• Gujarati News
  • National
  • Probability Of Rains In The State, Announcement Of Closure Of Schools And Colleges; Risk Of Rains In Andhra Pradesh Too

તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ:રાજ્યમાં ફરી વરસાદની સંભાવના, સ્કૂલ-કોલેજો બંધ કરવાની જાહેરાત; આંધ્ર પ્રદેશમાં પણ વરસાદની આગાહી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો- PTI - Divya Bhaskar
ફોટો- PTI
  • ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ઝડપી પવન સાથે વરસાદની સંભાવના

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, આજે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પોંડિચેરીમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે તમિલનાડુ, પોંડિચેરી, કરાઈકલ અને આંધ્ર પ્રદેશમાં 17 અને 19 તારીખે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

તમિલનાડુમાં કોલેજો-શાળાઓ બંધ કરવાના આદેશ
વરસાદની સંભાવનાને જોતા તમિલનાડુના જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાની ઘોષણા કરી છે. માછીમારોને ઉત્તર તમિલનાડુ અને દક્ષિણી આંધ્રપ્રદેશના તટ સહિત પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયા હતા- ફોટો- ANI
તમિલનાડુમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયા હતા- ફોટો- ANI

21 નવેમ્બર સુધી વરસાદ રહેવાની સંભાવના
ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું છે કે 18 નવેમ્બરે તમિલનાડુના તિરુવલ્લૂર, ચેન્નઈ, કાંચીપુરમ અને રાની પેટ્ટઈ જિલ્લાઓમાં હજી 4 દિવસ વરસાદ જારી રહેવાની સંભાવના છે. તે સિવાય હવામાન વિભાગના ઓફિસિયલ વેબસાઈટ પર દરેક ડિલિઝન વાઈસ વોર્નિગ સેક્શનમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વિજળી પડી શકે છે, સાથે વરસાદ પણ પડી શકે છે. જોકે, અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા હતા ફોટો- ANI
ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા હતા ફોટો- ANI
ફોટો- ANI
ફોટો- ANI
અન્ય સમાચારો પણ છે...