આઝાદીનો અમૃત મહોત્સવ ખુશીઓ લઈને આવ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, દેશની મેન્યુફેક્ચરિંગ PMI (પર્ચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ) છેલ્લા આઠ મહિનાની ટોચે પહોંચી ગયો છે, એટલે કે ફેક્ટરીઓ ચાલી રહી છે. ઉત્પાદન વધી રહ્યું છે. આ સતત 13મો મહિનો છે, જ્યારે PMI ઇન્ડેક્સ વધી રહ્યો છે.
જોકે વરસાદને કારણે હેરફેર ઓછી થઈ છે, તેથી પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટ્યો છે, પરંતુ ઉત્પાદન અને નિર્માણ પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે વીજળીની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વાર્ષિક ધોરણે 3.8 ટકાની વધારા સુધી પહોંચી છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં IT BPSC કંપનીઓ મોટી સંખ્યામાં ભરતી કરવા જઈ રહી છે. આ કારણસર લગભગ ત્રણ લાખ નવી નોકરી આવવાની છે. માત્ર આ ક્વાર્ટરના અંત સુધીમાં, ડિજિટલ સેક્ટરમાં ભરતીમાં 8.4 ટકાના વધારાની ધારણા છે. કોઈપણ રીતે ડિજિટલ કુશળતાની અત્યારે સૌથી વધુ માગ છે.
આટલું જ નહીં, 5G સ્પેક્ટ્રમની હરાજી સોમવારે 39મા રાઉન્ડમાં પહોંચી ગઈ છે અને સદનસીબે કૌભાંડનો કોઈ ભણકારા નથી. છઠ્ઠા દિવસે કુલ સ્પેક્ટ્રમનું વેચાણ રૂ. 1.50 લાખ કરોડને પાર રહ્યું હતું.
બીજી તરફ, વાહનોનું વેચાણ પણ વધી રહ્યું છે. કારના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. એ બીજી વાત છે કે સરકારે હવે લોટ, જીરું અને અન્ય નાની વસ્તુઓને પણ GSTના ચક્કરમાં ફસાવી દીધી છે અને ગરીબોનો લોટ મોંઘો કરી દીધો છે, પરંતુ સરકારનો ભંડાર ભરાઈ રહ્યો છે.
જુલાઈ મહિનામાં GST કલેક્શન 28% વધીને 1.49 લાખ કરોડ પહોંચી ગયું છે. GSTના અમલ પછી સૌથી વધુ કલેક્શનવાળો આ બીજો મહિનો છે. આ વર્ષે એપ્રિલમાં 1.68 લાખ કરોડ કલેક્શન થયું હતું.
હવે સરકારે પોતાના એવા કેટલાક નિર્ણયો પર ફરીથી વિચાર કરવો જોઈએ, જે ગરીબોના રોટલાને પણ મોંઘો બનાવી રહ્યા છે, જેમ કે લોટ પર GST. અઢી લાખ રૂપિયાથી વધુ PF કોન્ટ્રિબ્યુશન પર ટેક્સ. નિવૃત્ત થઈ રહેલી વ્યક્તિને માત્ર PFનો જ સહારો હોય છે, સરકારે એને પણ છોડ્યું નહીં!
હવે તો વરસાદ પણ સારો પડ્યો છે, ઉત્પાદન પણ વધ્યું છે. બેરાજગારીના પણ ઘટાડો થયો છે. સરકાર પાસે સ્વતંત્રતાના અમૃત મહોત્સવને સાર્થક કરવાની આ શ્રેષ્ઠ અને સોનેરી તક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.