તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના રામપુર જઇ રહ્યાં હતા. રસ્તામાં જ તેઓ પોતાની કારની કાચ સાફ કરતા નજરે પડ્યા. વિન્ડસ્ક્રીન સાફ કરતા પ્રિયંકાનો ફોટા વાયરલ થયો ત્યારે ઉત્તર પ્રદેશ સરકારના લઘુમતી કલ્યાણ પ્રધાન મોહસીન રઝાએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ કાચને બદલે પોતાનું મોં સાફ કરવું જોઈએ.
આ પહેલા દિલ્હીથી રામપુર જતા હતા ત્યારે હાપુડમાં પ્રિયંકાના કાફલાની કાર ટકરાઈ હતી. રાહતની વાત છે કે કોઈને ઈજા થઈ નથી. જણાવાયું છે કે પ્રિયંકાની કારનું વાઇપર ચાલતું ન હતું. આને કારણે વિઝિબિલિટીની સમસ્યાને કારણે ડ્રાઇવરે અચાનક બ્રેક મારી, તો પાછળ આવી રહેલા વાહન ચાલકોને પણ બ્રેક મારવી પડી હતી. જેના કારણે વાહનો ટકરાઈ ગયા હતા. અકસ્માત બાદ પ્રિયંકા પોતાની કારના કાચ જાતે સાફ કરતા જોવા મળ્યાં હતા. અકસ્માત બાદ પ્રિયાંકાએ કારમાંથી નીચે ઉતારીને જાતે જ કાચ સાફ કર્યા હતા.
#WATCH Congress' Priyanka Gandhi Vadra cleaned windshield of her vehicle. Her driver had to stop allegedly due to poor visibility through windshield.
— ANI (@ANI) February 4, 2021
Vehicles in her cavalcade collided with each other on Hapur Road earlier today, on her way to Rampur; no injuries reported. pic.twitter.com/bAeUudOFPw
ટ્રેકટર રેલીમાં મૃત્યુ પામેલા ખેડૂતના ઘરે પહોંચ્યા હતા પ્રિયંકા
ખેડુતોના મુદ્દે સંસદથી સડક સુધી હોબાળો થઈ રહ્યો છે. આ સિલસિલામાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના રામપુરના ડિબડિબા ગામ પહોંચ્યા હતા. અહીં તે ટ્રેક્ટર રેલીમાં માર્યા ગયેલા ખેડૂત નવરીતસિંહની તેરમાંમાં સામેલ થયા હતા. 26 જાન્યુઆરીએ, કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજી હતી. આ દરમિયાન પ્રદર્શંકારીઓએ અંકે જગ્યાએ હિંસા અને તોડફોડ પણ કરી હતી. ઉત્તર પ્રદેશના રામપુરની ખેડૂત નવરીતસિંહે પણ આ રેલીમાં ભાગ લીધો હતો.26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન અકસ્માતમાં નવરિતનું મૃત્યુ થયું હતું.
રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે 15 દિવસમાં 3 પ્રેસ કોન્ફરન્સ કરી
કોંગ્રેસ ખેડુતોનું સમર્થન કરતાં સરકારને ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ કરી રહ્યું છે. બુધવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં એવું કહેવામાં આવતું હતું કે સરકાર ખેડુતોને કેમ ધમકી આપી રહી છે, તેમને કેમ માર મારવામાં આવી રહ્યો છે? તેના બદલે સરકાર તેમની સાથે કેમ વાતચીત નથી કરતી? ખેડુતો મુદ્દે રાહુલે છેલ્લા 15 દિવસમાં 3 પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે.
રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પણ બુધવારે ગૃહમાં કહ્યું હતું કે સરકારે ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા જોઈએ, જો વડાપ્રધાન પોતે આ જાહેરાત કરે તો સારું રહેશે. આઝાદે કહ્યું હતું કે, અંગ્રેજોને પણ ખેડૂતો સમક્ષ નમવું પડ્યું હતુ.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.