• Gujarati News
  • National
  • Priyanka, A Mother Of Two Daughters, Has A Luxury Hobby; Trapped The Merchant To Meet The Needs Of A High profile Life, Snatching Crores

‘મિસિસ ઈન્ડિયા રાજસ્થાન 2019’થી હનીટ્રેપ સુધીની સફર:બે પુત્રીની માતા પ્રિયંકાના છે લક્ઝરી શોખ; હાઇપ્રોફાઇલ લાઇફની જરૂરિયાતો પૂરી કરવા માટે વેપારીને ફસાવ્યો, કરોડો પડાવ્યા

જયપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

2019માં ‘મિસિસ ઈન્ડિયા રાજસ્થાન’ બનેલી પ્રિયંકા ચૌધરી જયપુરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં હવે પોલીસના સકંજામાં છે. શ્યામનગર પોલીસ તેને 2 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન પ્રારંભિક પૂછપરછમાં સામે આવ્યું કે પૂર્વ મિસિસ ઈન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરીએ લક્ઝરી લાઈફનો શોખ પૂરો કરવા માટે વેપારી સાથે સંબંધ બનાવ્યા હતા.

એ પછી તેને દુષ્કર્મમાં ફસાવવાની ધમકી આપીને 400 ગજનો પ્લોટ આપવાનું દબાણ કરવા લાગી હતી. વેપારીને ડરાવવા માટે મહિલાએ ગત મહિને શ્યામનગર પોલીસ સ્ટેશનમાં વેપારી વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાવ્યો હતો. ભાસ્કરની ટીમે પ્રિયંકા ચૌધરીના પૂર્વ મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બનવાથી લઈને ઠગ બનવા સુધીના મામલાની સમગ્ર તપાસ કરી. એમાં અનેક કિસ્સા સામે આવ્યા.

2019માં પ્રિયંકા ચૌધરી મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બની.
2019માં પ્રિયંકા ચૌધરી મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બની.

બે પુત્રીની માતા છે પ્રિયંકા ચૌધરી
અત્યારસુધી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રિયંકા ચૌધરી ટોંક જિલ્લાના પીપલુ તાલુકાની રહેવાસી છે. 14 વર્ષ અગાઉ 2008માં તેના લગ્ન થયા હતા. તે ખુદ સરકારી સ્કૂલમાં ભણી છે, પરંતુ મનમાં કંઈક અલગ કરવાની ખેવના હતી. પ્રિયંકાના પતિ રાજસ્થાન પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે અને હાલ ટોંકમાં જ ફરજ પર છે. પ્રિયંકાએ લગ્ન પછી એલએલબીનો કોર્સ કર્યો. તેને બે પુત્રી પણ છે. મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બન્યા પછી એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે જે મિસ બનીને ન કરી શકી એ હવે મિસિસ બનીને કરવા માગે છે. પ્રિયંકાએ કંઈક મોટું કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું, પણ પોતાનું સપનું પૂરું કર્યા પછી પોતાના શોખ પૂરા કરવા માટે તે ખોટા માર્ગે ચાલી નીકળી.

પ્રિયંકા ચૌધરીનો એક કાર્યક્રમમાં અવોર્ડ પ્રાપ્તિનો એક ફાઈલ ફોટો.
પ્રિયંકા ચૌધરીનો એક કાર્યક્રમમાં અવોર્ડ પ્રાપ્તિનો એક ફાઈલ ફોટો.

2019માં બની મિસિસ ઈન્ડિયા રાજસ્થાન
મોડેલિંગની દુનિયામાં ગામ ઘણા દૂર હોય છે. પ્રિયંકા કંઈક મોટું કરવાનું વિચારી રહી હતી. 2019માં જયપુરમાં મિસિસ ઈન્ડિયા રાજસ્થાનનું આયોજન થયું. એમાં પ્રિયંકા પણ સામેલ થઈ. 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રિયંકાએ ખિતાબ જીતવા માટે પૂરેપૂરી તૈયારી કરી. તેણે પરિવારજનોને પણ આ કાર્યક્રમ અંગે જણાવ્યું નહોતું. તેને લાગતું હતું કે બ્યુટી ક્વીન બન્યા પછી બધાને આપોઆપ ખબર પડી જશે. ફાઈનલમાં અલગ અલગ રાઉન્ડમાં 25 સ્પર્ધક સામેલ હતા. ફાઈનલ રાઉન્ડમાં પ્રિયંકા ચૌધરીને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. એના પછી પ્રિયંકાનું સપનું સંપૂર્ણપણે બદલાઈ ગયું.

2016માં વેપારીના ઘરે પહોંચી, દોઢ વર્ષ મકાનમાં રહી
અત્યારસુધીની તપાસમાં જાણવા મળ્યું કે પ્રિયંકાનો 2016માં વેપારી ઘાસીલાલ ચૌધરી સાથે પ્રથમવાર સંપર્ક થયો હતો. ઘાસીલાલ લોખંડનો વેપાર કરે છે અને ટોંકના જ રહેવાસી છે. તેઓ જયપુરમાં પાર્શ્વનાથ કોલોનીમાં રહે છે. પ્રિયંકા પોતાના પતિ સાથે તેમના ઘરે પહોંચી હતી. એએસઆઈ જયસિંહ કહે છે કે વેપારીની પત્ની અને પ્રિયંકા બંને એક જ ગામની છે. ગામનો હવાલો આપીને એ વેપારીના મકાનમાં રહેવા લાગી. એના પછી ધીમે ધીમે ઓળખાણ વધારી અને સંપર્ક વધારવાનું શરૂ કર્યું. તે વેપારીના મકાનમાં લગભગ દોઢ વર્ષ સુધી રહી. હવે તેણે પોતાનો ફ્લેટ લઈ લીધો છે.

શ્યામનગર પોલીસ સ્ટેશનમાં પૂર્વ મિસિસ ઈન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરી.
શ્યામનગર પોલીસ સ્ટેશનમાં પૂર્વ મિસિસ ઈન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરી.

હજારોથી વધીને ડિમાન્ડ લાખો સુધી પહોંચી
મિસિસિ ઈન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરી મોટું સપનું લઈને જયપુરમાં આવી હતી. તેને જેમ જેમ વેપારીના કામ-ધંધા વિશે ખ્યાલ આવ્યો તેમ તેમ વેપારીની નજીક જવા લાગી. જરૂરિયાતો જણાવીને તેની પાસેથી હજારો રૂપિયા લેવા લાગી. એના પછી ડિમાન્ડ વધીને લાખોમાં પહોંચવા લાગી. વેપારીના મકાનને ખાલી કર્યા પછી પણ તે વેપારીના સંપર્કમાં રહી. અગાઉ પ્રિયંકાએ અલગ ફ્લેટ લઈ લીધો હતો. તે બે પુત્રીની સાથે ફ્લેટમાં રહે છે અને પતિ ટોંકમાં નોકરી કરે છે.

ડરાવવા માટે મારપીટનો કેસ કર્યો
પ્રિયંકા થોડા દિવસથી સતત વેપારી પર દબાણ કરી રહી હતી. તે 400 ગજના પ્લોટની ડિમાન્ડ કરી રહી હતી. વેપારીએ તેને પ્લોટ આપવાની ના પાડી. ત્યારે વેપારી પર દબાણ વધારવા માટે તેણે મારપીટનો કેસ પણ કર્યો, જોકે રિપોર્ટમાં દુષ્કર્મની કોઈ વાત લખી નહોતી. વેપારી પરેશાન થઈ ગયો હતો અને તે સતત દબાણ વધારી રહી હતી. ત્યારે વેપારીએ 3 જૂને શ્યામનગર પોલીસસ્ટેશનમાં હનીટ્રેપનો કેસ નોંધાવ્યો. પોલીસ પણ હરકતમાં આવી અને શુક્રવારે મોડી રાતે પોલીસે આરોપી પ્રિયંકાની ધરપકડ કરી હતી.