તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The New Residence Of The Prime Minister Will Be Ready By December 2022; Construction Continues Even In The Lockdown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ:ડિસેમ્બર 2022માં સુધી તૈયાર થશે વડાપ્રધાનનું નવુ આવાસ; લોકડાઉનમાં પણ બાંધકામ ચાલુ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી રહ્યું છે નવું આવાસ મોડલ. - Divya Bhaskar
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી રહ્યું છે નવું આવાસ મોડલ.
  • વડાપ્રધાનના નવા રહેણાંક કોમ્પલેક્સમાં ચાર માળની 10 બિલ્ડિંગ હશે, તે 15 એકર જમીનમાં બનાવવામાં આવશે
  • સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ પ્રોજેક્ટનો એમ કહીને વિરોધ કર્યો છે કે મહામારી દરમિયાન તેને રોકવામાં આવે

વડાપ્રધાનનું નવું રહેઠાણ ડિસેમ્બર 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. તે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થઈ રહ્યું છે. દેશ હાલ મહામારીનો સામનો કરી રહ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન છે, જોકે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં બાંધકામ ચાલ છે. પ્રોજેક્ટને પર્યાવરણ સંબંધી તમામ મંજૂરીઓ મળી ચુકી છે અને જરૂરી સેવા અધિનિયમમાં રાખવામાં આવ્યું છે. આ કારણે બાંધકામ અહીં અટકાવી દેવામાં આવ્યું નથી.

સરકારની ગ્રીન સિગ્નલ
વિપક્ષ દ્વારા વિરોધ છતાં સરકારે તેને ગ્રીન સિગ્નલ આપ્યું છે. પ્રોજેક્ટમાં ટાઈમ લાઈનનો ચુસ્ત રીતે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત જે બિલ્ડિંગ આગામી વર્ષ સુધીમાં બનીને તૈયાર થશે, તેમાં વડાપ્રધાનનું નિવાસ સ્થાન સામેલ છે. હાલ વડાપ્રધાન 7, લોક કલ્યાણ માર્ગ પર રહે છે. યુપીએ સરકાર સુધી તેને 7 રેસકોર્સ રોડ તરીકે ઓખળામાં આવતુ હતું.

વાઈસ પ્રેસિડેન્ટ અને SPGનું હેડક્વાર્ટર પણ
આગામી ડિસેમ્બર સુધી જે નવી બિલ્ડિંગ્સ તૈયાર થશે તેમાં વડાપ્રધાનના નિવાસ સ્થાન સિવાય તેમની સુરક્ષામાં રહેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના હેડક્વાર્ટર પણ સામેલ છે. બ્યુરોક્રેટ્સ માટે એક એક્ઝિક્યુટીવ એનક્લેવ પણ આ દરમિયાન બનીને તૈયાર થશે.

વિપક્ષનો વિરોધ
વિપક્ષો નવા સંસદ ભવન, સરકારી ઓફિસ અને વડાપ્રધાન નિવાસ સ્થાન બનાવવાનો વિરોધ કરતા રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ પ્રોજેક્ટનો એમ કહીને વિરોધ કર્યો છે કે મહામારી દરમિયાન તેને રોકવામાં આવે. કેટલાક લોકોનું કહેવું છે કે આ દરમિયાન હોસ્પિટલ્સ હેરાન છે. ઓક્સિજન, વેક્સીન અને દવાઓની અછત છે.

શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ?
રાષ્ટ્રપતિ ભવન, હાલનું સંસદ ભવન, ઈન્ડિયા ગેટ સહિતની ઈમારતોને એવી જ રાખવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટાના માસ્ટર પ્લાન મુજબ જુના ગોળાકાર સંસદ ભવનની સામે ગાંધીજીની પ્રતિમા છે, તેની પાછળ નવું ત્રિકોણ સંસદ ભવન બનશે. તે 13 એકર જમીન પર બનશે. આ જમીન પર હાલ પાર્ક, અસ્થાયી નિર્માણ અને પાર્કિંગ છે. નવા સંસદ ભવનમાં બંને સદનો લોકસભા અને રાજ્યસભા માટે એક-એક ઈમારત હશે, જોકે સેન્ટ્રલ હોલ બનશે નહિ.

15 એકરમાં બનશે નવું PM આવાસ
આ માટે હાલના શાસ્ત્રી ભવન, ઉદ્યોગ ભવન, નિર્માણ ભવન, કૃષિ ભવન સહિત ઘણી અન્ય બિલ્ડિંગને પણ તોડી પાડવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પુર્નવિકાસ પ્રોજેકટમાં સીપીડબલ્યુ(કેન્દ્રીય લોકનિર્માણ વિભાગ)ના તાજેતરના પ્રસ્તાવ મુજબ વડાપ્રધાનના નવા રહેણાંક કોમ્પલેક્સમાં ચાર માળની 10 બિલ્ડિંગ હશે. વડાપ્રધાનના નવા આવાસને 15 એકરની ભૂમિમાં બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો