તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Protesters Shout Rahul Gandhi Murdabad Slogans At Congress Rally, Activists Beat Cattle

છત્તીસગઢ:કોંગ્રેસની રેલીમાં વકીલે રાહુલ ગાંધી મુર્દાબાદનો નારો લગાવ્યો, કાર્યકરે ઢોર માર માર્યો

7 મહિનો પહેલા

છત્તીસગઢના કાંકેરમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાની જાહેરમાં ગુંડાગીરીની ઘટના સામે આવી છે. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક વકીલને માર માર્યો હતો. રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી મુર્દાબાદના નારા લગાવતાં હતાં. આ નારા સાંભળી કોર્ટે જતાં વકીલે રાહુલ ગાંધી મુર્દાબાદના નારા લગાવવ્યા હતાં. આ પછી બધાં કોંગ્રેસના કાર્યકર્તા અને તેના વકીલને ઢોરની જેમ મારવા લાગ્યાં હતાં. આ જોઈ વકીલના પિતા તેમના દીકરાને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ કોંગ્રીસઓએ માર્યા હતાં. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં કોંગ્રેસી નેતા અને કાર્યકરે એક પત્રકારને પણ માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...