• Gujarati News
  • National
  • Proceedings Of Both The Houses Of Parliament May Start From 11 Am, Prime Minister Modi Will Have An All party Meeting In The Evening.

ચોમાસું સત્રનો બીજો દિવસ:લોકસભા 22 જુલાઇ સુધી સ્થગિત, મોદીનો કટાક્ષ- કોંગ્રેસને પોતાની નહીં, અમારી ચિંતા; ખડગેએ કહ્યું- નોટબંધીની જેમ લોકડાઉન પણ કોઈ તૈયારી વિના જ કર્યું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક મળશે

સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. જાસૂસી કેસ મામલે હોબાળો મચાવ્યા બાદ લોકસભા 22 જુલાઇ સુધી સ્થગિત કરવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલા ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ પાર્ટીના નેતાઓને કહ્યું, 'સત્યને વારંવાર લોકો સમક્ષ પહોંચાડો, સરકારના કામ વિશે કહો. કોંગ્રેસ દરેક જગ્યાએ ખતમ થઈ રહી છે, પરંતુ તેમને પોતાના કરતાં આપણી ચિંતા વધારે છે.

ત્યાર બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું કે જે રીતે સરકારે કોઈ જ તૈયારીઓ વિના નોટબંધી કરી હતી, તેવી જ રીતે કોરોના મહામારીના સમયે લોકડાઉન લગાવતા પહેતા પણ કોઈ તૈયારીઓ કરવામાં આવી ન હતી.

પહેલા ભુખથી વધુ લોકો મરતા હતા: મોદી
બેઠકમાં મોદીએ કહ્યું કે, 'કોરોના આપણા માટે રાજકારણ નથી, તે માનવતાનો વિષય છે, અગાઉ મહામારી દરમિયાન મહામારીને લીધે ઓછા લોકો મૃત્યુ પામ્યા હતા અને ભૂખને કારણે વધુ મરતા હતા. અમે એવું નથી થવા દીધું.ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટી નેતાઓને કહ્યું હતું કે, 'વેક્સિનેશન કેન્દ્ર પર જાઓ, વડાપ્રધાનની મન કી બાત બૂથ પર જાઓ અને લોકોને આ વાત જણાવો. ગરીબ કલ્યાણ યોજના વિશે માહિતી બધા સુધી પહોંચાડો. નડ્ડાએ પણ સાંસદોને ગુરુ પૂર્ણિમાના દિવસે ધર્મગુરુઓની મુલાકાત લેવા જણાવ્યું હતું.

ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં જોવા મળ્યો હતો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો જરૂરી સંદેશ.
ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં જોવા મળ્યો હતો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો જરૂરી સંદેશ.
વિપક્ષની પાર્ટીઓએ પણ ગૃહની કાર્યવાહીને લઈને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજી હતી.
વિપક્ષની પાર્ટીઓએ પણ ગૃહની કાર્યવાહીને લઈને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજી હતી.

હોબાળાના મૂડમાં વિપક્ષ
કોરોના મેનેજમેન્ટ, ખેડુત આંદોલન, ડીઝલ-પેટ્રોલના વધતા ભાવો અને રાફેલ વિમાન મામલાને લઈને વિપક્ષે પહેલા જ દિવસે સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. હજી તો સરકાર પોતાને સંભાળે તે પહેલા જ ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ ફોન જાસૂસીના કેસમાં નવી મુશ્કેલીનો વધારો થયો છે. સત્રના પહેલા દિવસે આ અંગે ભારે હોબાળો મચી ગયો હતો. જો કે, બાદમાં સરકારનો પક્ષ રાખવા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ આગળ આવ્યા હતા. અમિત શાહ અને રવિશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસે શાહના રાજીનામાની માંગ કરી
સોમવારે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પત્રકારો અને ઘણા નેતાઓના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરના નામ પણ સામે આવ્યા છે. વિપક્ષે આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પણ કરી હતી.

રિપોર્ટમાં દાવો- સરકારના મંત્રીઓ પણ હેકિંગના દાયરામાં
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંસદમાં સરકારનો બચાવ કરતા કોંગ્રેસના નેતાઓ જ નહીં કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ પટેલ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના પણ ફોન હેકિંગના ટાર્ગેટ હતા. અહેવાલમાં જે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં આ અગ્રણી લોકો છે.

1. વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ફોન પણ આ યાદીમાં સામેલ છે.

2. સંસદમાં સરકારનો બચાવ કરનાર આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવનું નામ પણ આ યાદીમાં સામેલ હતું.

3. આ યાદીમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનું નામ પણ જણાવવામાં આવ્યું છે. તેમણે જ 2004માં મોદીની બ્રાન્ડિંગ બકરી હતી.

4. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાનું નામ પણ આ યાદીમાં સામેલ છે, જેમણે 2009ની ચૂંટણીમાં મોદી-શાહ વિરુદ્ધની ફરિયાદ અંગે ચૂંટણી પંચના નિર્ણયથી અસંમત હોવાનું જણાવ્યુ હતું.

વિદેશમાં પણ થઈ પત્રકારોની જાસૂસી
રિપોર્ટ અનુસાર, વિશ્વના વિવિધ ભાગોમાં પેગાસસ ક્લાયન્ટોએ સરકારના નિષ્ફળતાને છતી કરતા અથવા તેના નિર્ણયોની ટીકા કરી રહ્યા છે તેવા પત્રકારોની પણ જાસૂસી કરાવી છે. એશિયાથી અમેરિકા સુધી, ઘણા દેશોએ પેગાસસ દ્વારા પત્રકારોની જાસૂસી કરી હતી અથવા તેમને નજર રાખવાની યાદીમાં રાખ્યા હતા. રિપોર્ટમાં વિશ્વના કેટલાક દેશોના નામ પણ આપવામાં આવ્યા છે, જતાં સરકારની નજર પત્રકારો પર છે. આ યાદીમાં ટોચનું સ્થાન અઝરબૈજાન છે, જ્યાં 48 પત્રકારો સરકારની વોચ લિસ્ટમાં હતા. ભારતમાં આ આંકડો 38 છે.

કયા દેશમાં કેટલા પત્રકારો પર નજર

  • અઝરબૈજાન - સરકાર દેશમાં દમન અને ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર ઓછામાં ઓચા 48 પત્રકારોની દેખરેખ રાખી રહી છે.
  • મોરોક્કો - સરકારના ભ્રષ્ટાચાર અને માનવાધિકારના ભંગની ટીકા કરવા માટે ઓછામાં ઓછા 38 પત્રકારો વોચ લિસ્ટમાં છે.
  • UAE - ફાઇનાન્સિયલ ટાઇમ્સના એડિટર અને વોલ સ્ટ્રીટ જર્નલના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર સહિત સમાવેશ ઓછામાં ઓછા 12 પત્રકારો પર નજર રાખવામાં આવી રહી છે
  • ભારત - દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકારો સહિત 38 પત્રકારો પર નજર રાખવામાં આવી રહી હતી.
  • આ સિવાય મેક્સિકો, હંગેરી, બહેરિન, કઝાકિસ્તાન અને રવાન્ડામાં પણ સરકારોએ પત્રકારોની જાસૂસી કરાવી છે.