તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pujari Fell From The Hill While Worshiping, People Screamed, Horrible Video Of Andhra Pradesh

LIVE મોત:પૂજા કરતાં કરતાં પૂજારી પહાડ પરથી પડ્યા, લોકો ચીસો પાડી ગયા, આંધ્ર પ્રદેશનો ભયાનક વીડિયો

એક મહિનો પહેલા

આંધ્ર પ્રદેશના અનંતપુરમ જિલ્લાનો એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ગમ્પા મલય્યા મંદિરે ઘટેલી દુર્ઘટનાનો છે. અહીં પૂજા કરતાં કરતાં પૂજારી ટેકરી પરથી પડી ગયા. શ્રાવણ મહિનો ચાલતો હોવાથી શનિવારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. આ નિમિત્તે પૂજારી હાથમાં ઘંટડી અને ધૂપિયાં સાથે પૂજાઅર્ચના કરી રહ્યા હતા. આ દરમિયાન પથ્થર પરથી નીચે ઉતરવા જતાં સ્લિપ થઈ ગયા અને નીચે પડી ગયા હતા. અહીં ઉપસ્થિત દર્શનાર્થીઓની નજર સામે જ આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 49 વર્ષીય પૂજારીનું મોત થયું છે.