• Gujarati News
  • National
  • Pulled Down From The Seat And Then Kicked And Punched, Action Was Taken Against Both Men

મુસાફરને ટ્રેનમાં 2 TTEએ માર માર્યો, જુઓ વીડિયો:સીટ પરથી નીચે ખેંચીને પછી લાત અને મુક્કા માર્યા, બન્ને જણ સામે પગલાં લેવાયાં

એક મહિનો પહેલા

બિહારના સમસ્તીપુરમાં એક ઘટના સામે આવી છે. જેમાં બિહારના જયનગરથી લોકમાન્ય તિલક મુંબઈની ટ્રેન પવન એક્સપ્રેસમાં 2 TTEએ એક મુસાફરને સીટ પરથી ખેંચ્યો હતો, આ પછી તેને લાત અને મુક્કા પણ માર્યા હતા. આ આખી ઘટનાક્રમનો વીડિયો એક પેસેન્જરે બનાવી લીધો હતો. આ વીડિયો સામે આવ્યા પછી TTE ગૌતમ કુમાર પાંડે અને નરેશ કુમાર પાંડેને સસ્પેન્ડ કરી દેવાયા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે મુસાફર ટિકિટ વિના મુસાફરી કરી રહ્યો હતો. જેના પર ચલણને લઈને મુસાફર અને TTE વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. પહેલા બન્ને વચ્ચે ગાળાગાળી થઈ હતી. પછી TTE ગૌતમ કુમાર પાંડે અને TTE નરેશ કુમારે મુસાફરને મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે જ અન્ય એક મુસાફર TTEને મારવાની મનાઈ કરવાનું કહે છે, પરંતુ તે માન્યા નહોતા.

સમજો પૂરો ઘટનાક્રમ...

હુમલો કરતા પહેલા TTEએ તેની બેગ અને આઈ કાર્ડ આગળની સીટ પર મૂક્યું હતું.
હુમલો કરતા પહેલા TTEએ તેની બેગ અને આઈ કાર્ડ આગળની સીટ પર મૂક્યું હતું.
બન્ને TTEએ પેસેન્જરનો પગ નીચે ખેંચવાનું શરૂ કર્યું હતું.
બન્ને TTEએ પેસેન્જરનો પગ નીચે ખેંચવાનું શરૂ કર્યું હતું.
આ રીતે TTEએ મુસાફરને ખેંચીને નીચે ફેંકી દીધો હતો.
આ રીતે TTEએ મુસાફરને ખેંચીને નીચે ફેંકી દીધો હતો.
મુસાફરને ઉપરથી પડ્યા પછી તેને લાતો અને મુક્કાથી માર મારવામાં આવ્યો હતો.
મુસાફરને ઉપરથી પડ્યા પછી તેને લાતો અને મુક્કાથી માર મારવામાં આવ્યો હતો.

આ બન્ને TTE સમસ્તીપુર રેલવે ડિવિઝનના જયનગર સ્ટેશન પર કામ કરે છે. DRM આલોક અગ્રવાલના નિર્દેશ પર સિનિયર DCM ચંદ્રશેખર પ્રસાદે બન્ને TTEને સસ્પેન્ડ કરી દીધા અને મામલાની તપાસના આદેશ આપ્યા હતા. આ વીડિયો 2 જાન્યુઆરીનો છે.

અન્ય સમાચારો પણ છે...