તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Prosecutor Says Governor Has Mercy Petition, Court Does Not Issue Death Warrant, Convicted Of Killing 7 Members Of Shabnam Family

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબનમની ફાંસી ટળી:વકીલે કહ્યું- રાજ્યપાલ પાસે દયા અરજી પેન્ડિંગ, કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કર્યું નહીં, શબનમ પરિવારના 7 સભ્યની હત્યાની દોષિત છે

અમરોહ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
જેલમાં શબનમે 14 ડિસેમ્બર,2008ના રોજ દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાની 5 વર્ષની ઉંમર પૂરી કર્યાં બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો - Divya Bhaskar
જેલમાં શબનમે 14 ડિસેમ્બર,2008ના રોજ દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાની 5 વર્ષની ઉંમર પૂરી કર્યાં બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો

દેશમાં પ્રથમ વખત કોઈ મહિલા અપરાધીને થનારી ફાંસીની સજા અત્યારે ટાળવામાં આવી છે. પ્રેમી સાથે મળી પોતાના પરિવારના 7 સભ્યોની હત્યા કરનારી શબનમનું ડેથ વોરંટ જારી થઈ શકાયુ નથી. અમરોહાની કોર્ટમાં શબનમના વકીલે કહ્યું કે 3 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને દયા અરજી મોકલવામાં આવી છે. જ્યાં સુધી આ દયા અરજી અંગે નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી ડેથ વોરંટ જારી કરી શકાતુ નથી.

શબનમના વકીલની દલીલ પર ડેથ વોરંટ જારી કરવાનો નિર્ણય ટાળવામાં આવ્યો છે. સરકારી વકીલ મહાવીર સિંહે કહ્યું કે હવે દયા અરજી પર નિર્ણય આવ્યા બાદ જ ડેથ વોરંટ જારી કરવાનો નિર્ણય ટાળી દેવામાં આવશે.

જેલરના મારફતે રાજ્યપાલને મોકલવામાં આવી અરજી
ઉત્તર પ્રદેશની રામપુર જેલમાં બંધ શબનમે વકીલ મારફતે જેલર અધિક્ષકને દયા અરજી માટે અરજી આપી હતી. તેમની અરજી રાજ્યપાલને મોકલવામાં આવી છે. રાષ્ટ્રપતિ અગાઉથી જ દયા અરજી નકારી ચુક્યા છે.

પરિવારને દવાથી બેભાન કરી કુહાડીથી કાપી નાંખ્યા હતા
અમરોહાના બાબનખેડી ગામની રહેવાસી શબનમે 15 એપ્રિલ,2008ના રોજ પ્રેમી સલીમ સાથે મળી તેના પિતા શોકલ અલી, માતા હાશમી, ભાઈ અનીસ અહેમદ, તેની પત્ની અંજુમ, ભત્રીજી રાબિયા અને ભાઈ રાશિદ ઉપરાંત 10 મહિનાના ભત્રીજો અર્શની હત્યા કરી દેવામાં આવી હતી. આ તમામને પહેલા દવા આપી બેભાન કરવામાં આવ્યા અને ત્યારબાદ અર્શને બાદ કરતા તમામને કુહાડીથી કાપી નાંખવામાં આવ્યા હતા. શબનમે અર્શને ગળુ દબાવીને મારી નાંખ્યો હતો.

તપાસમાં જાણ થઈ હતી કે શબનમ ગર્ભવતી હતી, પણ પરિવારવાળા સલીમ સાથે તેના લગ્ન કરાવવા માટે તૈયાર ન હતા. તેને લીધે શબનમે પ્રેમી સલીમ સાથે મળી પરિવારને મોતને ઘાટ ઉતારી દીધા.

દોષિત શબનમને જેલમાં જ દિકરાને જન્મ આપ્યો હતો
જેલમાં શબનમે 14 ડિસેમ્બર,2008ના રોજ દિકરાને જન્મ આપ્યો હતો. તેનો દિકરો પણ જેલમાં તેની સાથે રહેતો હતો. 15 જુલાઈ 2015ના રોજ તેનો દિકરો જેલમાંથી બહાર આવ્યો, ત્યારબાદ શબનમે દિકરાને ઉસ્માન સૈફી અને તેની પત્નીને સોંપી દીધો હતો. ઉસ્માન શબનમનો કોલજ ફ્રેંડ છે, જે બુલંદશહેરમાં પત્રકાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો