લોકશાહી સમર્થક ભિક્ષુકોના ગામને મ્યાંમારની સેનાએ ગત વર્ષે 2021માં આગને હવાલે કરી દીધું હતું. આવું એટલા માટે કર્યું, કારણ કે આ ગામના લોકો સૈન્ય જુંટાના વિરોધી અને લોકશાહીના સમર્થક છે. સેનાએ આ વાતનો બદલો લેવા માટે બિન સહિત લગભગ 100 ગામને આગમાં હોમી દીધાં હતાં. વિરોધને દબાવવા માટે સૈન્ય જુંટાના 100 જવાને 5500થી વધુ વસતિવાળા બિન ગામમાં આગ લગાવી દીધી હતી. આ શહેરનો મોટો વિસ્તાર આગમાં ખાક થઈ ગયો છે.
આગ પછી બચેલા અવશેષો
આગને કારણે બિન ગામમાં ગોલ્ડન સ્તૂપોની પાસે અવશેષ જ બચ્યા છે. સેનાના કહેરની એક તસવીર એક પત્રકારે ફેબ્રુઆરીમાં પોતાના કેમેરામાં કેદ કરી છે. અમેરિકા એને અત્યારસુધીનો સૌથી મોટો નરસંહાર માની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાં નેશનલ લીગ ફોર ડેમોક્રેટિક પાર્ટીના નેતા આંગ સાન સૂની સત્તા દરમિયાન જૂંટા સેનાએ ફેબ્રુઆરી 2021માં કબજો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.