• Gujarati News
  • National
  • Stones Hurled At Police During Eid Processions In Jabalpur, Dhar And Badwani, Attack With Sword, 5 Arrested

MP પોલીસ પર સળગતા ફટાકડા ફેંકાયા:જબલપુરમાં ઈદના જુલૂસમાં પોલીસ પર પથ્થર ફેકાયા, તલવારથી હુમલો થયો, 5 લોકોની ધરપકડ

જબલપુરએક મહિનો પહેલા
  • હુમલામાં સંડોવાયેલા અનેક લોકોની ઓળખ કરવામાં આવી અને તપાસનો દોર શરૂ

મધ્ય પ્રદેશના જબલપુરમાં ઈદ મિલાદુન નબી નિમિત્તે જબલપુરમાં પોલીસ પર સળગતા ફટાકડા ફેકવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બાદ ઝુલૂસમાં ભારે વિવાદ સર્જાયો હતો. પોલીસ પર પથ્થર ફેકવામાં આવ્યા હતા અને લોકો તલવાર લઈને નિકળી પડ્યા હતા. પોલીસે આ ઘટનામાં 5 લોકોની ધરપકડ કરી છે. જ્યારે CCTV ફુટેજના આધારે 24 લોકોની ઓળખ પણ કરી છે. બીજી બાજુ ધારમાં પણ 96 લોકોની ઓળખ કરવામાં આવી છે અને 10 લોકોની ધરપકડ કરાઈ છે.

મંગળવારે ઈદ મિલાદુન નબીના જુલૂસ સમયે જબલપુર, ધાર અને બડવાનીમાં ભારે વિવાદ થયો હતો અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જે વીડિયોના ફૂટેજ સામે આવ્યા છે. તેમા જોઈ શકાય છે કે જુલૂસમાં સામેલ લોકો પોલીસ કર્મચારીઓ પર સળગતા ફટાકડા ફેકી રહ્યા છે. જબલપુરના ગોહલપુર પોલીસે હત્યાનો પ્રયાસ, બળકો, વહિવટીતંત્રના કાર્યમાં અવરોધ પહોંચાડવા સહિત વિવિધ કલમોમાં કેસ દાખલ કર્યાં છે.

ગોહલપુર ટીઆઈ અરવિંદ ચૌબેએ જણાવ્યું હે મિલૌનીગંજથી જુલૂસ સ્વરૂપમાં નિકળેલી ભીડને મછલી માર્કેટથી સુબ્બાશાહ મેદાન તરફ જવાનું હતું, પણ ભીડે સર્રાફા વિસ્તાર તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસે બેરિકેડિંગ લગાવી ભીડને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો ઉપદ્રવિયોએ સળગતા ફટાકડા ફેકવાનું અને પથ્થરમારો શરૂ કરી દીધો. સ્થિતિને અંકૂશમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

પોલીસ પર પથ્થરમારો કરતા તોફાની તત્વો
પોલીસ પર પથ્થરમારો કરતા તોફાની તત્વો

અનેક લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો
મછલી માર્કેટમાં થયેલા હુમલા પ્રકરણમાં ગોહલપુર પોલીસે મોહમ્મદ જુનૈજ, જૈકી, જીશાન પાનવાલા, ફરહાન ખાન, અમાન ખાન, અમાન ખાન, જીયા ખાન, તનવીર અંસારી, રિયાઝ જનરલ સ્ટોર્સ, અઝહર મંસૂરી, સગીર જનરલ સ્ટોર્સ, બોબી સાઉડવાલા, શેખ રઝાક, સૈય્યદ સોહેલ અલી, સમીર, જિન્ના ઉર્ફે અરશદ, અહદ, અશફાક અશર્ફી, વાજીદ રઝા, હસીબ, રફીક, ગુલામ રસૂલ, સમીર મોટા, સમીર પાયા, જીસાન ઔવેસી મોહમ્મદ જુનૈન સહિત અનેક લોકો સામે હત્યાનો પ્રયાસ કરવો, વહિવટીતંત્રના કાર્યમાં અવરોધ સર્જવા, બળવો કરવા, કલમ 144નું ઉલ્લંઘન કરવા, વિસ્ફોટક અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

તોફાન બાદ ઘટના સ્થળની તસવીર
તોફાન બાદ ઘટના સ્થળની તસવીર

પોલીસ કર્મચારીઓ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો
પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે કે સર્રાફા વિસ્તાર તરફ આગળ વધતી ભીડને જ્યારે અટકાવવામાં આવી તો કેટલાક તોફાની તત્વોએ ફટાકડા ફેક્યા હતા. આ ઉપરાંત તલવાર સહિત અન્ય ધારદાર હથિયારથી હુમલો કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે મોહમ્મદ જુનૈન સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે અને અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.