• Gujarati News
  • National
  • Prosecution On Deputy CM Ajit Pawar, Notice Sent By IT For Confiscation Of Assets Worth Rs 1000 Crore

અજિત પવાર પર કાર્યવાહી:મહારાષ્ટ્રના ડેપ્યુટી CMની 1400 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરવાની તૈયારી, IT ડિપાર્ટમેન્ટે પાઠવી નોટિસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પહેલા પવારના પરિવારના ઘણા સભ્યોના ઘરે રેડ કરી છે

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ પછી હાલના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવાર પર વધુ એક કેન્દ્રીય એજન્સી કાર્યવાહી કરવા જઈ રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજિત પવારની ઘણી પ્રોપર્ટીને જપ્ત કરવાની નોટિસ ઈસ્યુ કરી છે. તેમાં મહારાષ્ટ્રની 27 પ્રોપર્ટી, ગોવાનું 250 કરોડનું રિસોર્ટ અને 600 કરોડની એક સુગર મીલ સામેલ છે. આ સિવાય તેમાં દિલ્હીની કેટલીક પ્રોપર્ટીઓ પણ સામેલ છે. આ સંપત્તિઓ 1400 કરોડથી વધુની કિંમતની છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પહેલા પવારના પરિવારના ઘણા સભ્યોના ઘર પર રેડ કરી ચુક્યું છે. જેમને નોટિસ મોકલવામાં આવી છે, તેમાં અજિત પવારની બહેનની કેટલીક પ્રોપર્ટી છે. આ દરમિયાન પવારના સંબંધીઓના ઠેકાણાઓ પર થયેલી રેડ પછી 184 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી હતી. વિભાગે 7 ઓક્ટોબરે 70થી વધુ ઠેકાણાઓ પર રેડ કરી હતી. આ દરમિયાન ITએ અજિત પવારના પુત્ર પાર્થ પવારની માલિકીની કંપની અનંત મક્સ પ્રાઈવેટ લિમિટેડ પર પણ રેડ કરી હતી.

કઈ-કઈ સંપત્તિ સીઝ કરવાનો આદેશ
1. 600 કરોડ માર્કેટ વેલ્યુની જરંદેશ્વર શુગર ફેક્ટ્રી સામેલ છે.
2. સાઉથ દિલ્હીમાં સ્થિતિ 20 કરોડ રૂપિયાનો ફલેટ.
3. અજીત પવારના પુત્ર પાર્થ પવારની નિર્મલ ઓફિસ, તેની કિંમત લગ ભગ 25 કરોડ રૂપિયા છે.
4. નિલય નામથી ગોવામાં બનેલું 250 કરોડ રૂપિયાનું રિસોર્ટ.
5. આ સિવાય પુના, મંુબઈ સહિત મહારાષ્ટ્રની 27 અલગ-અલગ જગ્યાઓની જમીન પણ તેમાં સામેલ છે. તેની માર્કેટ વેલ્યુ લગભગ 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

અજિત પવારની પાસે 90 દિવસનો સમય
શરદ પવારના ભત્રીજા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારની પાસે એ સાબિત કરવા માટે હવે 90 દિવસનો સમય હશે કે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એટેચ કરવામાં આવેલી સંપત્તિઓ બિનહિસાબી પૈસાથી ખરીદવામાં આવી નથી.

અનિલ દેશમુખ પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની કાર્યવાહી
આ પહેલા 100 કરોડ રૂપિયાની વસુલી અને મની લોન્ડ્રિંગ મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. EDએ અનિલ દેશમુખને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા અને લગભગ 12 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ માટે ઈડીએ અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અનિલ દેશમુખ ઈડીના સવાલોના સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને આ સિવાય તેમની પર તપાસમાં પણ સહયોગ ન કરવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...