તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 17 Working Professors Killed In 18 Days, Dean Of Law Faculty Professor Shakeel Samdani Also Died

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર:18 દિવસમાં 17 જેટલા વર્કિંગ પ્રોફેસરના મોત, લો ફેકલ્ટીના ડીન પ્રોફેસર શકીલ સમદાનીનું પણ અવસાન

અલીગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલી AMU (અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી)માં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શુક્રવારે લો ફેકલ્ટીના ડીન પ્રોફેસર શકીલ સમદાનીનું મોત નિપજ્યું હતું. જવાહર લાલ નેહરુ મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી. ડાયાબિટીસ વધવાને લીધે તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચિંતાજનક વાત એ છે કે 18 દિવસમાં AMUના 17 વર્કિંગ પ્રોફેસરનો કોરોનાએ ભોગ લીધો છે. યુનિવર્સિટીમાં કોરોનાથી પ્રથમ મોત ભૂતપુર્વ પ્રોક્ટર અને ડીન સ્ટૂડન્ટ વેલફેર પ્રોફેસર જમશેદ અલી સિદ્દીકીનું 20 એપ્રિલના રોજ મોત થયું હતું. આ તમામ પ્રોફેસર અલીગઢ શહેરમાં વિવિધ જગ્યાએ રહેતા હતા.

સામાજીક સંસ્થામાં સક્રિય હતા સમદાની
પ્રોફેસર શકીલ સમદાની ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કાર્યકારી સમિતિના સભ્ય હતા. 10 અગાઉ તેમણે અલીગઢ યુનિવર્સિટીની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ (JNMC)ના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પીડિત હતા. ઓચિંતા જ ડાયાબિટીસનું સંતુલન બગડવાથી તેમનું મોત થયું હતું. તેઓ અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

એક દિવસ અગાઉ બે પ્રોફેસરનું મોત નિપજ્યું
આ અગાઉ શુક્રવારે તબીબ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શાદાબ અહેમદ ખાન (58 વર્ષ) અને કોમ્પ્યુટર વિભાગના રફીકુલ જમાન ખાન (55 વર્ષ)નું મોત થયું હતું. આ ઉપરાંત ઉપકુલપકિ મંસૂરના ભાઈ ઉમર ફારુકનું પણ કોરોનાથી મોત થયું છે. તેઓ યુનિવર્સિટી કોર્ટના ભૂતપુર્વ સભ્ય અને મોહમ્મદ એજ્યુકેશનલ કોન્ફરન્સના સભ્ય હતા. JNMCના કોવિડ વોર્ડમાં ફેકલ્ટી મેમ્બર સહિત 16 લોકોની સારવાર ચાલી રહી છે.

આ ફેકલ્ટીનું કોરોનાને લીધે મોત થયું
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ટીયર્સ એસોસિએશનના ભૂતપુર્વ સચિવ પ્રો.આફતાબ આલમે કોરોનાને લીધે દુખદ અવસાન પામનાર આ શિક્ષકોની એક યાદી તૈયાર કરી છે. તેમાં પ્રો.શકીલ સમદાની, ભૂતપુર્વ પ્રોક્ટર પ્રો.જમશેદ સિદ્દીકી, સુન્ની થિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રો.એહેસાનઉલ્લાહ ફહદ, ઉર્દુ વિભાગના પ્રો.મૌલાના બખ્શ અંસારી, પોસ્ટ હાર્વેસ્ટિંગ એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રો.મો.અલી ખાન, પોલિટીકલ સાયન્સ વિભાગના પ્રો.કાજી, મોહમમ્મદ જમશેદ, મોલીજાત વિભાગના ચેરમેન પ્રો.મો.યૂનુસ સિદ્દદીકી, ઈલમુલ અદવિયા વિભાગના ચેરમેન ગુફરામ અહેમદ, મનોવિજ્ઞાન વિભાગના ચેરમેન પ્રો.સાજિદ અલી ખાન, મ્યુજિયોલોજી વિભાગના ચેરમેન ડો.મોહમ્મદ ઈરફાન, સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝના ડો.અજીજ ફૈઝલ, યુનિવર્સિટી પોલિટેકનિકના મોહમ્મદ સૈયદુજ્જમાન, ઈતિહાસ વિભાગના આસિસ્ટેન્ટ પ્રોફેસર જિબરૈલ, સંસ્કૃત વિભાગના ભૂતપુર્વ ચેરમેન પ્રો.ખાલિદ બિન યુસુફ અને અંગ્રેજી વિભાગના ડો. મોહમ્મદ યુસુફ અંસારી વગેરેનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી માટે અત્યાર સુધીનો સૌથી કપરો સમય
આ ઉપરાંત 10 જેટલા નિવૃત ફેકલ્ટીના પણ મોત નિપજ્યા છે. ચાર ફેકલ્ટીના કાનપુરમાં મોત નિપજ્યા છે. પ્રો.આફતાબ આલમે કહ્યું કે યુનિવર્સિટી માટે આ સૌથી ખરાબ સમય છે. અગાઉ ક્યારેય યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોનું આટલી મોટી સંખ્યામાં મોત નિપજ્યું ન હતું.

UPમાં 298ના મોત, અલીગઢમાં 367 નવા કેસ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 26,847 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 34,721 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમ જ 298 લોકોના મોત થયા છે. અત્યારે ઉત્તર પ્રદેશમાં 2,45,736 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાના 14,80,325 કેસ નોંધાયા છે. આજે અલીગઢમાં 367 નવા કેસ આવ્યા છે. જ્યારે 269 લોકો ડિસ્ચાર્જ થયા છે.