મોટી કાર અને મોટા ઘરનાં સપના હવે નાના દેખાવવા લાગ્યા છે. ભારતનાં સુપર રીચ હવે ખાનગી વિમાનોમાં જ યાત્રા કરવાનુ પસંદ કરે છે. ખાનગી જેટની ખૂબ માંગ છે. અલબત્ત હવે તે પણ મોટા થઇ રહ્યા છે. વિમાનો એટલા મોટા છે કે ભારતનાં કોઇ પણ શહેરથી સીધા યુરોપ કે અમેરિકા સુધીની ઉડાન જઈ શકે છે.
એક રિપોર્ટ મુજબ ભારતનાં કેટલાક બિઝનેસમેન લાંબા અંતર સુધી ઉડાન ભરી શકે તેવા ખાનગી વિમાનો પણ ખરીદે છે. જેમ જેમ સંપત્તિ વધી રહી છે તેમ તેમની ખાનગી જેટ ખરીદવાની ઇચ્છા પણ વધી રહી છે. કોરોના કાળમાં દેશનાં મોટા ઉદ્યોગપતિઓએ વિમાનોને પ્રાથમિકતા આપી હતી. કેટલાક નવા વિમાનો પણ ખરીદ્યા હતા. ત્યારબાદ એવી ટેવ પડી ગઇ કે છોડી શકતા નથી.
હવે આ લોકો જાહેર વિમાની સેવાનો ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવે છે. મીડિયા મોગલ કહેવાતા સન ટીવીના માલિક કલાનિધિ મારન, અદાણી જૂથ, સીરમ ઇન્સ્ટિટ્યૂટનાં માલિક અદાર પૂનાવાલાએ હાલમાં જ ખાનગી વિમાન ખરીદ્યા છે. મારને 7700 નોટિકલ માઇલ સુધી પ્રવાસ કરી શકે તેવા બોમ્બાર્ડિયર ગ્લોબલ 7500 વિમાનની ખરીદી કરી છે. અદાણી જૂથ અને પૂનાવાલાના જેટ એક વખતમાં 6600 નોટિકલ માઇલ યાત્રા કરી શકે છે.
યુરોપ-અમેરિકા સુધીની ઉડાન ભરી શકે તેવા જેટની કિંમત આશરે રૂ. 500 કરોડથી શરૂ થાય છે. અદાર પૂનાવાલા કહે છે કે જે લોકોનો વેપાર યુકે કે યુરોપનાં બીજા દેશોમાં ફેલાયેલો છે. તેમને ઓછામાં ઓછા નવથી 10 કલાક સુધી ઉડાન ભરી શકે તેવા જેટની જરૂર છે. બિઝનેસ એવિએશન સોલ્યુશન્સ કંપની એજેએમ જેટ મેનેજમેન્ટના પ્રમુખ અતીશ મિશ્રા કહે છે કે ભારતનો વેપાર વૈશ્વિક બની રહ્યો છે. આ જ કારણ છે કે ભારતનાં અમીર મોટા ખાનગી વિમાનો ખરીદી રહ્યા છે જેથી આરામદાયક મુસાફરી કરી શકે.
બે વર્ષમાં હેલિકોપ્ટર વેપાર 25% वવધ્યો, દેશમાં 515 ખાનગી જેટ
મુંબઇની ખાનગી વિમાની કંપની બુક માઇ ચાર્ટર્સનાં માલિકે સચિત વાધવા કહે છે કે વર્ષ 2021થી પહેલા તેમને વર્ષમાં વધુમાં વધુ બે ઓર્ડર મળતા હતા. હવે તેઓ માગણી પૂર્ણ કરી શકતા નથી. ભારતમાં હાલમાં 515 ખાનગી વિમાનો છે. ઓક્ટોબર 2020થી હજુ સુધી હેલિકોપ્ટર બજારમાં પણ 25 ટકાનો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.