બાળકોના કોરોના વેક્સિનેશનની તૈયારી:પ્રાઈવેટ હોસ્પિટલ ડેટાબેસ એકઠા કરી રહ્યા છે, સ્કૂલોમાં જઈને ડોઝ લગાવામાં આવશે; કેન્દ્ર તરફથી મંજૂરીની રાહ

21 દિવસ પહેલા

દેશમાં બાળકોને કોરોના વેક્સિનના ડોઝ લગાવાની શરુઆત ટૂંક સમયમાં થવાની છે. જોકે કેન્દ્ર સરકારે આ બાબતે અત્યારે કોઈ એલાન નથી કર્યું, પરંતુ હોસ્પિટલોએ આ બાબતે તૈયારીઓ શરુ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોલકાતામાં ઘણા પ્રાઈવેટ હોસ્પિટલ બાળકો માટે વેક્સિનેશન સેન્ટર બનાવી રહ્યા છે. તેઓ બાળકોના ડેટાબેસ એકઠા કરી રહ્યા છે અને સ્કૂલો સાથે પણ ટાઈઅપ કરી રહ્યા છે જેથી વધુમાં વધુ બાળકોને વેક્સિન લાગી શકે.

2-18 વર્ષના બાળકોને લાગશે કોવેક્સિન
કેટલાક પ્રાઈવેટ હોસ્પિટલોએ કોવેક્સિનના ડોઝ ખરીદવાના શરુ કર્યા છે. જણાવી દઈએ કે ભારત બાયોટેકની કોવેક્સિન હાલ 18+ બાળકોને લગાવામાં આવી રહી છે. કંપનીએ બાળકો પર પણ આ જ વેક્સિનના ટ્રાયલ લીધા છે. બાળકો માટે કોવેક્સિનને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ (SEC)એ ઈમરજન્સી અપ્રૂવલ આપ્યું છે, પરંતુ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)થી અપ્રૂવલ મળવાનું હજૂ બાકી છે. આ વેક્સિન 2થી 18 વર્ષના બાળકોને લગાવામાં આવશે.

હોસ્પિટલોનું કહેવું છે કે બાળકોનું વેક્સિનેશન ટૂંક સમયમાં શરુ થવાની આશા છે, તેથી તેઓ પોતાની પૂરી તૈયારીઓ રાખવા ઈચ્છે છે. કોલકાતાના RN ટાગોર ઈન્ટરનેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયક સાઈન્સિસે શુક્રવારે કોવેક્સિનના 20 હજાર ડોઝનો આર્ડર આપ્યો છે. હોસ્પિટલોનું કહેવું છે કે થોડા સપ્તાહ અગાઉ કોવેક્સિનના ડોઝ પૂરા થઈ ગયા હતાં, પરંતુ અમે ઓર્ડર ન કર્યા કારણ કે ડિમાન્ડ ખૂબ જ ઓછી હતી. હવે બાળકોના વેક્સિનેશનને ટૂંક સમયમાં મંજૂરી મળવાની આશા છે, તેથી અમે ફરી ડોઝ ખરીદી રહ્યા છે.

નારાયણા હેલ્થ હોસ્પિટલનું કહેવું છે કે ઘણી સ્કૂલો, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને કોર્પોરેટ્સ પાસે ચર્ચા કરવામાં આવી રહી છે. બાળકોના વેક્સિનેશનને લઈને થોડા દિવસોમાં રેસિડેન્શિયલ વેલફેયર એસોસિએશન અને કોર્પોરેટ્સ તરફથી પૂછપરછ વધી ગઈ છે.

ડેટાબેસ હોવાથી ભીડ કંટ્રોલ કરવામાં મદદ મળશે
એપોલો હોસ્પિટલ પણ પોતાની એપ પર બાળકોના ડેટા અપલોડ કરવાની સુવિધા આપી રહી છે. જેથી વેક્સિનેશન શરુ કરવા પર ડિમાન્ડનો અંદાજો લગાવામાં આવે. 18+ વેક્સિનેશન શરુ થયુ ત્યારે ભારે ભીડ હોસ્પિટલોમાં જોવા મળી હતી તેથી આ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

બાળકો માટે કઈ વેક્સિનને મંજૂરી મળી?
ઓક્ટોબરમાં નેશનલ ડ્રગ્સ રેગ્યુલેટરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ (SEC)એ કોવેક્સિનને બાળકો માટે ઈમરજન્સી યૂઝની ભલામણ કરી હતી. આ વેક્સિનને હવે DGCIથી અપ્રૂવલ મળવી બાકી છે. તેને 2-18 વર્ષના બાળકોને લગાવી શકાશે.

સરકારે ઝાયકોવ-ડીને પણ બાળકોના વેક્સિનેશન માટે અપ્રૂવ કરી છે. ઝાયકોવ-ડીને ઝાયડસ કેડિલાએ બનાવી છે. DBCIએ ઓગસ્ટમાં કેડિલાને અપ્રૂવલ આપ્યું હતું. વેક્સિનને 12 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકો માટે ઈમરજન્સી યૂઝ ઓથોરાઈઝેશન (EUI)ની મંજૂરી મળી છે.

ઝાયકોવ-ડીને ઓગસ્ટમાં અપ્રૂવલ મળી, અત્યાર સુધી માર્કેટમાં કેમ ન આવી શકી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની વેક્સિનની કિંમત 1900 રુપિયા રાખવા ઈચ્છે છે. ત્યાં સરકાર વેક્સિનની કિંમત ઓછી કરવા ઈચ્છે છે. તે માટે સરકાર અને કંપની વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે અને હવે બંને વચ્ચે કિંમતને લઈને સહમતિ બની ગઈ છે.

ત્રીજા ફેઝના ટ્રાયલમાં વેક્સિનની એફિકેસી 66% હતી. પહેલાના 2 ટ્રાયલ્સમાં પણ કોઈ પણ જાતની સાઈડ ઈફેક્ટ જોવા મળી નહોતી, પરંતુ કંપનીએ હજી સુધી ટ્રાયલ્સના ડેટાને રિલીઝ નથી કર્યા. વેક્સિન મોડું આવવાનું કારણ એ પણ છે.

વેક્સિનની ઉપલબ્ધતા પણ એક પ્રશ્ન છે. અત્યારે કંપની દર મહિને વેક્સિનના આશરે 1 કરોડ ડોઝ ઉપલબ્ધ કરવાની વાત કરે છે. તેવામાં શરુઆતમાં ડિમાન્ડ પ્રમાણે સપ્લાઈ ન હોવાનો પણ પડકાર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...