તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prime Ministers From Nehru To Modi Tried To Keep The Peace Forever; The BJP Came To Power For The First Time In An Alliance With The PDP

PHOTOSમાં કાશ્મીર રાજનીતિ:નેહરુથી મોદી સુધીના વડાપ્રધાનોએ શાંતિ કાયમ રહે એવા પ્રયાસ કર્યા; ભાજપા PDPની સાથે ગઠબંધન કરી પહેલી વખત સત્તામાં આવી હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
2015માં PDPના સ્થાપક મુફ્તિ મોહમ્મદ સઇદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બની હતી. પાર્ટીએ પ્રદેશમાં પહેલી વખત ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું. સઇદના શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા.  - Divya Bhaskar
2015માં PDPના સ્થાપક મુફ્તિ મોહમ્મદ સઇદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બની હતી. પાર્ટીએ પ્રદેશમાં પહેલી વખત ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું. સઇદના શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા. 

જમ્મુ-કાશ્મીર દેશની આઝાદી પછીથી સતત વિવાદોમાં રહ્યું છે. ભારત-પાકિસ્તાનની વચ્ચે પહેલા યુદ્ધનું કારણ બનેલો આ વિવાદ થોડો સમય જતાં રાજકીય ન રહેતાં આતંકવાદની રાહ પર જતો રહ્યો. આ દરમિયાન દિલ્હીથી સંબંધો સુધારવાના પ્રયાસ થતા રહ્યા.

દરેક સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ મહત્ત્વ આપતી હતી, જેથી અલગતાવાદી નેતાઓ પોતાનાં મૂળિયાં મજબૂત ન બનાવી શકે. એમ છતાં આત્મીયતાનો અભાવ જોવા મળે છે. ફોટોઝમાં જુઓ દિલ્હી અને કાશ્મીરના નેતાઓએ ક્યારે-ક્યારે શાંતિ માટેના ગંભીર પ્રયાસો કર્યા. જુઓ આવા પ્રસંગોની કેટલીક ખાસ તસવીરો

કાશ્મીરના સૌથી મોટા નેતા ગણાતા શેખ મોહમ્મદ અબ્દુલ્લાની સાથે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ.
કાશ્મીરના સૌથી મોટા નેતા ગણાતા શેખ મોહમ્મદ અબ્દુલ્લાની સાથે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ.

શેખ મોહમ્મદ અને વડાપ્રધાન નેહરુના સંબંધ ક્યારેય એકસરખા નથી રહ્યા. 1953માં જમ્મુ-કાશ્મીરની સત્તાથી હટાવવામાં આવ્યાને લગભગ 22 વર્ષ પછી અબ્દુલ્લાએ 1975માં મુખ્યમંત્રી બન્યા હતા. શેખ અબ્દુલ્લાને નેહરુનું સમર્થન હતું. તેમ છતાં કાશ્મીર કોન્સપિરેસી કેસમાં શેખ અબ્દુલ્લાને વડાપ્રધાન પદથી હટાવવામાં આવ્યા બાદ 11 વર્ષ સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યા. અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો હતો કે તેમને બરતરફ કરવા પાછળ જવાહરલાલ નેહરુની આગેવાનીવાળી કેન્દ્ર સરકારનો હાથ છે.

વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સાથે કાશ્મીરના નેતા બખ્શી ગુલામ મોહમ્મદ અને જીએમ સાદિક.
વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સાથે કાશ્મીરના નેતા બખ્શી ગુલામ મોહમ્મદ અને જીએમ સાદિક.

બખ્શી ગુલામ મોહમ્મદ 1953થી 1964 સુધી જમ્મુ-કાશ્મીરના વડાપ્રધાન રહ્યા હતા. માર્ચ 1965માં વડાપ્રધાનપદ સમાપ્ત થયા બાદ જીએમ સાદિકને જમ્મુ-કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

મુફ્તિ મોહમ્મદ સઇદ (ડાબે) અને વીપી સિંહ (જમણે).
મુફ્તિ મોહમ્મદ સઇદ (ડાબે) અને વીપી સિંહ (જમણે).

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીપી સિંહ અને મુફ્તિ મોહમ્મદ સઇદે 13 નવેમ્બર, 1988ને શ્રીનગરમાં એક મોટી જનસભા કરી હતી. આ દરમિયાન તેમણે મુફ્તિ મોહમ્મદ સઇદ (ડાબે) અને બીજા સ્થાનિક નેતાઓની સાથે જન મોરચા (પીપલ્સ ફ્રંટ) નામની એક નવી રાજકીય પાર્ટી શરૂ કરી. સઇદ 1987માં વિશ્વનાથ પ્રતાપ સિંહના નેતૃત્વવાળા જન મોરચામાં સામેલ થયા હતા. વીપી સિંહે તેમને પોતાની સરકારમાં ગૃહમંત્રી પણ બનાવ્યા હતા. 1989માં તેમણએ મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું.

વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીરના ઉકેલ માટે અલગતાવાદી નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીરના ઉકેલ માટે અલગતાવાદી નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

2004માં અટલ બિહારી વાજપેયીએ દિલ્હીમાં હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ કોઈ ભારતીય વડાપ્રધાન અને અલગતાવાદી નેતાઓ વચ્ચે પહેલી મુલાકાત હતી. વાજપેયીએ હુર્રિયતની સાથે કોઈ શરત વગર વાતચીતની રજૂઆત કરીને કાશ્મીરના મુદ્દા પર સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. વાજપેયીએ આ પહેલાં અલગતાવાદી નેતા શબ્બીર શાહથી માર્ચ 1995માં સંસદ ભવનમાં મુલાકાત કરી હતી. ત્યારે વાજપેયીએ કાશ્મીરની સમસ્યાના ઉકેલની જરૂરિયાત જણાવી હતી.

ભાજપ-PDPએ ગઠબંધન કરતાં જમ્મુ-કાશ્મીરમાં BJP પહેલી વખત સત્તા પર આવી હતી. વડાપ્રધાન મોદી અને મહેબૂબા મુફ્તિ.
ભાજપ-PDPએ ગઠબંધન કરતાં જમ્મુ-કાશ્મીરમાં BJP પહેલી વખત સત્તા પર આવી હતી. વડાપ્રધાન મોદી અને મહેબૂબા મુફ્તિ.

7 જાન્યુઆરી 2016ના રોજ મુફ્તિ મોહમ્મદ સઇદના નિધનના અઢી મહિના પછી 4 એપ્રિલ 2016ના રોજ મહેબૂબા મુફ્તિ જમ્મુ-કાશ્મીરનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી બન્યાં હતાં. શરૂઆતમાં ભાજપ અને વડાપ્રધાન મોદીની સાથે તેમના સારા સંબંધ રહ્યા, પરંતુ 2018માં આ ગઠબંધન તૂટી ગયું હતું. ગઠબંધન તૂટ્યા બાદ મહેબૂબાએ કહ્યું હતું કે અમને ખબર હતી કે આ પગલું આત્મઘાતી હશે તેમ છતાં અમે બધું જ દાવ પર લગાવી દીધું.

અન્ય સમાચારો પણ છે...