• Gujarati News
  • National
  • Priyanka Said The Government Will Threaten To Impose NSA On Farmers, But Will Not Give MSP; Farmers Are Forced To Sell Crops At A Loss Of Rs 900

'મહિલા છું, લડી શકું છું':UPમાં પ્રિયંકા ગાંધીની મોટી જાહેરાત, 40% ટિકિટ મહિલાઓને આપશે, 403 સીટમાંથી 161 પર મહિલાઓને ટિકિટ આપશે કોંગ્રેસ

લખનઉએક મહિનો પહેલા
કોંગ્રેસ મહાસચિન પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું.
  • પ્રિયંકાએ કહ્યું- કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે ખેડૂતોના હક માટે લડત લડશે

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહિલાઓને 40% ટિકિટ આપશે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે આ નિર્ણય તમામ પીડિત મહિલાઓ સાથે ન્યાય કરશે. આ નિર્ણય એ તમામ મહિલાઓ માટે છે, જે ઉત્તરપ્રદેશમાં પરિવર્તન ઇચ્છે છે, રાજ્યએ આગળ વધવું જોઈએ. પ્રિયંકાએ એક નવો નારો પણ આપ્યો, 'મહિલા છું, લડી શકું છું.' મહિલાઓને 40% ટિકિટ આપવાની જાહેરાત કરતાં કોંગ્રેસ યુપીની કુલ 403 વિધાનસભા બેઠકોમાંથી 161 પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

પ્રિયંકાએ પરિવારવાદનું સમર્થન કર્યું
કોંગ્રેસે ભલે મહિલાઓને 40% ટિકિટ આપવાની જાહેરાત કરી હોય, પરંતુ એમાં નેતાઓના પરિવારની મહિલાઓનો જ દબદબો રહેવાની શક્યતાઓ છે. સ્વયં પ્રિયંકા ગાંધીએ પણ પોતાની પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન પરિવારવાદનું સમર્થન કર્યું હતું. જ્યારે તેમણે સવાલ પૂછવામાં આવ્યો કે કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપવાની જાહેરાત કરી છે, પરંતુ દરેક પ્રભાવશાળી નેતા પોતાના પરિવારની મહિલાને જ ટિકિટ અપાવવા માટે લોબિંગ કરશે. આ મામલે પ્રિયંકાએ કહ્યું હતું કે તેમાં કોઈ વાંધો નથી.

નિર્ણયથી પીડિત મહિલાઓને ન્યાય મળશે.
પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યારે હું 2019માં ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ આવી હતી, ત્યારે પ્રયાગરાજ યુનિવર્સિટીની કેટલીક છોકરીઓ મને મળી હતી. તેમણે કહ્યું કે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ નિયમો છે. ત્યારબાદ અમે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય ઉન્નાવની તે છોકરી માટે છે, જેને સળગાવીને મોતને ઘાટ ઉતારાઈ. આ નિર્ણય હાથરસની તે છોકરી માટે છે, જેને ન્યાન ન મળ્યો.

પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે 'મને લખીમપુરમાં એક છોકરી મળી હતી. તેણે કહ્યું મે માટે વડાપ્રધાન બનવું છે. અમારો નિર્ણય તેના માટે છે. આ નિર્ણય સોનભદ્રની તે મહિલા માટે છે, જેણે લોકો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. આ નિર્ણય UPની દરેક મહિલા માટે છે જે આગળ વધવા માંગે છે. પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે અને પરીવર્તન લાવવા માંગે છે.
યોગી સરકાર પર નિશાન સાધ્યું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- ભાજપ સરકાર ખેડૂતો પર NSA (નેશનલ સિક્યોરિટી એક્ટ) લગાવશે, ખેડૂતોને ધમકાવશે, પરંતુ ખેડૂતોને MSP નહીં આપે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમા ખેડૂત 900-1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું નુકશાન ઉઠાવીને પાક વેચવા માટે મજબૂર છે. આ અન્યાય છે. MSP ખેડૂતોનો હક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે ખેડૂતોના હક માટે લડત લડશે.

ખરેખરમાં, પ્રિયંકાએ UPના ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના નિવેદન સામે પલતવાર કર્યો છે. સોમવારે ખેડૂતોએ લખીમપુર હિંસાને લઈને રેલ રોકો આંદોલન કર્યું હતું. આ અંગે ADGપ્રશાંત કુમારે કહ્યું હતું કે જો કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયત્ન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. NSA પણ લાદવામાં આવશે.

લખીમપુર મુદ્દે સરકાર પર સાધ્યું નિશાન
પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે UPમાં સામાન્ય જનતાની સુરક્ષા કોઈ કરતું નથી. આજે UP સત્તાનું નામ તે છે કે તમે ખુલ્લેઆમ લોકોને કચડી શકો છો. મહિલાઓ આ બધુ બદલી શકે છે. પ્રિયંકાએ કહ્યું હતું કે દેશને ધર્મના રાજકારણમાંથી બહાર કાઢીને આગળ લઈ જવાનો છે, માટે મહિલાઓએ પોતે આ કામ કરવું પડશે. આજે UPમાં અવાજ ઉઠાવનારાને મારવાની અને કચડી નાખવાની રાજનીતિ થઈ રહી છે.

સોમવારે રાત્રે લખનઉ એરપોર્ટથી બહાર નીકળતી વખતે કાર્યકર્તાઓના અભિવાદનનો સ્વીકાર કરતી પ્રિયંકા.
સોમવારે રાત્રે લખનઉ એરપોર્ટથી બહાર નીકળતી વખતે કાર્યકર્તાઓના અભિવાદનનો સ્વીકાર કરતી પ્રિયંકા.

'ઉત્તરપ્રદેશમાં આજકાલ કોઈ સુરક્ષિત નથી'
પ્રિયંકા ગાંધીએ શાહજહાંપુર જીલ્લામાં કોર્ટ પરિસરની અંદર એક વકીલની હત્યા બાબતે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજકાલ ઉત્તરપ્રદેશમાં કોઈ જ સુરક્ષિત નથી. પછી ભલે તે મહિલાઓ હોય કે, પછી ખેડૂતો હોય અથવા તો પછી કોઈ વકીલ પણ કેમ ન હોય.

અન્ય સમાચારો પણ છે...