની આસપાસ લોકોની ભીડ જમા ન થાય એટલા માટે બેરિકેડિંગ કરી દેવાયું છે. એ પણ શોધ ખોળ કરાઈ રહી છે કે દુર્ઘટના વખતે ફેક્ટરીમાં કર્મચારી હતા કે નહીં. પોલીસે આ અંગે ફેક્ટરી સંચાલન સાથે સંપર્ક કર્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી