તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુડુચેરીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર પડી:CM નારાયણસામીએ વિશ્વાસમત ગુમાવ્યા પછી રાજીનામું આપ્યું, 11 મહિનામાં કોંગ્રેસના હાથમાંથી બીજું રાજ્ય ગયું

પુડુચેરી3 દિવસ પહેલા

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર પડી ગઈ છે. મુખ્યમંત્રી વી. નારાયણસામી સોમવારે બહુમતી સાબિત નથી કરી શક્યાં અને તેમના ધારાસભ્યોના સાથે ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું.તેમણે ઉપરાજ્યપાલ(LG)ને રાજીનામું સોંપી દીધું છે. વિધાનસભાના વિશેષ સત્રમાં તેમણે કહ્યું કે,પૂર્વ LG કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો. જો અમારા ધારાસભ્ય અમારી સાથે હોત તો સરકાર પાંચ વર્ષ ચાલત.

નારાયણસામીએ કહ્યું હતું કે અમે દ્રમુક અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. ત્યાર પછી અમે ઘણી ચૂંટણી જોઈ. તમામ પેટાચૂંટણીમાં અમે જીત નોંધાવી. એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે પુડ્ડુચેરીના લોકોને અમારી પર વિશ્વાસ છે.

6 ધારાસભ્યોના રાજીનામાથી સંકટ ઘેરાયું હતું
મુખ્યમંત્રી વી.નારાયણસામી ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચી ગયા છે. તાજેતરમાં જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં રાજીનામાં પછી સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. ત્યાર પછી ઉપ-રાજ્યપાલ તિમિલીસાઈ સુંદરરાજને સરકારને બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું.

ફ્લોર ટેસ્ટથી એક દિવસ પહેલાં જ રવિવારે કોંગ્રેસ અને ગઠબંધનમાં સામેલ DMKના એક-એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું, ત્યાર પછી નારાયણસામી સરકાર અલ્પમતમાં આવી ગઈ. ફ્લોર ટેસ્ટ પહેલાં રવિવારની સાંજે CM નારાયણસામીના આવાસ પર પાર્ટી અને સહયોગી પક્ષોના નેતાની બેઠક યોજાઈ હતી.

રાહુલની મુલાકાત પણ કામે ન લાગી
ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી, પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. અહીં સરકારનો કાર્યકાળ 8 જૂને પૂરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે હાલ તારીખ નક્કી નથી.

પહેલા આ 4 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં
1. એ. જોન કુમાર, કોંગ્રેસ
2.એ.નમસ્સિવમ, કોંગ્રેસ
3. મલ્લાદી કૃષ્ણા રાવ, કોંગ્રેસ
4. ઈ. થેપયન્થન, કોંગ્રેસ

રવિવારે આ 2 ધારાસભ્યેએ રાજીનામાં આપ્યાં
5. કે.લક્ષ્મીનારાણયન, કોંગ્રેસ
6.કે. વેન્કટેશન, DMK

11 મહિનામાં કોંગ્રેસના હાથમાંથી બીજુ રાજ્ય ગયું
2020ની શરૂઆતમાં કોંગ્રેસ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પુડુચેરી અને મહારાષ્ટ્રમાં સત્તામાં હતી.ગત વર્ષે તેમના હાથમાંથી સૌથી પહેલા મધ્યપ્રદેશ નીકળ્યું, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક ધારાસભ્યોએ કમલનાથ સાથે બળવો કર્યો હતો. માર્ચ 2020માં કમલનાથે રાજીનામું આપવું પડ્યું. હવે કોંગ્રેસને બીજો ઝાટકો પુડુચેરીમાં મળ્યો છે.

હવે કોંગ્રેસની સરકાર રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં તે શિવસેના-NCP સાથે ગઠબંધનમાં છે. રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢમાં તે એકલા હાથે સરકાર ચલાવી રહી છે. તેમાં પણ રાજસ્થાનનો મામલો નાજુક છે, જ્યાં જુલાઈ-ઓગસ્ટ 2020માં ડેપ્યુટી સીએમ રહી ચુકેલા સચિન પાયલટ સીએમ અશોક ગેહલોત સાથે બળવો કરી ચૂક્યા છે. ગેહલોત એક વાર ફ્લોર ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે, પણ ફરીથી બળવો થવાની સ્થિતિમાં તેમણે ફરી બહુમતી સાબિત કરવી પડશે.

3 ધારાસભ્ય પહેલાં જ ઘટી ચૂક્યા હતા
આ ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય એન. ધનવેલુને પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. નમસ્સિવમ અને થેપયન્થન ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે, બાકીના નેતા પણ ઝડપથી ભાજપમાં જઈ શકે છે.

વિધાનસભામાં પક્ષોની સ્થિતિ
કુલ બેઠકઃ30+3(નોમિનેટેડ)
સત્તા પક્ષઃ કોંગ્રેસ-9, DMK-2, અપક્ષ-1=12
વિપક્ષઃAINRC-7,AIADMK-4, ભાજપ-3=14
(નોંધ-રાજીનામાં પછી ખાલી બેઠકો 7 થઈ. ભાજપના ત્રણેય ધારાસભ્ય નોમિનેટેડ છે. નોમિનેટેડ ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં વોટ આપી શકે છે.)

પૂર્વ ઉપ-રાજ્યપાલ કિરણ બેદી દિલ્હી રવાનાં
કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને હટાવી દીધાં હતાં, તેમની જગ્યાએ તેલંગાણાના ગવર્નર ડો. તિમિલીસાઈ સુંદરરાજનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા હતા. બેદી ચાર વર્ષ રાજ્યના ઉપ-રાજ્યપાલ રહ્યાં હતાં. તેઓ રવિવારે દિલ્હી રવાના થઈ ગયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો