તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. એને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ચૂંટણી મૂડમાં આવી ગયાં છે. તેમણે લોકોને આત્મનિર્ભર બનાવવા બંગાળ સરકારની કર્મસાથી યોજના હેઠળ બે લાખ યુવાનને મોટરસાઇકલ આપવાનું નક્કી કર્યું છે. 4 નવેમ્બર સુધીમાં 10 લાખ લોકોને મદદ પૂરી પાડવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.
આ તમામ મોટરસાઇકલમાં એક એવું બોક્સ લગાવાશે કે જેના પર લાભાર્થી ફળ, શાકભાજી, કપડાં અને અન્ય આવશ્યક ચીજવસ્તુ મૂકીને તેનું વેચાણ કરી શકશે. આ યોજનાથી લગભગ 10 લાખ લોકોને લાભ થશે તેમ મનાય છે.
તમામ લાભાર્થીઓને રાજ્ય સહકારી બેન્કો દ્વારા ઓછા વ્યાજની લોન અપાશે અને રાજ્ય સરકાર પણ તેમને મદદ કરશે. 2 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ પ્રકારના વેપાર કે નવી આયાત ઉત્પાદન યોજના માટે અપાશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.